રાજસ્થાનની મણિકા વિશ્વકર્મા કરશે 74મી મિસ યુનિવર્સ સ્પર્ધામાં ભારતનું પ્રતિનિધિત્વ, તેના માટે જ

રાજસ્થાનની મણિકા વિશ્વકર્મા કરશે 74મી મિસ યુનિવર્સ સ્પર્ધામાં ભારતનું પ્રતિનિધિત્વ, તેના માટે જીત્યો આ મહત્વપૂર્ણ ખિતાબ, જાણો

08/19/2025 Glamour

SidhiKhabar

SidhiKhabar

રાજસ્થાનની મણિકા વિશ્વકર્મા કરશે 74મી મિસ યુનિવર્સ સ્પર્ધામાં ભારતનું પ્રતિનિધિત્વ, તેના માટે જ

રાજસ્થાનની મણિકા વિશ્વકર્માએ મિસ યુનિવર્સ ઈન્ડિયા 2025નો ખિતાબ પોતાને નામે કર્યો છે. 18 ઓગસ્ટના રોજ યોજાયેલ આ બ્યુટી કોન્ટેસ્ટના ફાઈનલ રાઉન્ડમાં તમામ પ્રતિસ્પર્ધીઓને પાછળ છોડીને માણિકાએ આ પ્રતિષ્ઠિત તાજ પોતાના નામે કર્યો હતો. દેશભરમાંથી 48 સ્પર્ધકોએ આ ખિતાબ માટે ફાઇનલમાં પોતાની જગ્યા બનાવી હતી. જેમની વચ્ચે રાજસ્થાનની મણિકા વિશ્વકર્માએ જીતીને આ ખિતાબ પોતાના નામે કર્યો  છે. જ્યારે આ ફાઈનલ રાઉન્ડમાં ઉત્તર પ્રદેશની તાન્યા શર્મા ફર્સ્ટ રનર-અપ, હરિયાણાની મહેક ઢીંગરા સેકન્ડ રનર-અપ અને અમિષી કૌશિક થર્ડ રનર-અપ રહી હતી.


સ્પર્ધા એક અલગ જ દુનિયા છે

સ્પર્ધા એક અલગ જ દુનિયા છે

આ ખિતાબ જીત્ય પછી મનિકા વિશ્વકર્માએ પોતાના ભાવ વ્યક્ત કરતા કહ્યું હતું કે, મારું સફર રાજસ્થાનના ગંગાનગર શહેરથી શરૂ થયું. પછી હું દિલ્હી આવી અને આ બ્યુટી કોમ્પિટિશન માટે તૈયારી કરી. હું તે સૌનો આભાર માનું છું જેમણે મને અહીં સુધી પહોંચવામાં મદદ કરી. આ સ્પર્ધા એક અલગ જ દુનિયા છે. અહીં વ્યક્તિગત વિકાસ, પર્સનાલિટી અને કૅરેક્ટર ડેવલપ થાય છે. આ જવાબદારી માત્ર એક વર્ષની નહીં, પણ આખી જિંદગી માટે છે.



74મી મિસ યુનિવર્સ સ્પર્ધામાં ભારતનું પ્રતિનિધિત્વ

74મી મિસ યુનિવર્સ સ્પર્ધામાં ભારતનું પ્રતિનિધિત્વ

મિસ યુનિવર્સ ઈન્ડિયા 2025નો ખિતાબ જીતતા પહેલા મનિકા વિશ્વકર્માએ મિસ યુનિવર્સ રાજસ્થાન 2024નો તાજ પણ જીત્યો છે. આ પછી તેણીએ દિલ્હીમાં મોડેલિંગ ક્ષેત્રે પ્રવેશ કર્યો. જોકે હવે મનિકા વિશ્વકર્માના ખભા પર જવાબદારી વધી ગઈ છે. તે હવે આ વર્ષના અંતમાં થાઈલેન્ડમાં યોજાનારી 74મી મિસ યુનિવર્સ સ્પર્ધામાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે. મિસ યુનિવર્સ સ્પર્ધામાં 130 દેશોની સુંદરીઓ ભાગ લેશે.

રાજસ્થાનના જયપુરમાં આયોજિત ફાઈનલ કાર્યક્રમમાં મનિકા વિશ્વકર્માને મિસ યુનિવર્સ ઈન્ડિયા 2025નો તાજ પહેરાવવામાં આવ્યો હતો. આ ભવ્ય કાર્યક્રમમાં મિસ યુનિવર્સ ઈન્ડિયા 2024 રિયા સિંઘાએ તેમના અનુગામીને તાજ પહેરાવ્યો હતો. જ્યુરી સભ્યોમાં મિસ યુનિવર્સ ઈન્ડિયાના માલિક નિખિલ આનંદ, બોલિવૂડ અભિનેત્રી ઉર્વશી રૌતેલા, પ્રખ્યાત બોલિવૂડ સ્ટાઇલિસ્ટ એસ્લે રોબેલો, બોલિવૂડના પ્રખ્યાત લેખક-દિગ્દર્શક ફરહાદ સામજી જેવા લોકપ્રિય નામોનો સમાવેશ થતો હતો.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top