પોઈચા નર્મદા નદીમાં ડૂબેલા સાતમાંથી એક 6 કિમિ દૂર પુલ પાસેથી...'બીજા લોકોની શોધખોળ ચાલુ
પોઇચા ગામની નર્મદા નદીમાં ન્હાવા આવેલા સુરતના પરિવાર સાથે મંગળવારે ગોઝારી દુર્ઘટના સર્જાઇ હતી. મંગળવારે નદીમાં નહાવા પડેલા એક જ પરિવારના ચાર સભ્યો સહિત નવ લોકો અચાનક જ નર્મદા નદીમાં તણાઈ ગયા હતા. જેમાં બે વ્યક્તિનો આબાદ બચાવ કરવામાં આવ્યો હતો અને અન્ય સાત લોકોની દુર્ઘટનાના 19 કલાક પછી પણ કોઇ ભાળ મળી નથી.
પરંતુ આજે સવારે પોઈચા નર્મદા નદીમાંથી 6 કિમિ દૂર પુલ પાસેથી એક વ્યક્તિનો મૃતદેહ મળ્યો છે. બીજા 6 લોકોની શોધખોળ ચાલી રહી છે.નર્મદા નદીમાં ડૂબેલા સાતમાંથી છ સગીર છે. આ લોકોને શોધવા માટે NDRF, વડોદરા ફાયરની ટીમ, રાજપીપળા ફાયર બ્રિગેડ, ભરૂચ જિલ્લા ફાયર ફાઈટરની ટીમ છ ફાયર ફાઈટર સાથે આવી પહોંચી છે. તેમની સાથે સ્થાનિકો પણ ગુમ લોકોની શોધખોળ કરવામાં મદદ કરી રહ્યા છે. તે છતાં પણ આજે બુધવારે સવારે 8.30 સુધી તો કોઇની ભાળ મળી નથી.નદીમાં એક હજાર ફૂટ ઊંડાઈએ કામ કરી શકે તેવી વિઝીબિલિટીની ક્ષમતાવાળો કેમરાને નદીમાં ઉતારીને શોધખોળ હાથ આદરી છે.
મંગળવારે બપોરે 12 કલાકે ભરતભાઈ બલદાણીયા સહિત બીજા 8 વ્યક્તિ નર્મદામાં ન્હાવા ગયા હતા. પરિવારના સભ્યો ન્હાવાની મજા માણતા હતા ત્યારે ઉંડાણવાળી જગ્યાએ નવ સભ્યો અચાનક જ પાણીમાં ગરકાવ થવા લાગ્યા હતા. જેથી કાંઠે બેઠેલા પરિવારજનોએ બુમાબુમ કરી હતી. સ્થાનિક તરવૈયાઓએ બે વ્યક્તિને બચાવી લેવાયા હતા. ડૂબેલા વ્યક્તિઓમાં વરસલાહ મેવાભાઈ બલદાણીયા. (ઉ.વ. 45), આર્નવ ભરતભાઈ બલદાણીયા (ઉ.વ. 12), મૈત્રક્ષ ભરતભાઈ બલદાણીયા (ઉ.વ .15), વ્રજ હિંમતભાઈ બલદાણીયા (ઉ.વ.11), આર્યન રાજુભાઈ જીનીવા (ઉ.વ.7), ભાર્ગવ અશોકભાઈ હડિયા (ઉ.વ. 15), ભાવિક વલ્લભ ભાઈ હડીયા (ઉ.વ. 15)નો સમાવેશ થાય છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp