રેસિંગ ટ્રેક પર એક્ટર અજિત કુમારની કાર ક્રેશ, આ રીતે કારમાંથી બહાર આવ્યો અભિનેતા; વીડિયો વાયરલ
Ajith Kumar: કાર રેસિંગનો શોખીન અજીત કુમાર દુબઇ 24 કલાકની રેસની તૈયારી દરમિયાન અકસ્માતનો ભોગ બની ગયો હતો. ઘણા સોશિયલ મીડિયા યુઝર્સે અભિનેતાના કાર અકસ્માતનો વીડિયો શેર કર્યો છે. આ અકસ્માતમાં અભિનેતાની કારના ટુકડા થઇ ગયા હતા. જોકે, એવું કહેવામાં આવી રહ્યું છે કે અભિનેતા અકસ્માતમાં સુરક્ષિત રીતે બચી ગયો છે.
અજીત કુમાર 24H દુબઇ 2025 કાર રેસિંગમાં ભાગ લેવા માટે પૂરી રીતે તૈયાર હતો. રેસ અગાઉ અભિનેતાએ રેસ ટ્રેક પર પ્રેક્ટિસ પણ કરી હતી. આગલા દિવસે, અભિનેતાની ટીમે શેર કર્યું હતું કે તે આજથી દુબઇમાં તેના પ્રેક્ટિસ સત્રો શરૂ કરશે. જોકે, આ પ્રેક્ટિસ સેશન તેના માટે ઘાતક સાબિત થયું. અભિનેતાને સમયસર કારમાંથી બચાવી લેવામાં આવ્યો હતો અને સુરક્ષિત સ્થળે લઇ જવામાં આવ્યો હતો, જેથી તે મોટા જોખમથી બચી ગયો હતો.
સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહેલા પ્રેક્ટિસ સેશનના વીડિયોમાં, અભિનેતાની કાર અચાનક નિયંત્રણ ગુમાવી દે છે અને ટ્રેક પર ફરતી જોવા મળે છે. આગળ જઇને કાર ટકરાઇ. વીડિયોમાં જોઇ શકાય છે કે કેવી રીતે કારના ફૂરચેફૂરચા ઉડી ગયા, પરંતુ અભિનેતાને તરત જ સમયસર કારમાંથી બહાર કાઢી લેવામાં આવે છે. ચાહકો અભિનેતાના સારા સ્વાસ્થ્યની શુભેચ્છા પાઠવી રહ્યા છે અને તે ઝડપી સ્વસ્થ થાય તેવી કામના કરી રહ્યા છે. જો કે, અભિનેતા અથવા તેની ટીમ દ્વારા હજી સુધી કોઇ સ્વાસ્થ્ય અપડેટ શેર કરવામાં આવ્યું નથી.
View this post on Instagram A post shared by SidhiKhabar (@sidhikhabar)
A post shared by SidhiKhabar (@sidhikhabar)
અજીત દુબઇમાં યોજાનારી 24H દુબઇ 2025 રેસમાં ભાગ લેવાનો હતો. અભિનેતાએ તેની ટીમ સાથે રેસ માટે પ્રેક્ટિસ પણ શરૂ કરી દીધી હતી. અભિનેતા રેસિંગનો માલિક છે. તે તેની ટીમના સાથીઓ સાથે મેથ્યુ ડેટ્રી, ફેબિયન ડફીક્સ અને કેમેરોન મેકલિયોડ સાથે પોર્શ 992 ક્લાસમાં પણ સ્પર્ધા કરશે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp