બિગ થિંકનો રિપોર્ટ બતાવે છે કે New World Order Mapને સૌથી પહેલા વર્ષ 1942માં પ્રકાશિત કરવામાં આવ્યો હતો. અમેરિકન રાજ્ય પેન્સિલ્વેનિયાના ફિલાડેલ્ફિયા શહેરમાં મોરિસ ગોમ્બર્ગે તેનું પ્રકાશન કર્યું હતું. ત્યારે તેમણે દાવો કર્યો હતો કે બીજા વિશ્વ યુદ્ધ બાદ દુનિયાના માનચિત્રમાં મોટા બદલાવ જોવા મળશે. દુનિયામાં 15 દેશ જ અસ્તિત્વમાં રહી જશે. આવો આગળ જાણીએ એ મેપમાં કયા દેશ માટે શું કહેવામાં આવ્યું છે.
મેપમાં અમેરિકા બાબતે શું છે?
નકશો પ્રકાશિત કરનારા મોરિસ ગોમ્બર્ગ મૂળ રૂપે રશિયાના રહેવાસી હતા, પરંતુ તેઓ અમેરિકા શિફ્ટ થઇ ગયા હતા. અમેરિકાને લઇને મોરીસે કહ્યું હતું કે, અમેરિકા એક સૈન્ય શક્તિ બનીને ઉભરાશે, જેમાં કેનેડા સિવાય બધા મધ્ય અમેરિકન દેશ જેમ કે ગ્વાટેમાલા, પનામા, નિકારાગુઆ, અલ સાલ્વાડોર, કોસ્ટા રિકા, હિન્ડુરસ, બેલીજ, ડોમિનિકન ગણરાજ્ય અને ક્યૂબા પણ સામેલ થઇ જશે. એન્ટિગુઆ, બહામાસ, બાર્બાડોસ અને ડોમનિકા જેવા કેરેબિયન દેશ પણ તેનો હિસ્સો હશે. ગ્રીનલેન્ડ અને આઇસલેન્ડ જેવા એટલાન્ટિક ગ્રુપ સિવાય મેક્સિકો પણ અમેરિકામાં સામેલ થઇ જશે.
રશિયાને લઇને શું કહ્યું હતું
જે સમયે મોરિસે દુનિયાનો સંભવિત નકશો જાહેર કર્યો હતો, ત્યારે આજનું રશિયા USSR હતું. મોરિસે રશિયાને પણ અમેરિકા સમાન જ મજબુત દેખાડ્યો હતો. USSRના મેપમાં આજના ઇરાન, મંગોલિયા, મંચુરિયા, ફિનલેન્ડ અને આખા પૂર્વી યુરોપનો હિસ્સાને સામેલ કરવામાં આવ્યો હતો. ઓસ્ટ્રિયા અને જર્મનીનો પણ એક મોટો હિસ્સો USSRમાં દેખાડવામાં આવ્યો હતો.
USSAના રૂપમાં નવા દેશ બાબતે:
મેપમાં નવા દેશ સંયુક્ત રાજ્ય દક્ષિણ અમેરિકા (USSA)નો પણ ઉલ્લેખ છે, જેમાં બધા દક્ષિણ અમેરિકન રાજ્ય સામેલ કરવામાં આવ્યા હતા. તેમાં ગુયાના, સૂરીનામ અને ફ્રેંચ ગુયાના સાથે-સાથે ફૉકલેન્ડને પણ USSAને હિસ્સો બતાવવામાં આવ્યા. નકશામાં આફ્રિકન ગણરાજ્ય સંઘ (UAR) બાબતે પણ વાત કરવામાં આવી છે, જેણે આખા આફ્રિકન ગણરાજ્યોનું એક સંઘ બતાવવામાં આવ્યું હતું. તો મિડલ ઇસ્ટના દેશો જેમ કે સુદી અરબ, ઇરાક અને સીરિયાને મળાવીને નવા દેશ અરેબિયન ફેડરેટ રિપબ્લિક (AFR)નો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
અખંડ ભારતના મેપમાં સામેલ કરવામાં આવ્યા છે આ દેશ:
ભારતને લઇને મોરિસે એવો નકશો આપ્યો જે ઘણી હદ સુધી શક્તિશાળી અખંડ ભારતના સંભવિત નકશા સાથે મળે છે. આ નકશામાં ભારતની અંદર આજના અફઘાનિસ્તાન, પાકિસ્તાન, નેપાળ, ભૂટાન, બાંગ્લાદેશ અને મયાંમારને પણ દેખાડવામાં આવ્યા છે. અહીં રસપ્રદ વાત એ છે કે જ્યારે (1942)માં એ નકશો બનાવવામાં આવી રહ્યો હતો, એ સમયે ભારત અંગ્રેજોથી આઝાદ પણ થયું નહોતું. મેપમાં ભારતને ફેડરેશન રિપબ્લિકઓફ ઇન્ડિયા નામ આપવામાં આવ્યું હતું.
ચીનમાં સમાઇ ગયા કોરિયા, થાઇલેન્ડ અને લાઓસ
આ મેપમાં વર્તમાન ચીનની જગ્યાએ એક સંયુક્ત ચીની ગણરાજ્ય (URC)ને દેખાડવામાં આવ્યું છે, મેપની અંદર ચીનમાં દક્ષિણ અને ઉત્તર કોરિયા સાથે-સાથે વિયેતનામ, લાઓસ, કમ્બોડિયા, થાઇલેન્ડ અને મલાયાના મોટા હિસ્સોને પણ સામેલ કરવામાં આવ્યા હતા.
આજે યુરોપના જે મોટા મોટા દેશોને આપણે જોઇએ છીએ તેમને મળાવીને એક સંયુક્ત રાજ્ય યુરોપ (UAE) બનાવવામાં આવ્યું હતું, તેમાં જર્મની, ફ્રાન્સ, સ્વીત્ઝર્લેન્ડ, સ્પેન, પોર્ટુગલ અને ઇટાલીનો સમાવેશ થાય છે.