ધારાસભ્ય કુમાર કમાણીનો લેટરબૉમ્બ, સરથાણા પોલીસ પર લગાવ્યો ગંભીર આક્ષેપ
સુરતના વરાછા રોડ વિધાનસભા મતવિસ્તારના ચૂંટાયેલા પ્રતિનિધિ કુમારભાઈ કાનાણી એક એવા નેતા છે જેમણે પોતાની સાદગી, સ્પષ્ટવક્તાની છાપ અને પ્રજા પ્રત્યેની ફરજને લઈને લોકોના હૈયામાં અનેરું સ્થાન ધરાવે છે. તેઓ પ્રજાનો અવાજ બનીને ઘણી સમસ્યાઓ લઈને મુખ્યમંત્રી સુધી પત્ર લખીને રજૂઆત કરે છે. ત્યારે વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણીએ વધુ એક લેટર બોમ્બ ફોડ્યો છે. તેમણે સરથાણા પોલીસ તોડપાણી કરતી હોવાના આક્ષેપ સાથે સુરત પોલીસ કમિશનર અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખીને છે પોલીસ સામે કાર્યવાહીની માગ કરી છે.
ધારાસભ્ય કિશોર કુમાર કાનાણીએ મુખ્યમંત્રી અને સુરત પોલીસ કમિશનરનને લખેલા પત્રમાં જણાવ્યું છે કે સરથાણા પોલીસ સ્ટેશન દ્વારા મૌખિક સુચનાને આધારે 11 જાન્યુઆરી 2025ના રોજ બપોરે આશરે 3:30 વાગ્યે લાઇસન્સ વિના હાર્પિક કંપનીનું નકલી લિક્વિડ પકડવા માટે દરોડા પાડ્યા હતા. આ દરોડામાં લગભગ 8-10 પોલીસકર્મીઓ હતા. આ પોલીસકર્મીઓ અને હાર્પિક કંપનીના પ્રતિનિધિ વિનોદ ભાઈ બીજવાભાઈ સુમરાએ સાથે મળીને આરના એન્ટરપ્રાઈઝ ઉપર રેડ કરીહતી. આ દરોડામાં પોલીસકર્મીઓ તથા કંપનીના પ્રતિનિધિએ ભેગા મળી આરના એન્ટરપ્રાઈઝના માલિકો પાસેથી 8 લાખ રૂપિયા લઈ ગોડાઉનમાં રહેલો સંપૂર્ણ માલ FIRમાં ન દર્શાવવા માગ્યા હતા. ગોડાઉનમાં માલ 20 લાખ કરતા પણ ઘણો વધારે હતો. એ છતા માત્ર 3,31,200 રૂપિયાનો માલ બતાવી બાકીનો માલ આરના એન્ટરપ્રાઈઝના ગોડાઉનથી એન્યમ સર્કલ, રિંગરોડ પાસેના ક્રિટલ ફાર્મમાં પોલીસની મદદથી 5 આઈસર ભરીને સગેવગે કરવામાં પોલીસકર્મીઓ સામેલ હતા.
દરોડા પડ્યા ત્યારે આરના એન્ટરપ્રાઈઝના ગોડાઉનમાં ઉપસ્થિત તમામ માલિક તેમજ કર્મચારીઓના મોબાઈલ ગેરકાયદેસર રીતે જપ્ત કરી લેવામાં આવ્યા હતા. જેથી કોઈ પુરાવા ન મળે. લગભગ સાંજે 5.00 વાગ્યાના સમયગાળામાં હેડ કોન્સ્ટેબલ યુવરાજસિંહ, લીધેલા 8 લાખની રકમ લઈને આરના એન્ટરપ્રાઈઝના માલિકની સ્કોડા ગાડીમાં લઈને સરથાણા પોલીસ સ્ટેશન જતો રહ્યો હતો. આરના એન્ટરપ્રાઈઝના કુલ 3 માલિક છે. તો FIRમાં ફક્ત એક માલિક જ કેમ દર્શાવવામાં આવ્યું છે? બાકીના 2 માલિકના નામ અર્પિત અને હિરેન ગોળવિયા છે. આ દરોડામાં પોલીસકર્મી દ્વારા કરેલી ઉઘરાણી હપ્તા લેતા ગલીના ગુંડાઓ જેવી છે. અને આ બાબતે ઈ-ચાર્જ PI કે.એ. ચાવડાની સુચનાથી આ દરોડા પાડ્યા હતા. 12 જાન્યુઆરી 2025એ વકીલ હરકિશનભાઈ જયાણી સમાજના 200 જેટલા આગેવાનો આ અંગે ફરિયાદ કરવા ગયા હતા. તો તેમણે ફરિયાદ લેવાની ના પાડી દીધી હતી. ત્યારબાદ 13 જાન્યુઆરી 2025ના રોજ સરથાણા PI એમ.બી. ઝાલાને પણ સ્પષ્ટ શબ્દોમાં ઉપરોકત વર્ણવેલી ઘટના કહી હતી. પરંતુ તેમણે પણ કોઈ નક્કર કાર્યવાહી કરવાને બદલે દરોડા પડ્યા ત્યારે હું રેડ રજા પર હતી તેવો જવાબ આપ્યો હતો. જેથી સ્પષ્ટ થાય છે કે સરથાણા પોલીસ સ્ટેશનના તમામ પોલીસકર્મીઓ તેમાં સામેલ છે. અને આ રેડમાં તોડ થયો તે બધા જણતા હોવા છતા મગનું નામ મરી પાડવા તૈયાર નથી.
હાલમાં ગુજરાતમાં નાના-મોટી મારામારી માટે કે લલિત ડોંડાને હપ્તાની ઉઘરાણી માટે જે વરઘોડા કાઢવામાં આવે છે તે સારી વાત છે. પણ સ્પષ્ટ માનવું છે કે આરના એન્ટરપ્રાઈઝની રેડમાં તોડપાણી કરનાર સામેલ તમામ પોલીસકર્મીઓનું પણ કાયદા મુજબ સરઘસ નીકળવું જોઈએ. ઉપરની વાત સ્પષ્ટ સાબિત કરવા માટે આરના એન્ટરપ્રાઈઝના આજુબાજુના ગોડાઉનના CCTV ફૂટેજ તથા માલિકોની પૂછપરછ અને સીમાડા કેનાલ રોડ પર નહેરવાળી મેલડી માનું મંદિર છે તેની બાજુમાં સરકારી કેમેરા છે. તેના 11 જાન્યુઆરી 2025ના બપોરના 3:00 થી રાતના 2:00 વાગ્યા સુધીના CCTV ફૂટેજ મૂળ આધારભૂત પુરાવો છે. જે કોઈપણ સંજોગોમાં નાશ ન થાય તો ઉપરની બધી હકીકતો સ્પષ્ટ સાબિત થઇ શકે તેમ છે. તેથી ઉપરોક્ત ઘટનાની તલસ્પર્શી તપાસ થાય અને આરના એન્ટરપ્રાઈઝના માલિકોને દબાવવામાં ન આવે તો તમામ આક્ષેપો સબુત સાથે પુરવાર થઇ શકે તેમ છે. આથી તાત્કાલિક ધોરણે આ તોડપાણીમાં સામેલ પોલીસકર્મીઓ સિવાયના પોલીસ અધિકારી દ્વારા સચોટ તપાસ થાય તેવી મારી માગણી છે કારણ કે રક્ષક જ જો ભક્ષક બને તો પ્રજા કોના ભરોશે..?
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp