જમ્મુ-શ્રીનગર નેશનલ હાઇવે પર સર્જાયેલ ભયાનક માર્ગ અકસ્માતમાં થયા આટલા લોકોના મોત, વરસાદને કારણે

જમ્મુ-શ્રીનગર નેશનલ હાઇવે પર સર્જાયેલ ભયાનક માર્ગ અકસ્માતમાં થયા આટલા લોકોના મોત, વરસાદને કારણે રેસ્ક્યુમાં પડી રહી છે મુશ્કેલી!

03/29/2024 National

SidhiKhabar

SidhiKhabar

જમ્મુ-શ્રીનગર નેશનલ હાઇવે પર સર્જાયેલ ભયાનક માર્ગ અકસ્માતમાં થયા આટલા લોકોના મોત, વરસાદને કારણે

જમ્મુ કાશ્મીરના શ્રીનગરમાં નેશનલ હાઇવે પર એક દર્દનાક અકસ્માતના બન્યાના સમાચાર સામે આવી રહ્યા છે. રામબન જિલ્લામાં જમ્મુ-શ્રીનગર નેશનલ હાઈવે પર શુક્રવારે એક SUV કાર લપસીને ઊંડી ખીણમાં પડી હતી, જેમાં દસ લોકોના મોત થયા હતા. અકસ્માતની માહિતી મળતાની સાથે જ પોલીસ, (સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ) SDRF અને રામબન સિવિલની QRT ટીમ ઘટનાસ્થળે પહોંચીને બચાવ કામગીરી શરૂ કરી દીધી છે.

સૂત્રો પાસેથી મળતી માહતી મુજબ રામબન વિસ્તારમાં બેટરી ચશ્મા પાસે જમ્મુ શ્રીનગર નેશનલ હાઈવે-44 પર જમ્મુથી શ્રીનગર જઈ રહેલી પેસેન્જર કેબ લગભગ 300 મીટર ઉંડી ખીણમાં ખાબકી હતી. પોલીસે જણાવ્યું હતું કે, આ અકસ્માતની જાણ રાતે લગભગ 1.15 વાગ્યે મળી હતી.


વરસાદને કારણે બચાવ કામગીરી પડકારરૂપ

આજે વહેલી સવારે બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર, અત્યાર સુધીમાં 10 લોકોના મૃતદેહ મળી આવ્યા છે. જો કે આ વિસ્તારમાં ઊંડી ખીણ, અંધારુ અને સતત વરસાદને કારણે બચાવ કામગીરી પડકારરૂપ બની રહી છે. વચ્ચે એવી માહિતી પણ સામે આવી છે કે રાહત કામગીરી થોડા સમય માટે બંધ કરી દેવામાં આવી છે. રેસ્ક્યૂ ઓપરેશનમાં સૌથી મોટી સમસ્યા વરસાદની છે, જેના કારણે બચાવકર્મીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.



રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ પણ શોક વ્યક્ત કર્યો

મૃતકોમાં જમ્મુના અંબ ગરોટા ગામના 47 વર્ષીય કાર ડ્રાઈવર બલવાન સિંહ અને બિહારના પશ્ચિમ ચંપારણના વિપિન મુખિયા ભૈરગાંગનો સમાવેશ થાય છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે, ઘટનાસ્થળે બચાવ કામગીરી ચાલી રહી છે. અને ભારે વરસાદ વચ્ચે દસ મુસાફરોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ પણ દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે જણાવ્યું છે કે, જમ્મુ-શ્રીનગર નેશનલ હાઈવે પર રામબન વિસ્તારમાં એક વાહન ખાડામાં પડી જવાથી ઘણા લોકોના મોતના સમાચાર ખૂબ જ દુઃખદ છે. હું શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે મારી સંવેદના વ્યક્ત કરું છું.



તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top