માફિયા મુખ્તાર અંસારીના મૃત્યુ પર તેના પુત્રનું મોટું નિવેદન, કહ્યું- તેમને ધીમું ઝેર આપવામાં ....,જાણો વિગતે
માફિયા મુખ્તાર અંસારીના મૃત્યુ પર તેના નાના પુત્ર ઉમર અંસારીએ મોટું નિવેદન આપ્યું છે. પિતાની લાશ જોયા બાદ ઉમરે કહ્યું કે, તેના પિતાને ઝેર આપવામાં આવ્યું હતું. લોકોને યોગ્ય સારવાર માટે ICUમાંથી વોર્ડમાં શિફ્ટ કરવામાં આવે છે પરંતુ તેઓએ મારા પિતાને સીધા જેલમાં ધકેલી દીધા હતા. ધારાસભ્ય (મુખ્તાર)એ કોર્ટ સમક્ષ લખ્યું હતું કે, 19મીએ તેમના ભોજનમાં ઝેર આપવામાં આવ્યું હતું. આ પછી તેની તબિયત લથડી હતી. અને ત્યારે તેને ICUમાં દાખલ કરવામાં આવ્યા હતા. 12 કલાક સુધી એટલું દબાણ હતું કે, ડોક્ટરો પણ તેની યોગ્ય સારવાર કરી શક્યા ન હતા. પપ્પાએ મને કહ્યું હતું કે, તેમને સ્લો પોઈઝન આપવામાં આવી રહ્યું છે. પણ કોઈ સાંભળતું નથી.
યુપીની બાંદા જેલમાં બંધ ગેંગસ્ટર મુખ્તાર અંસારીની ગુરુવારે સાંજે લગભગ 8.30 વાગ્યે જેલમાં તબિયત બગડી હતી. મુખ્તારને ઉલ્ટીની ફરિયાદ હતી. આ અંગે જાણ થતા જ જિલ્લા મેજિસ્ટ્રેટ દુર્ગા શક્તિ નાગપાલ, એસપી અંકુર અગ્રવાલ મોટી પોલીસ ટુકડી લઈને જેલ પહોંચી ગયા હતા. અધિકારીઓ લગભગ 40 મિનિટ સુધી જેલની અંદર રહ્યા હતા.
ત્યાર બાદ મુખ્તારને એમ્બ્યુલન્સ દ્વારા બેભાન અવસ્થામાં રાણી દુર્ગાવતી મેડિકલ કોલેજના ઈમરજન્સી વોર્ડમાં લાવવામાં આવ્યો હતો. જ્યાં મેડિકલ કોલેજમાં 9 ડોક્ટરોની ટીમે તાત્કાલિક સારવાર શરૂ કરી હતી, પરંતુ આ દરમિયાન મુખ્તારનું કાર્ડિયાક અરેસ્ટને કારણે મોત થયું હતું. આ પછી, લગભગ 10.30 વાગ્યે વહીવટીતંત્રે મુખ્તારના મૃત્યુની માહિતી જાહેર કરી હતી.
મુખ્તાર અંસારીના મોત બાદ સમગ્ર રાજ્યમાં એલર્ટ જારી કરવામાં આવ્યું છે. મઉ અને ગાઝીપુરમાં પોલીસ ફ્લેગ માર્ચ કરી રહી છે. મઉ, બાંદા અને ગાઝીપુરમાં કલમ 144 લાગુ કરવામાં આવી છે. મેડિકલ કોલેજ અને બાંદા જેલની બહાર મોટી સંખ્યામાં પોલીસ દળો તૈનાત કરવામાં આવ્યા છે. ડોક્ટરોની ત્રણ પેનલ મુખ્તાર અંસારીના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરશે. ત્યાર બાદ તેને પરિવારના સભ્યોને સોંપવામાં આવશે.
#WATCH | Uttar Pradesh | Son of Mukhtar Ansari, Umar Ansari arrives at Banda Medical College and Hospital.Mukhtar Ansari's body will be handed over to him after the post-mortem. pic.twitter.com/de8Yl5ACsG — ANI (@ANI) March 29, 2024
#WATCH | Uttar Pradesh | Son of Mukhtar Ansari, Umar Ansari arrives at Banda Medical College and Hospital.Mukhtar Ansari's body will be handed over to him after the post-mortem. pic.twitter.com/de8Yl5ACsG
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp