નીતિશ કુમાર રાતે ગંદી ફિલ્મ જોઈને સુવે છે' હવે આ નેતા ઉતર્યાં અશ્લિલતા પર, રાજનીતિ સાવ ગંદી બની

નીતિશ કુમાર રાતે ગંદી ફિલ્મ જોઈને સુવે છે' હવે આ નેતા ઉતર્યાં અશ્લિલતા પર, રાજનીતિ સાવ ગંદી બની

11/09/2023 Politics

SidhiKhabar

SidhiKhabar

નીતિશ કુમાર રાતે ગંદી ફિલ્મ જોઈને સુવે છે' હવે આ નેતા ઉતર્યાં અશ્લિલતા પર, રાજનીતિ સાવ ગંદી બની

બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારના વિવાદિત નિવેદનને લઈને ભાજપ આક્રમક બન્યું છે. દિલ્હીથી ભાજપના સાંસદ અને ભોજપુરી સિંગર મનોજ તિવારીએ તો ત્યાં સુધી કહી દીધું છે કે, નીતિશ કુમાર રાત્રે ગંદી ફિલ્મો જુએ છે. ભોપાલમાં મનોજ તિવારીએ જણાવ્યું કે, "જે રીતે નીતિશ કુમારે સદનમાં ફ્લોર પર મહિલાઓ, માતાઓ અને બહેનો વિશે અભદ્ર વાતો કરી, એવું લાગે છે કે રાત્રે કેટલીક ગંદી ફિલ્મો જોયા બાદ તે સુવે છે અને જાગે છે. તેઓએ ગૃહની ગરિમાનું ઉલ્લંઘન કર્યું છે. મનોજ તિવારીએ કહ્યું, નીતિશ કુમારનું માનસિક સંતુલન બગડી ગયું છે. ભાજપ સાથે હતા તેવા નીતિશ કુમાર હવે રહ્યાં નથી.શું બોલ્યાં સીએમ નીતિશ કુમાર

શું બોલ્યાં સીએમ નીતિશ કુમાર

નીતિશ કુમારે કહ્યું કે બિહારમાં મહિલાઓની સાક્ષરતા વધી છે. જો છોકરી શિક્ષિત રહેશે તો જનસંખ્યા પર અંકુશ આવશે. આ વાત સમજાવવા માટે નીતિશ કુમારે કહ્યું કે, જો છોકરી ભણી લેશે તો પુરુષ રોજ રાતે કરે છે, તેમાં વધારે બાળકો પેદા થઈ જાય છે. જો છોકરી ભણી લેશે તો તેની અંદર.....તેને....કરી દો. તેમાં વસતી ઘટી રહી છે.


નેતાઓને હવે નથી કોઈ શરમ

આજકાલ નેતાઓને જાણે કોઈ શરમ ન રહી હોય તેમ ઉઘાડછોગ અશ્લિલ નિવેદનો કરતા હોય છે. બે દિવસ પહેલા  મુખ્યમંત્રી નીતિશ કુમારે વિધાનસભામાં મહિલાઓ પર સાવ અભદ્ર વાતો કરી હતી.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top