ઓડિસામાં અત્યંત વિચિત્ર અક્સમાત! ત્રણ ટ્રેન્સ અથડાતા 288ના મોત, સેંકડો ઘાયલ! હજીય સમજાતું નથી ક

ઓડિસામાં અત્યંત વિચિત્ર અક્સમાત! ત્રણ ટ્રેન્સ અથડાતા 288ના મોત, સેંકડો ઘાયલ! હજીય સમજાતું નથી કે આવો અકસ્માત થયો કેવી રીતે?!

06/03/2023 National

SidhiKhabar

SidhiKhabar

ઓડિસામાં અત્યંત વિચિત્ર અક્સમાત! ત્રણ ટ્રેન્સ અથડાતા 288ના મોત, સેંકડો ઘાયલ! હજીય સમજાતું નથી ક

ઓડિશાના બાલાસોરમાં શુક્રવારે સાંજે થયેલી ટ્રેન દુર્ઘટનામાં મૃત્યુઆંક વધીને 237 થઈ ગયો છે અને લગભગ 900 મુસાફરો ઘાયલ થયા છે. આ વાતની પુષ્ટિ કરતા ઓડિશાના મુખ્ય સચિવ પ્રદીપ જેનાએ ટ્વીટ કરીને કહ્યું કે ટ્રેન દુર્ઘટનામાં મૃત્યુઆંક વધી રહ્યો છે. ગઈકાલે થયેલા આ ભયાનક અકસ્માતમાં ઓડિશાના બાલાસોરમાં શાલીમાર-ચેન્નઈ કોરોમંડલ એક્સપ્રેસના 10 થી 12 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા અને સામેના પાટા પર પડ્યા હતા. બીજા ટ્રેક પર, યશવંતપુરથી હાવડા જતી બીજી ટ્રેન પાટા પરથી ઉતરી ગયેલી શાલીમાર-ચેન્નઈ કોરોમંડલ એક્સપ્રેસના ડબ્બા સાથે અથડાઈને પાટા પરથી ઉતરી ગઈ હતી. આ ટ્રેનના 3 થી 4 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. બાલાસોરમાં બે પેસેન્જર ટ્રેન અને એક માલસામાન ટ્રેનના અકસ્માત બાદ ફસાયેલા લોકોને બચાવવામાં બચાવકર્મીઓ વ્યસ્ત છે.


રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવ બાલાસોર પહોંચી ગયા

રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવ બાલાસોર પહોંચી ગયા

આ દરમિયાન રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવ બાલાસોર પહોંચી ગયા છે. તેમણે કહ્યું કે ટ્રેન દુર્ઘટનાની ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ આપવામાં આવ્યા છે. આટલા મોટા અકસ્માતનું સાચું કારણ શું છે તે જાણવું જરૂરી છે. દુર્ઘટના દુર્ભાગ્યપૂર્ણ છે અને રેલ્વે મંત્રાલયે ઘટનાની માહિતી મળતાં જ બચાવ કામગીરી શરૂ કરી હતી. NDRF, ODRAF અને ફાયર વિભાગની ટીમો રાહત અને બચાવ માટે સ્થળ પર હાજર છે. એરફોર્સની પણ મદદ લેવામાં આવી રહી છે. રેલવે મંત્રીએ કહ્યું કે આટલા મોટા અકસ્માતનું સાચું કારણ શું છે તે જાણવું જરૂરી છે.

રેલ્વે મંત્રાલયે આ દુર્ઘટનાનો ભોગ બનેલા લોકો માટે એક્સ-ગ્રેશિયા રકમની જાહેરાત કરી છે. મૃતકોના પરિજનોને 10 લાખ રૂપિયા, ગંભીર રીતે ઘાયલોને 2 લાખ રૂપિયા અને નજીવી ઈજાગ્રસ્તોને 50,000 રૂપિયા આપવામાં આવશે. બીજી બાજુ બાલાસોરમાં થયેલા દુ:ખદ ટ્રેન અકસ્માત બાદ ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયકે એક દિવસના રાજ્ય શોકનો આદેશ આપ્યો છે. ઓડિશાના માહિતી અને જનસંપર્ક વિભાગે કહ્યું કે સમગ્ર રાજ્યમાં 3 જૂને કોઈ તહેવાર ઉજવવામાં આવશે નહીં.


કેવી રીતે ટ્રેન ભાઈ અકસ્માત, જાણો સ્ટેપ સ્ટેપ?

કેવી રીતે ટ્રેન ભાઈ અકસ્માત, જાણો સ્ટેપ સ્ટેપ?

બેંગ્લુરુ-હાવડા સુપરફાસ્ટ એક્સપ્રેસ હાવડા તરફ જય રહી હતી. આ દરમિયાન શુક્રવારે મોડી સાંજે આ ટ્રેનના કેટલાક ડિબ્બે પટરીથી ઉતર્યા અને બાજુના ટ્રેકમાં પલ્ટી મારી ગયા!

શાલિમાર -ચેન્નાઇ સેન્ટ્રલ કોરોમંડલ એક્સપ્રેસ બીજા ટ્રેક પરથી જઈ રહી હતી. આ ટ્રેન પોતાના માર્ગમાં પલ્ટી ખાઈને પડેલા બેંગ્લુરુ-હાવડા સુપરફાસ્ટ એક્સપ્રેસના ડબ્બા ઓ સાથે અથડાઈ પડી હતી!

આ ટકરાવ પછી કોરોમંડલ એક્સપ્રેસના કેટલાક ડબ્બાઓ પણ પાટા પરથી ઉતર્યા અને એની આગળના ટ્રેકમાં એક માલગાડીના ડબ્બાઓ સાથે અથડાઈ પડ્યા.

170 કિલોમીટર પર સ્થિત છે.

આ આખી દુર્ઘટના માત્ર પાંચેક મિનિટના સમયગાળા માં થઇ ગઈ!


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top