રશિયાનો મોટો દાવો- ‘ઝેલેન્સ્કીએ કરાવડાવ્યો હતો પુતિનના હેલિકોપ્ટર પર..’
રશિયાએ રવિવારે (25 મે, 2025) એક મોટો આરોપ લગાવ્યો હતો કે યુક્રેને રાષ્ટ્રપતિ પુતિનના હેલિકોપ્ટર પર ડ્રોન હુમલો કર્યો હતો. રશિયન પક્ષનો આરોપ છે કે આ અઠવાડિયે પુતિનની કુર્સ્ક મુલાકાત દરમિયાન, તેમનું હેલિકોપ્ટર ડ્રોન હુમલા હેઠળ આવ્યું હતું છતા ઉડતું રહ્યું. રશિયન એર ડિફેન્સે રાષ્ટ્રપતિ પુતિનની સુરક્ષા સુનિશ્ચિત કરી.
ક્યારેક રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન યુદ્ધવિરામ માટે તૈયાર થઈ જાય છે. ક્યારેક તેઓ યુક્રેન પર જબરદસ્ત ડ્રોન હુમલા કરે છે. રશિયન સેનાએ શનિવાર (24 મે, 2025) રાત્રે યુક્રેન પર અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન અને મિસાઇલ હુમલો કર્યો હતો. આ હુમલો એવા સમયે થયો હતો જ્યારે એક દિવસ અગાઉ જ બંને દેશો વચ્ચે બંધકોની આપ-લે થઈ હતી.
આ હુમલો એટલા માટે પણ ચોંકાવે છે કારણ કે વ્લાદિમીર પુતિન માનવતાના ધોરણે 2 વાર યુદ્ધવિરામની કરી ચૂક્યા છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સહિત વિશ્વભરના દેશો રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધવિરામ લાવવા માટે સતત પ્રયાસ કરી રહ્યા છે. શનિવારે કરવામાં આવેલા ડ્રોન હુમલામાં, રશિયાએ રાજધાની કીવ સહિત યુક્રેનના મોટા ભાગોને નિશાન બનાવ્યા. ઓડેસા બંદર પર રશિયન મિસાઇલથી યુક્રેનિયન જહાજ ડૂબી ગયું હતું. રશિયાનો આરોપ છે કે જહાજ દારૂગોળોથી ભરેલું હતું.
રશિયાએ શનિવારે રાજધાની કીવ સહિત યુક્રેનના અનેક વિસ્તારો પર મિસાઇલો અને ડ્રોનથી હુમલો કર્યો. તાજેતરમાં રશિયા અને યુક્રેન વચ્ચે મોટી સંખ્યામાં કેદીઓની આપ-લે કરવામાં આવી છે. યુક્રેનિયન અધિકારીઓના જણાવ્યા અનુસાર, રશિયન હવાઈ હુમલામાં બાળકો સહિત ઓછામાં ઓછા 12 લોકોએ જીવ ગુમાવ્યા છે. આ ઉપરાંત આ હુમલામાં 10 કરતા વધુ લોકો ઇજાગ્રસ્ત પણ થયા છે.
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન પર યુદ્ધવિરામ માટે આંતરરાષ્ટ્રીય દબાણ વધી રહ્યું છે. આ દરમિયાન, રશિયાએ યુક્રેન પર અત્યાર સુધીનો સૌથી મોટો અને ઘાતક હવાઈ હુમલો કર્યો છે અને તે તેની કાર્યવાહીને વધુ તીવ્ર બનાવી રહ્યું છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp