PM Modi In Russia: મોસ્કોમાં PM મોદી પર છવાયો રાજ કપૂરનો જાદુ, ગાવા લાગ્યા ગીત, જુઓ વીડિયો

PM Modi In Russia: મોસ્કોમાં PM મોદી પર છવાયો રાજ કપૂરનો જાદુ, ગાવા લાગ્યા ગીત, જુઓ વીડિયો

07/09/2024 Politics

SidhiKhabar

SidhiKhabar

PM Modi In Russia: મોસ્કોમાં PM મોદી પર છવાયો રાજ કપૂરનો જાદુ, ગાવા લાગ્યા ગીત, જુઓ વીડિયો

વડાપ્રધાન નરેન્દ્ર મોદી રશિયાના પ્રવાસે છે. તેમણે મોસ્કોમાં ભારતીયોને પણ સંબોધિત કર્યા. આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારત-રશિયાની મિત્રતાનો ઉલ્લેખ કરતાં રાજ કપૂરની ફિલ્મનું ગીત ‘સિર પર લાલ ટોપી રુસી..’  પણ ગાયું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રશિયા સાથેના સંબંધોનો ઉલ્લેખ કરતાં કહ્યું કે, રશિયા શબ્દ સાંભળતા જ દરેક ભારતીયના મનમાં પહેલો શબ્દ આવે છે ભારતનો સુખ-દુઃખનો સાથી. ભારતનો ભરોસાપાત્ર મિત્ર. રશિયામાં શિયાળામાં હવામાન ગમે એટલી ડિગ્રી માઇનસ કેમ ન જતું રહે. ભારત-રશિયાની મિત્રતા હંમેશાં પ્લાસમાં રહી છે. આ સંબંધ મ્યૂચ્યુઅલ ટ્રસ્ટ અને મ્યૂચ્યુઅલ રિસ્પેક્ટનો મજબૂત પાયો છે.


આ બધી મીટિંગ ટ્રસ્ટ અને વિશ્વાસ વધારનારી રહી છે

આ બધી મીટિંગ ટ્રસ્ટ અને વિશ્વાસ વધારનારી રહી છે

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, એ ગીત અહી એક સમયે ઘેર ઘેર ગવાતું હતું, સિર પર લાલ ટોપી રુસી.. ફીર ભી દિલ હૈ હિન્દુસ્તાની..’ આ ગીત ભલે જૂનું થઈ ગયું હોય, પરંતુ તેના સેન્ટિમેન્ટ એવરગ્રીન છે. આ દરમિયાન રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના પણ ભરપેટ વખાણ કર્યા. વડાપ્રધાન મોદીએ કહ્યું કે, તેમણે 2 દશક કરતાં વધુ સમય સુધી પાર્ટનરશિપને મજબૂતી આપવા માટે શાનદાર કામ કર્યું છે. છેલ્લા 10 વર્ષોમાં હું છઠ્ઠી વખત રશિયા આવ્યો છું અને આ વર્ષોમાં આપણે એક-બીજા સાથે 17 વખત મળ્યા છીએ. આ બધી મીટિંગ ટ્રસ્ટ અને વિશ્વાસ વધારનારી રહી છે. જ્યારે અમારા વિદ્યાર્થી સંઘર્ષ વચ્ચે ફસાયા હતા તો રાષ્ટ્રપતિએ તેમને પાછા ભારત પહોંચાડવામાં અમારી મદદ કરી હતી. હું રશિયાના લોકોનો, મારા મિત્ર પુતિનનો પણ તેના માટે આભાર વ્યક્ત કરું છું.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top