સૌરભ રાજપૂત મર્ડર કેસમાં પોસ્ટમોર્ટ રિપોર્ટ આવ્યો સામે, 'સૌરભ પર પહેલા હુમલો કર્યો અને પછી...'
Meerut Murder Case: થોડા દિવસ અગાઉ ઉત્તર પ્રદેશના મેરઠથી સૌને હચમચાવી મૂકે તેવી ઘટના સામે આવી હતી. એક પત્નીએ તેના પ્રેમી સાથે મળીને પોતાના પતિને મોતને ઘાટ ઉતારી દીધો હતો. હવે આ મામલે સૌરભ રાજપુતના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં મહત્ત્વના તથ્યોનો ખુલાસો થયો છે. મેરઠના મુખ્ય ચિકિત્સા અધિકારી (CMO) ડૉ. અશોક કટારિયાએ જણાવ્યું કે, રિપોર્ટ મુજબ મોતનું કારણ સ્પષ્ટ થઇ ગયું હતું.
સૌરભના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ખુલાસો થયો છે કે, પહેલો વાર છાતી પર કરવામાં આવ્યો હતો. ત્યારબાદ છરીથી ઘણી વખત સૌરભ પર હુમલો કરવામાં આવ્યો. હત્યા બાદ, શરીરના અનેક ટુકડા કરવામાં આવ્યા. જોકે, CMOએ જણાવ્યું હતું કે, ફોરેન્સિક રિપોર્ટ આવ્યા બાદ જ તપાસનો અંતિમ નિષ્કર્ષ નક્કી કરવામાં આવશે. પોસ્ટમૉર્ટમમાં, શરીર પરની ઇજાઓ અને અન્ય મહત્ત્વપૂર્ણ તબીબી તથ્યોનો પણ અભ્યાસ કરવામાં આવ્યો છે, જેનાથી પોલીસને કેસ ઉકેલવામાં મદદ મળશે.
તો SSP મેરઠ વિપિન તાડાએ જણાવ્યું હતું કે સૌરભ હત્યાકાંડમાં આરોપીઓની તપાસમાં ડ્રગ્સ એંગલનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. મુસ્કાન અને સાહિલને ડ્રગ્સ કોણે સપ્લાય કર્યું તેની પણ તપાસ ચાલી રહી છે. SSPનું કહેવું છે કે જો જરૂર પડશે તો પોલીસ બંને આરોપીઓને રિમાન્ડ પર પણ લેશે. પોલીસની 3 ટીમો સમગ્ર ઘટનાની તપાસ કરી રહી છે.
એવો દાવો કરવામાં આવે છે કે, સૌરભના પાછો ફરે તે પહેલા હત્યાની યોજના બનાવવામાં આવી હતી. સૌરભને બેભાન કરવા માટે દવા ખરીદવામાં આવી હતી. શરીર કાપવા માટે છરીઓ પણ ખરીદી. પહેલા મુસ્કાનના જન્મદિવસે તેની હત્યા કરવાની યોજના હતી.
તો, મુસ્કાનની માતા કવિતાએ કહ્યું છે કે છોકરાને ન્યાય મળવો જોઈએ. અમારે એક દીકરો પણ છે. ને બીજા કોઈના ઘરનો છોકરો ગયો છે? હું આ દેખાડો કરવા માટે નથી કહી રહી. એ મારા ભગવાને ખબર છે. મારા બાળકો જાણે છે કે હું આ માત્ર એટલે માટે કહી રહી છું કારણ કે અમે સૌરભનો આદર કર્યો છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp