Economic Crisis : શ્રીલંકા બાદ પાકિસ્તાનની હાલત કફોડી! ચિકન અને ગેસ સિલિન્ડરના ભાવ સાંભળી તમે ચ

Economic Crisis : શ્રીલંકા બાદ પાકિસ્તાનની હાલત કફોડી! ચિકન અને ગેસ સિલિન્ડરના ભાવ સાંભળી તમે ચોંકી ઉઠશો

01/06/2023 World

SidhiKhabar

SidhiKhabar

Economic Crisis : શ્રીલંકા બાદ પાકિસ્તાનની હાલત કફોડી! ચિકન અને ગેસ સિલિન્ડરના ભાવ સાંભળી તમે ચ

વર્લ્ડ ડેસ્ક : વર્ષ 2022માં ભારતના પાડોશી દેશ શ્રીલંકા કંગાળ થઈ ગયો, મોંઘવારીથી જનતા ત્રાહિમામ પોકારી ઉઠ્યા તો, રાજકીય રીતે પણ ઘમાસાણ મચેલો હતો. હવે નવું વર્ષ 2023 શરુ થઈ ગયું છે અને શ્રીલંકા જેવી જ હાલત હવે આપણા પાડોશી દેશ પાકિસ્તાનમાં થવા જઈ રહી છે. જ્યાં મોંઘવારી દર આકાશે આંબી રહ્યો છે. મૂળભૂત સુવિધાઓથી લોકો દૂર થતાં જાય છે અને વિદેશ મુદ્રા ભંડારમાં પણ ઘટાડો આવી રહ્યો છે.


આર્થિક હાલત કફોડી બની

આર્થિક હાલત કફોડી બની

શ્રીલંકાની માફક પાકિસ્તાનની આર્થિક હાલત કફોડી બની ગઈ છે. દેશની સરકારે પણ માની લીધું છે. પાકના રક્ષામંત્રીએ પોતે કહ્યું કે, દેશ હાલમાં ગંભીર સ્થિતીમાંથી પસાર થઈ રહ્યો છે. પેટ્રોલ અને ડીઝલ હોય કે, ખાવા પીવાનો સામાન અથવા તો રસોઈ ગેસ અને વિજળી દરેક વસ્તુ ખરીદવી લોકો માટે ભારે થઈ પડ્યું છે. દેશમાં મોંઘવારીની હાલત એવી છે કે, ફુગાવો દર ડિસેમ્બર 2022માં વધીને 24.5 ટકા પર પહોંચી ગયો છે. આ ઉપરાંત પાકિસ્તાન માથે દેવુ પણ વધી રહ્યું છે.

પાકિસ્તાનની અર્થવ્યવસ્થાની ભૂંડી હાલત

પાકિસ્તાનની અર્થવ્યવસ્થા પણ શ્રીલંકાની માફક ભૂંડી થઈ છે. અહીં મોંઘવારીએ હાહાકાર મચાવેલ છે. તેનો અંદાજ ચિકન અને એલપીજીના ભાવ સાંભળીને લગાવી શકો છો. દેશમાં ચિકન અને મીટ સામાન્ય લોકો ખરીદી શકે તેમ નથી. ડોનના રિપોર્ટમાં જણાવ્યા અનુસાર, પાકિસ્તાનમાં ચિકન 650 રૂપિયા કિલો સુધી વેચાઈ રહ્યું છે. જો આવી જ સ્થિતી રહી તો, આગામી દિવસોમાં તે 800 રૂપિયા પ્રતિ કિલો પર પહોંચી જશે. એલપીજી ગેસની વાત કરીએ તો, કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવ ત્યાં 10,000 રૂપિયા છે. વધતા ભાવને લઈને લોકો પ્લાસ્ટિક બેગમાં એલપીજી સ્ટોર કરવા મજબૂર છે.

 


ઘી ખાંડ અને લોટના ભાવ આકાશે આંબ્યા

ઘી ખાંડ અને લોટના ભાવ આકાશે આંબ્યા

પાકિસ્તાનમાં ગેસ ચિકન ઉપરાંત લોટ, ખાંડ અને ઘીના ભાવમાં પણ વાર્ષિક આધાર પર 25થી 62 ટકા સુધીનો વધારો થયો છે. ડોનના રિપોર્ટમાં જણાવ્યા અનુસાર, દેશમાં ઘઉંનું સંકટ પર મંડરાઈ રહ્યું છે. દેશમાં કેટલાય ભાગમાં ઘઉંની કમી વર્તાઈ રહી છે. સ્પષ્ટ શબ્દોમાં કહીએ તો, આવનારા દિવસોમાં પાકિસ્તાનના લોકોની બે ટંકના રોટલા પણ નહીં મળે. એક રિપોર્ટમાં જણાવ્યા અનુસાર, ઈસ્લામાબાદમાં રોજના ઘઉંનું વેચાણ 20 કિલોના 38,000 રૂપિયા છે, પણ અહીં ચાલતી 40 લોટ મિલમાં 21,000 બેગ્સનું જ વેચાણ થઈ રહ્યું છે.


વીજળીની માગ પુરી કરવામાં અસમર્થ

વીજળીની માગ પુરી કરવામાં અસમર્થ

એક તરફ સ્થાનિક લોકો ઘઉંની કમીનો સામનો કરી રહ્યા છે. તો વળી બીજી તરફ સરકાર તેના માટે રાજ્યો માથે ઠીકરુ ફોડી રહી છે. આ તમામની વચ્ચે પાકિસ્તાન સરકાર સામે વીજળીની કમી પણ વિકરાળ સમસ્યા બનીને સામે આવી છે. તેનો અંદાજ લગાવાની જરુર નથી કે, તેના માટે પાકિસ્તાનના ડિફેન્સ મિનિસ્ટરે વિજળીનો વપરાશ ઘટાડવા માટે કેટલાય આદેશ જાહેર કર્યા છે. પાકિસ્તાનમાં પાવર સપ્લાઈ માગથી લગભગ 7000 મેગાવોચ ઓછી છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top