કોરોનાકાળમાં PM મોદીએ કેમ વગાડાવી હતી થાળી? 4 વર્ષ બાદ તેમણે કર્યો ખુલાસો
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે વિદ્યાર્થીઓ સાથે પરીક્ષા પે ચર્ચા કરી. આ કાર્યક્રમ દિલ્હીના ભારત મંડપમમાં થયો. દેશભરથી વિદ્યાર્થી વર્ચુઅલ માધ્યમથી પણ પરીક્ષા પે ચર્ચા સાથે જોડાયા અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સવાલ કર્યા. પોતાની પરેશાનીઓ બાબતે જણાવ્યું. પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તમામ ઉદાહરણ બતાવીને બાળકોને સમજાવ્યા કે તમારે પરીક્ષા વોરિયર બનવાનું છે. પરીક્ષા વરિયર નહીં. આ દરમિયાન વડાપ્રધાન મોદીએ કોરોના વાયરસ વિરુદ્ધ ભારતના યુદ્ધનું પણ ઉદાહરણ આપ્યું અને જણાવ્યું કે મુશ્કેલ સમયનો સામનો બહાદુરીથી કેવી રીતે કરવું જોઈએ.
વડાપ્રધાન મોદીએ પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમમાં બાળકો સાથે વાત કરતાં એ વાતનો પણ ખુલાસો કર્યો કે કોરોનાકાળમાં તેમને લોકો પાસેથી થાળી વગાડવા કેમ કર્યું હતું. તેમણે લોકોને કોરોના વોરિયર્સના નામે દીવા સળગાવવા માટે કેમ કહ્યું હતું. ઉલ્લેખનીય છે કે વર્ષ 2020માં કોરોના કાળ દરમિયાન લોકોને થાળી વગાડવા કહ્યું હતું. તેના કારણનો ખુલાસો હવે 4 વર્ષ બાદ થયો વડાપ્રધાન મોદીએ કહ્યું કે, તેમને પણ ખબર છે કે થાળી વગાડવવા માટે દીવો સળગાવવાથી કોરોનાથી રાહત મળતી નથી. તેનાથી કોરોનાની બીમારી સારી થતી નથી, પરંતુ તેમણે દેશના લોકોને કોરોના વિરુદ્ધ જંગમાં એક કરવા માટે એમ કર્યું હતું. જ્યારે આખા દેશના લોકોએ એક જ સમય પર થાળી વગાડી, એક જ સમય પર દીવા સળગાવ્યા તો તેનાથી તેમને એકતાનો અનુભવ થયો. તેમને એ વાત અનુભવાઈ કે કોરોના વિરુદ્ધ તેઓ એકલા લડી રહ્યા નથી. આખો દેશ કોરોનાનો સામનો કરી રહ્યો છે. બધા લોકો સાથે મળીને સંઘર્ષ કરીશું તો પરેશાનીમાંથી નીકળી જઈશું.
વડાપ્રધાન મોદીએ એમ પણ કહ્યું કે, કોરોના તો વૈશ્વિક મહામારી હતી. આખી દુનિયા તેનાથી પરેશાન હતી. ઈચ્છતો તો હું પણ કહી શકતો હતો કે હું શું કરી શકું છું, પરંતુ મેં એમ ન કર્યું. મેં વિચાર્યું હું એકલો નથી. દેશમાં 140 કરોડ લોકો છે. બધા સાથે મળીને સામનો કરીશું, તો આ મુશ્કેલીથી નીકળી જઈશું. એટલે હું ટીવી પર આવતો રહેતો હતો. લોકો સાથે વાત કરવા માગતો હતો. વડાપ્રધાન મોદીએ બાળકોને કહ્યું કે, એટલે જેટલી પણ મુશ્કેલી આવી જાય, તમારે ક્યારેય ગભરાવાનું નથી. તેનો સામનો કારવનો છે અને વિજયી થઈને નીકળવાનું છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp