એક્ટ્રેસ પાયલ ઘોષે ગૌતમ ગંભીર પર લગાવ્યો આરોપ, બોલી- તેઓ મને...
ભારતીય ક્રિકેટ ટીમના ફાસ્ટ બોલર મોહમ્મદ શમીને લગ્ન માટે પ્રપોઝ કરનારી વિવાદિત એક્ટ્રેસ પાયલ ઘોષ મોટા ભાગે પોતાના વિવાદિત નિવેદન આપતી રહે છે. હવે ફરી એક વખત એક્ટ્રેસ ચર્ચામાં આવી ગઈ છે. આ વખત પણ ચર્ચામાં આવવાનું કારણ ભારતીય ક્રિકેટ ટીમનો ખેલાડી છે. આ વખત એક્ટ્રેસ પાયલ ઘોષે મોહમ્મદ શમીને લઈને નહીં, પરંતુ ભારતીય ટીમના પૂર્વ ખેલાડીઓને લઈને X (અગાઉ ટ્વીટર) પોસ્ટ કરી છે. પાયલ ઘોષે એક તરફ પ્રેમની જાહેરાત કરી છે તો બીજી તરફ એક પૂર્વ ક્રિકેટર પર આરોપ પણ લગાવ્યો છે.
એટલું જ નહીં તેણે ડિરેક્ટર અનુરાગ કશ્યપનો દબાયેલો મામલો ફરી ઉઠાવ્યો છે. એક્ટ્રેસ ટ્વીટર પોસ્ટ ઝડપથી વાયરલ થઈ રહી છે. જોકે પાયલે હવે ટ્વીટ ડીલિટકરી નાખી છે. ‘પ્રાયણમ’ અને ઉસારવેલી પોતાના કામ માટે પ્રખ્યાત પાયલ ઘોષે કહ્યું કે, સાંસદ ગૌતમ ગંભીર તેને સતત ફોન કરતા હતા અને પૂર્વ ક્રિકેટર ઈરફાન પઠાણ જ એ એકમાત્ર ખેલાડી છે, જેને તે પ્રેમ કરતી હતી. પાયલ ઘોષે ટ્વીટર પર પોસ્ટની એક સીરિઝ લખી. ‘ગૌતમ ગંભીર મને સતત મિસ કોલ કરતા હતા અને એ વાત ઈરફાન પઠાણ ખૂબ સારી રીતે જાણતો હતો.
તેણે લખ્યું કે, તેણે આ વાત યુસુફભાઈ, હાર્દિક અને કૃણાલ પંડ્યાને પણ બતાવી હતી, જ્યારે હું ઈરફાન પઠાણને મળવા પૂણે ગઈ હતી, ત્યાં એ સમયે બરોડાની ઘરેલુ મેચ ચાલી રહી હતી. એક અન્ય પોસ્ટમાં તેણે લખ્યું કે, ‘મારી પાછળ ગૌતમ ગંભીર અને અક્ષય કુમાર બધા પડ્યા હતા, પરંતુ હું પ્રેમ માત્ર ઈરફાન પઠાણને કરતી હતી. મને તેના સિવાય કોઈ બીજું કોઈ દેખાતું નહોતું અને હું ઇરફાનને બધા બાબતે કહેતી પણ હતી. બધાના મિસ કોલ દેખાડતી હતી, મેં બસ ઈરફાન પઠાણને પ્રેમ કર્યો બીજા કોઈને નહીં.
પાયલ આગળ લખ્યું કે, ‘મારું બ્રેકઅપ થયા બાદ હું બીમાર પડી ગઈ. મેં વર્ષો સુધી કામ ન કરી શકી, પરંતુ તે એકમાત્ર છોકરો હતો, જેને મેં પ્રેમ કર્યો હતો. ત્યારબાદ મેં ક્યારેય કોઈને પ્રેમ કર્યો નથી. તેણે કહ્યું કે, અરે ઈરફાન ક્યાં સુધી મોઢા પર દહીં જમાવી રાખીશ.. ક્યારેક તો મારા કામમાં આવ. ઈરફાન મારો બોયફ્રેન્ડ હતો. અમે વર્ષ 2011થી ડેટ કરી રહ્યા હતા અને તેણે લગ્ન વર્ષ 2016માં કર્યા.
વર્ષ 2020માં પાયલે ફિલ્મ ડિરેક્ટર અનુરાગ કશ્યપ વિરુદ્ધ કથિત યૌન ઉત્પીડન બાબતે વાત કરી હતી. તેણે દાવો કર્યો હતો કે અનુરાગે વર્ષ 2014માં તેની સામે કપડાં ઉતાર્યા હતા અને છેડછાડ કરવાનો પ્રયાસ કર્યો હતો. જો કે, કશ્યપે પાયલના આરોપોનું ખંડન કર્યું હતું. તેણે ફરી એક વખત કશ્યપ વિરુદ્ધ કહ્યું ‘પરંતુ વધુ એક વાત છે, અનુરાગ કશ્યપે મારું રેપ કર્યું હતું, પરંતુ અક્ષય કુમારે મારી સાથે કોઈ ગેરવર્તન કર્યું નથી, એટલો મોટો સ્ટાર છે તે, હું હંમેશાં તેની રિસ્પેક્ટ કરતી રહીશ. અનુરાગ કશ્યપ તો અક્ષયના પગની જૂતી પણ નથી.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp