ગુજરાતમાં ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં પડશે સિઝનનું જોરદાર માવઠું, ડિસેમ્બર પણ કમોસમી

ગુજરાતમાં ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં પડશે સિઝનનું જોરદાર માવઠું, ડિસેમ્બર પણ કમોસમી

11/24/2023 Gujarat

SidhiKhabar

SidhiKhabar

ગુજરાતમાં ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં પડશે સિઝનનું જોરદાર માવઠું, ડિસેમ્બર પણ કમોસમી

રાજ્યના હવામાનને લઈને હવામાનના નિષ્ણાત અંબાલાલ પટેલની વધુ એક આગાહી સામે આવી છે તેમણે આગાહી કરતા કહ્યું છે કે, આગામી દિવસોમાં 24 નવેમ્બરને 2023થી દક્ષિણમાં ભારે વરસાદ થવાની સંભાવના છે. બાકીના નક્ષત્રોની અસરો ગુજરાત પર થશે. ઉત્તર ભારતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બની અસર થશે તેમજ પૂર્વ ભારતમાં પણ અસર થઈ શકે છે. પશ્ચિમ બંગાળમાં ચક્રવાત ઉદભવ થશે જેને લઈ ડિસેમ્બરમાં પણ માવઠું થઈ શકે છે. મુબંઈ-મહારાષ્ટ્રમાં ભારે વરસાદ થઈ શકે છે.


28 નવેમ્બરથી માવઠાની અસર ઓછી થશે: અંબાલાલ

28 નવેમ્બરથી માવઠાની અસર ઓછી થશે: અંબાલાલ

અંબાલાલ પટેલે કહ્યું કે, દક્ષિણ સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં વરસાદ થઈ શકે છે. જેમાં દરિયા કિનારાના વિસ્તારોમાં ભારે વરસાદ થઈ શકે છે. ગીર સોમનથ અને વેરાવળ, જામનગરમાં વરસાદ થઈ શકે છે. દક્ષિણના ભાગોમા પણ વરસાદ થઈ શકે છે. કમોસમી વરસાદનું માવઠું ભારેથી અતિભારે પણ વરસી શકે છે. તેમણે કહ્યું કે, શિયાળામાં ચોમાસા જેવો વાતાવરણ છવાઈ જશે. મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદની શક્યાતા છે. તેમણે ઉમેર્યું કે, આ માવઠાની અસર 26 અને 27ના દિવસે ભારે રહેશે તેમજ તારીખ 28 નવેમ્બરથી અસર ઓછી થઈ જશે.


હવામાન વિભાગની આગાહી

હવામાન વિભાગની આગાહી

25 નવેમ્બરથી પૂર્વીય પવનો સાથે નવી પશ્ચિમી વિક્ષેપ ઉત્તર-પશ્ચિમ અને પશ્ચિમ ભારતને અસર કરી શકે છે. જેના કારણે જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડના પહાડી વિસ્તારોમાં હવામાન બદલાશે. 24મી નવેમ્બરથી એટલે કે આજથી 27મી નવેમ્બર સુધી ઉત્તર મધ્ય મહારાષ્ટ્ર, ઉત્તર કોંકણ, ગુજરાત, દક્ષિણ-પશ્ચિમ મધ્યપ્રદેશ અને દક્ષિણ રાજસ્થાનમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ અને વીજળીના ચમકારા સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top