કોણ હતો સુચિર બાલાજી? ChatGPT મેકર પર સવાલ ઉઠાવનાર એન્જિનિયરની લાશ ફ્લેટમાંથી મળી

કોણ હતો સુચિર બાલાજી? ChatGPT મેકર પર સવાલ ઉઠાવનાર એન્જિનિયરની લાશ ફ્લેટમાંથી મળી

12/14/2024 World

SidhiKhabar

SidhiKhabar

કોણ હતો સુચિર બાલાજી? ChatGPT મેકર પર સવાલ ઉઠાવનાર એન્જિનિયરની લાશ ફ્લેટમાંથી મળી

Suchir Balaji found dead: સુચિર બાલાજી વિશે લોકો સતત સર્ચ કરી રહ્યા છે. મળતી માહિતી મુજબ, OpenAIના પૂર્વ સંશોધક બાલાજીની ડેડ બોડી સેન ફ્રાન્સિસ્કોમાં તેમના અપાર્ટમેન્ટમાંથી મળી આવી હતી. તેમણે કથિત રીતે આપઘાત કરી લીધો છે. 26 વર્ષીય ભારતીય અમેરિકને ઑક્ટોબરમાં ધ ન્યૂ યોર્ક ટાઈમ્સને આપેલા ઇન્ટર્વ્યૂમાં OpenAI દ્વારા કોપીરાઈટ કાયદા તોડવા અંગે ચિંતા વ્યક્ત કરી હતી.

સુચિરે જણાવ્યું હતું કે, ChatGPT બનાવવા માટે પત્રકારો, લેખકો, પ્રોગ્રામરો વગેરેની કોપીરાઈટ કરેલી સામગ્રીનો ઉપયોગ પરવાનગી વિના કરવામાં આવ્યો છે, જેની સીધી અસર ઘણા વ્યવસાયો અને વેપારો પર પડશે. તેમના નૉલેજ અને જુબાની OpenAI સામે ચાલી રહેલા કાયદાકીય કેસોમાં મોટી અસર પડી શકતી હતી.

ચીફ મેડિકલ એક્ઝામિનર (OCME)ના કાર્યાલયે જણાવ્યું કે મૃતકની ઓળખ સાન ફ્રાન્સિસ્કોના સુચિર બાલાજી (26) તરીકે થઈ છે. આત્મહત્યા કરવાની આશંકા છે. OCMEએ નજીકના સંબંધીઓને જાણ કરી દીધી છે. આ દરમિયાન, એલન મસ્ક સહિત ઘણા લોકોએ સોશિયલ મીડિયા પર આ ઘટના પર પ્રતિક્રિયા આપી છે.


કોણ હતા સુચિર બાલાજી?

કોણ હતા સુચિર બાલાજી?

OpenAIમાં કામ કરવા અગાઉ, બાલાજીએ યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયા, બર્કલેમાં કમ્પ્યુટર સાયન્સનો અભ્યાસ કર્યો હતો. કૉલેજમાં હતા ત્યારે તેમણે OpenAI અને ScaleAIમાં ઈન્ટર્નશિપ કર્યું હતું. OpenAIમાં તેમના શરૂઆતના દિવસોમાં, બાલાજી WebGPT પર કામ કરતા હતા. ત્યારબાદ તેમણે GPT-4 માટે પ્રીટ્રેનિંગ ટીમ, O-1 સાથે રિઝનિંગ ટીમ અને ChatGPT માટે પોસ્ટ-ટ્રેનિંગ પર કામ કર્યું. આ માહિતી તેમના LinkedInમાં આપવામાં આવી છે.

સુચિર બાલાજીએ તેમનું બાળપણ કૂપર્ટિનો, કેલિફોર્નિયામાં વિતાવ્યું હતું અને બાદમાં યુસી બર્કલે ખાતે કમ્પ્યુટર સાયન્સનો અભ્યાસ કર્યો હતો. કૉલેજ દરમિયાન તેમને AIમાં રસ પડ્યો અને તેમણે AI સંબંધિત સંશોધનો જેમ કે રોગોના ઉપચાર અને વૃદ્ધત્વ અટકાવવાનું, જેવી AI રિલેટેડ રિસર્ચ કરવાનું શરૂ કર્યું.

OpenAIમાં પોતાના સમય દરમિયાન, બાલાજીએ ChatGPTને તાલીમ આપવા માટે ઉપયોગમાં લેવાતા ઈન્ટરનેટ ડેટાને એકત્ર કરવામાં અને ગોઠવવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. તેમના કામે લોકપ્રિય AI મૉડલ્સને આકાર આપવામાં નોંધપાત્ર મદદ કરી.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top