Sonam Raghuvanshi News: સોનમ અને તેના પ્રેમીએ એટલું ખતરનારાક કાવતરું ઘડેલું કે જાણીને રૂવાડા ઊભ

Sonam Raghuvanshi News: સોનમ અને તેના પ્રેમીએ એટલું ખતરનારાક કાવતરું ઘડેલું કે જાણીને રૂવાડા ઊભા થઈ જશે!

06/10/2025 National

SidhiKhabar

SidhiKhabar

Sonam Raghuvanshi News: સોનમ અને તેના પ્રેમીએ એટલું ખતરનારાક કાવતરું ઘડેલું કે જાણીને રૂવાડા ઊભ

Meghalaya Honeymoon Murder Case: મધ્ય પ્રદેશના ઇન્દોરના ટ્રાન્સપોર્ટ બિઝનેસમેન રાજા રઘુવંશીની હત્યા તેની જ પત્ની સોનમ રઘુવંશીએ પોતાના  પ્રેમી અને મિત્રોની મદદથી કરી નાખી. રાજા રઘુવંશીએ જે સ્ત્રીને પોતાના જીવનની જીવનસંગિની સમજી, સાથે જીવવા મરવાના સોગંધ ખાધા હતા, તેણે જ રોજોની જિંદગીનો સોદો કરી નાખ્યો અને લગ્નના 5 જ દિવસમાં તેની હત્યા કરાવી નાખી. રાજા અને સોનમના લગ્ન 11 મેના રોજ થયા. પરિવારમાં ખુશી હતી અને બધું સામાન્ય લાગતું હતું. પરંતુ, 16 મેના રોજ સોનમે પોતાના પ્રેમી રાજ કુશવાહ સાથે મળીને રાજાને ખતમ કરવાનો પ્લાન બનાવી નાખ્યો.


સોનમનું વચન- હું વિધવા બનીને તારી સાથે લગ્ન કરીશ

સોનમનું વચન- હું વિધવા બનીને તારી સાથે લગ્ન કરીશ

સોનમે રાજ કુશવાહાને કહ્યું હતું કે, ‘રાજાને મારી નાખીએ, આપણે લૂંટની કહાની બનાવી દઈશું. પછી હું વિધવા બની જઇશ અને પિતા પણ આપણા લગ્નને મંજૂરી આપી દેશે. આ કાવતરું એટલું ખતરનાક હતું કે તે સાંભળનારાઓના રૂવાડા ઊભા થઈ જાય. જે કુહાડી (ડાવ)થી રાજાની હત્યા કરવામાં આવી હતી તે ગુવાહાટીથી ઓનલાઈન મગાવવામાં આવી હતી. ઘટના અગાઉ આરોપીઓ સોનમના હોમસ્ટેથી 1 કિમી દૂર એક હોટલમાં રોકાયા હતા. સોનમ તેમને લોકેશન મોકલી રહી હતી.

23 મેના રોજ, સોનમ રાજાને ફોટોશૂટના બહાને એક નિર્જન પહાડી વિસ્તારમાં લઈ ગઈ. તે પોતે પાછળ રહી ગઈ અને 3 યુવાનો રાજાથી આગળ નીકળ્યા. જેવી જ મળી, જ સોનમે બૂમ પાડી, ‘તેને મારી નાખો.’ ત્યારબાદ, આરોપી વિશાલ ચૌહાણે રાજાના માથા પર કુહાડીથી હુમલો કર્યો. તેની સાથે રહેલા અન્ય આરોપી આકાશ રાજપૂતે દૂરથી બાઇક પર નજર રાખી.


હત્યા બાદ 20 લાખની લાલચ

હત્યા બાદ 20 લાખની લાલચ

આરોપીઓએ જણાવ્યુ કે તેઓ પહાડ ચઢતા-ચઢતા થાકી ગયા હતા અને ના પાડી દીધી હતી. ત્યારે સોનમે કહ્યું કે, ‘હું 20 લાખ આપીશ, પણ મારવો પડશે.’ તે જ સમયે, રાજાના પર્સમાંથી 15 હજાર રૂપિયા કાઢીને તેમને આપવામાં આવ્યા. 23 મેના રોજ રાજાની હત્યા કરવામાં આવી હતી. તે જ સાંજે સોનમ શિલોંગથી ગુવાહાટી પહોંચી હતી. ત્યાંથી તે ટ્રેન પકડીને વારાણસી થઈને ગાઝીપુર નીકળી ગઈ. આ દરમિયાન તેણે પોતાનો મોબાઈલ ફોન તોડી નાખ્યો, જેથી પોલીસ તેને ટ્રેસ ન કરી શકે.

તપાસ દરમિયાન સોનમના CCTV ફૂટેજ સામે આવ્યા, જેમાં તે આરોપી સાથે વાત કરતી જોવા મળી. ત્યારબાદ CDR અને કોલ ટ્રેસિંગથી રાજ કુશવાહાના ઈન્દોરમાં લોકેશનનો ખુલાસો થયો અને પોલીસે તેની ધરપકડ કરી. સોનમને આ સમાચાર મળતા જ તે સમજી ગઈ કે તેનો ખેલ ખતમ થઈ ચૂક્યો છે. ત્યારબાદ, તેણે ઉત્તર પ્રદેશના એક ઢાબા પર પહોંચી અને આત્મસમર્પણ કર્યું.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top