ખૂબસુરત શ્વેતા તિવારીના જીવનની આ કાળી બાજુ વિશે જાણો છો?
શ્વેતા તિવારીને કોણ નથી ઓળખતું? બીગ બોસ સીઝન-૪માં વિજેતા રહી ચૂકેલી માંજરી આંખોવાળી આ મોહક અભિનેત્રીએ પોતાના રૂપ અને અદાઓ વડે લાખો પુરુષોને ઘેલા કર્યા છે. વર્ષોથી સિરિયલ્સમાં કામ કરતી શ્વેતાનો બહોળો ચાહક વર્ગ છે. પણ બહારની આ ઝાકમઝોળની પાછળનું વાસ્વિક જીવન એટલું સરળ નથી રહ્યું. ૪ ઓક્ટોબર ૧૯૮૦ના દિવસે અલાહાબાદમાં જન્મેલી શ્વેતાના પરિવારમાં માતા-પિતા અને ભાઈ છે. પરંતુ એનું લગ્નજીવન કાયમ ઉબડખાબડ વાળું જ રહ્યું છે. શ્વેતા તિવારીના પ્રથમ લગ્ન રાજા ચૌધરી સાથે થયેલા. પણ બન્ને વચ્ચે કોઈક કારણોસર સતત ઝગડા થયા કરતા. થોડા વર્ષો પહેલા રાજા ચૌધરીએ દારૂના નશામાં ધૂત થઈને મોડી રાત્રે જાહેર માર્ગ ઉપર પણ તમાશો કરેલો. જેમાં પોલીસ ફરિયાદ પણ થયેલી. એવું કહેવાય છે કે રાજા ચૌધરીએ એક વાર કોઈક દેહવ્યાપાર કરનાર ટ્રાન્સજેન્ડર સાથે પણ ઝપાઝપી કરેલી. રાજા સાથેના લગ્નજીવન દરમિયાન શ્વેતાને પલક નામની એક પુત્રી પણ થઇ, પરંતુ રાજા-શ્વેતાના ઝગડા અને પારિવારિક હિંસાની શ્વેતાની ફરિયાદને કારણે બન્ને લગ્નના પાંચ જ વર્ષ બાદ છૂટા પડી ગયા. ત્યાર પછી શ્વેતાએ અભિનવ કોહલી સાથે ૨૦૧૩માં બીજા લગ્ન કર્યા
લગભગ ત્રણ વર્ષ સુધી અભિનવને ડેટ કર્યા બાદ શ્વેતાએ લગ્નનો નિર્ણય લીધેલો. લગ્ન બાદ ૨૦૧૬માં શ્વેતાને એક દીકરો થયો જેનું નામ રેયાંશ રાખવામાં આવ્યું. આ બાજુ પ્રથમ લગ્નથી થયેલ દીકરી પલક પણ હવે યુવાનીના ઉંબરે પગ મૂકી ચૂકી છે. પલક પણ શ્વેતાની જેમ જ સુંદર દેખાય છે. શ્વેતા જ્યારે બીગ બોસના શૂટિંગમાં વ્યસ્ત હતી, એ સમયે એક દિવસ એનો પૂર્વ પતિ રાજા ચૌધરી પલકને મળવા શ્વેતાના, એટલે કે શ્વેતાના નવા પતિ અભિનવ કોહલીના ઘરે પહોંચી ગયો. જો રાજા ચૌધરીની વાત સાચી માનીએ ટ ઓએ વખતે અભિનવનું સાવકી દીકરી પલક સાથેનું વર્તન વિચિત્ર હતું. એ પલકને કોઈ નોકરની જેમ ટ્રીટ કરતો હતો અને આદેશના સૂરમાં વાત કરતો હતો. રાજાને પોતાની દીકરી સાથેનું અભિનવનું આ વર્તન જચ્યું નહિ. વધુમાં રાજાના કહેવા પ્રમાણે અભિનવ પલકને કંઈક વિચિત્ર નજરે જોતો હતો! રાજા ચૌધરીની આ વાત પર કેટલો ભરોસો કરવો એ નક્કી કરી શકાય એમ નથી.
રાજા ચૌધરીની વાત ન માનીએ તો પણ અભિનવ અને શ્વેતા વચ્ચે બધું ઠીક તો નહોતું જ. શ્વેતાએ અભિનવ ઉપર પણ મારપીટનો આરોપ મૂકેલો. અંતે એ બંનેના ય છૂટાછેડા થઇ ગયા. પલકે ઇન્સ્તાગ્રામ પોસ્ટ મૂકીને ચોખવટ કરતા કહેલું કે સાવકા પિતા અભિનવે ક્યારેય એનું શોષણ કરવાની કોશિશ નથી કરી, કે નથી ક્યારેય હાથ ઉપાડ્યો. પણ હા, માતા શ્વેતા સાથે એના ઝગડા બહુ થતા. અને શ્વેતા ઘરેલું હિંસાનો ભોગ પણ બની છે.
પડદા ઉપર પોતાના અભિનય અને અદાઓ વડે પ્રેક્ષકોને ઘેલા કરનારી શ્વેતા વાસ્તવિક જીવનમાં બે-બે લગ્ન પછી ય સિંગલ પેરન્ટ તરીકેનો રોલ નિભાવી રહી છે. દીકરો રેયાંશ હજી ઘણો નાનો છે. પણ યુવાન થઇ ચૂકેલી ખૂબસુરત પલક એની માતા જેવી જ કામણગારી અદાઓ ધરાવે છે. બહુ જલ્દી એ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં લોન્ચ થવા જઈ રહી છે. 'તારે ઝમીન પર' ફેઈમ દર્શીલ સફારી સાથેની એક ફિલ્મ 'ક્વિકી'માં પલક ઝળકવાની છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp