'સેટિંગ થઈ ગયું છે' મેસેજ આપવા માટે PM મોદીને મળે છે મમતા, ઘોષના નિવેદનથી બબાલ, જાણો શું છે સમગ્ર મામલો
પશ્ચિમ બંગાળના (West Bengal) મુખ્યમંત્રી મમતા બેનર્જી (Mamata Banerjee) શુક્રવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (Narendra Modi) સાથે મુલાકાત કરશે. તો ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ દિલીપ ઘોષે (Dilip Ghosh) મમતા બેનર્જી પર ગંભીર આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું કે મમતા બેનર્જી પ્રધાનમંત્રી મોદીની સાથે પોતાની બેઠકોનો ઉપયોગ તે સંદેશ આપવા માટે કરે છે કે સેટિંગ થઈ ગયું છે. તેમણે કહ્યું કે કેન્દ્ર સરકારે આ વાત પર ધ્યાન આપવું જોઈએ. તેમણે મમતાની ઝાળમાં ન આવવું જોઈએ.
તો તૃણમૂલ કોંગ્રેસે ભાજપના આ આરોપોને નકાર્યા છે. ટીએમસી નેતા સુખેંદુ શેખર રોયે કહ્યુ, 'અમારા વિરોધી પાયાવગરના આરોપ લગાવે છે.' સૂત્રોએ જણાવ્યું કે ટીએમસી પ્રમુખ દિલ્હીમાં સાંજે રાજ્યસભા સાંસદ સુખેંદુ શેખર રોયના આવાસ પર પાર્ટી સાંસદો સાથે મુલાકાત કરશે. બેનર્જી સાંસદો સાથે વર્તમાન ચોમાસુ સત્ર અને 2024 લોકસભા ચૂંટણીને લઈને ચર્ચા કરી શકે છે. આ સિવાય તે હાલમાં પશ્ચિમ બંગાળમાં જાહેર થયેલા નવા સાત જિલ્લાના નામોને લઈને સૂચન પણ માંગશે.
મમતા બેનર્જી ગુરૂવારે સાંજે ચાર દિવસીય પ્રવાસે દિલ્હી પહોંચી ગયા છે. મમતા બેનર્જી કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી સાથે મુલાકાત કરી શકે છે. તો તેઓ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂની પણ શુભેચ્છા મુલાકાત લઈ શકે છે.
પીટીઆઈએ સૂત્રોના હવાલાથી કહ્યું કે મમતા બેનર્જી પીએમ મોદી સાથે પશ્ચિમ બંગાળ માટે જીએસટીની બાકી રકમ સહિત ઘણા મુદ્દા પર ચર્ચા કરી શકે છે. સૂત્રો પ્રમાણે બેનર્જી સંસદના કેન્દ્રીય કક્ષમાં જવા અને વિપક્ષના ઘણા નેતાઓ સાથે મુલાકાત કરવાનો કાર્યક્રમ છે. આ સિવાય તે વિપક્ષી નેતાઓ સાથે બેઠકમાં પણ જોવા મળી શકે છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાત ઓગસ્ટે નીતિ આયોગની સર્વોચ્ચ પરિષદની બેઠકની અધ્યક્ષતા કરશે. તેમાં કૃષિ, અર્થવ્યવસ્થા અને સ્વાસ્થ્ય સાથે જોડાયેલા મુદ્દાની ચર્ચા કરવામાં આવશે. પરિષદની આ બેઠક નિયમિત રીતે યોજાઈ છે. તેની પ્રથમ બેઠક આઠ ફેબ્રુઆરી 2015ના યોજાઈ હતી. પાછલા વર્ષે આ બેઠકમાં મમતા બેનર્જી સામેલ થયા નહોતા.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp