પરેશ ગોસ્વામીએ છેલ્લા 4 વર્ષના સૌથી મોટા માવઠાની કરી આગાહી, જાણો ક્યારે અને ક્યાં થશે
હવામાનમાં વારંવાર ફેરફાર થઇ રહ્યો છે. જેના કારણે ખેડૂતોની ચિંતા વધી રહી છે. તેના કારણે ખેડૂતોના પાક પર પણ અસર પડી રહી છે. શિયાળાની શરૂઆત થઇ ચૂકી છે. થ્રીજવી મુકતી ઠંડીની શરુઆત થાય તે અગાઉ કમૌસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. 24-27 નવેમ્બરે રાજ્યના વાતાવરણમાં પલટો આવશે અને કમૌસમી વરસાદ પડશે. હવામાન વિશેષજ્ઞ પરેશ ગોસ્વામીએ જણાવ્યુ કે, રાજ્યના વાતાવરણમાં પલટો આવશે અને 24-27 નવેમ્બર સુધી કમૌસમી વરસાદની સંભાવના છે. ઘણા વિસ્તારમાં કમૌસમી વરસાદ પડશે. ગાજવીજ અને ભારે પવન સાથે 2-3 ઇંચ સુધીનો વરસાદ પડે તેવી સંભાવના છે.
ઉત્તર ભારત પરથી એક પછી એક વેસ્ટન ડિસ્ટર્બન્સ પસાર થઇ રહ્યા છે. દક્ષિણ ભારતમાં ઈશાનના ચોમાસાની શરુઆત થઇ રહી છે અને અરબી સમુદ્રમાંથી ભેજ આવશે, જેના કારણે હવામાનમાં અસ્થિરતા જોવા મળશે. 24 નવેમ્બરથી વાદળછવાયુ વાતાવરણ જોવા મળશે. 24-27 નવેમ્બર સુધીમાં કમૌસમી વરસાદ થવાની સંભાવના છે. ભાવનગર, બોટાદ, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, રાજકોટ, મોરબી અને સુરેન્દ્રનગર જિલ્લામાં કમૌસમી વરસાદની વધારે અસર જોવા મળશે અને 2 ઇંચ સુધીનો વરસાદ થવાનું અનુમાન છે. 1-2 વિસ્તારોમાં 3 ઇંચ સુધીનો વરસાદ પડવાની સંભાવના છે.
જામનગર, દ્વારકા, પરોબંદર સામાન્ય વરસાદની સંભાવના છે. કચ્છમાં પણ કમૌસમી વરસાદ પડશે અને મધ્ય ગુજરાત આણંદ, નડિયાદ, ખેડા, ખંભાત અને વડોદરા જિલ્લામાં પણ સૌરાષ્ટ્રની સાથો સાથ 2 ઇંચ અથવા તેથી વધારે વરસાદ થવાનુ અનુમાન છે. દક્ષિણ ગુજરાતમાં પણ 25-27 નવેમ્બરના રોજ માવઠું થશે. રાજપીપળા, ગોધરા, દાહોદમાં સામાન્ય વરસાદી ઝાપટાં જોવા મળશે. ઉત્તર ગુજરાત બનાસકાંઠા, સાંબરકાઠા, અરવલ્લી, મહેસાણા જિલ્લામાં પણ વાદળછવાયું વાતાવરણ જોવા મળશે અને સામાન્ય વરસાદ થવાનું અનુમાન છે. છેલ્લા 4 વર્ષમા જોઈએ તો સૌથી વધુ તીવ્રતાવાળુ માવઠું હશે. જે 25-27 નવેમ્બર સુધી જોવા મળશે. મવાઠામાં સામાન્ય વરસાદ થતો હોય છે, પરંતુ 25-27 નવેમ્બરે કમૌસમી વરસાદમાં 2-3 ઇંચ સુધીનો વરસાદ પડવાનું અનુમાન છે. થંડર સ્ટોમ એક્ટિવિટી જોવા મળશે. જેના કારણે ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ પડશે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp