દેશના સૌથી વધુ શિક્ષિત, 45 ડીગ્રી ધરાવતાં IASની આજે પુણ્યતિથિ

દેશના સૌથી વધુ શિક્ષિત, 45 ડીગ્રી ધરાવતાં IASની આજે પુણ્યતિથિ

06/02/2022 Specials

SidhiKhabar

SidhiKhabar

દેશના સૌથી વધુ શિક્ષિત, 45 ડીગ્રી ધરાવતાં IASની આજે પુણ્યતિથિ

2 જૂન, 2004ના રોજ 49 વર્ષની વયે મૃત્યુ પામનાર શ્રીકાંત જીચકરની આજે પુણ્યતિથિ છે. પહેલા તેમણે પહેલા તબીબી ક્ષેત્રનો અભ્યાસ કર્યો અને પછી IAS બન્યા. ત્યારબાદ રાજકારણ અને પછી મંત્રી. આ સિવાય પણ તેમણે ઘણું બધું અભ્યાસ કર્યું. તેઓ દેશના સૌથી શિક્ષિત વ્યક્તિ પણ ગણાતા હતા. શ્રીકાંત જિચકરે તેમના ટૂંકા જીવનમાં જે પણ કર્યું છે તે બહુ ઓછા લોકો કરી શકે છે.

 


આ યુવકનું નામ ડો.શ્રીકાંત જીચકર હતું. તેમને ભારતમાં સૌથી વધુ શિક્ષિત વ્યક્તિ કહેવામાં આવે છે. તેમણે એમબીબીએસ ડૉક્ટર તરીકે પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. પછી નાગપુરથી એમડી કર્યું. તે સમયે તેઓ દેશના સૌથી વધુ ભણેલ વ્યક્તિ તરીકે ઓળખાતા હતા. તેમની પાસે 20 થી વધુ ડિગ્રી હતી. પહેલા તેઓ આઈપીએસ બન્યા. પછી IASમાં સિલેક્ટ થયા. બંને વખત તેમણે આ નોકરીઓને નકારી કાઢી. જિચકરનો જન્મ 14 સપ્ટેમ્બર 1954ના રોજ થયો હતો. લિમ્કા બુકે તેમને દેશના સૌથી લાયક વ્યક્તિ ગણાવ્યા હતા.


શ્રીકાંતે 1978માં ઈન્ડિયન સિવિલ સર્વિસની પરીક્ષા આપી હતી. તેમની પસંદગી ભારતીય પોલીસ સેવા એટલે કે IPSમાં થઈ હતી. તેમણે તે પણ છોડી દીધું અને તે ફરીથી એ જ પરીક્ષામાં બેઠા. આ વખતે તેમની પસંદગી IAS તરીકે થઈ. ચાર મહિના પછી તેમણે આ નોકરીમાંથી રાજીનામું આપી દીધું. કારણ ચૂંટણી મેદાનમાં ઝંપલાવવાનું હતું. 1980 માં, તેઓ મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં વિજયી થયા હતા. 26 વર્ષની વયે દેશના સૌથી યુવા ધારાસભ્ય બન્યા.


હવે વાત કરીએ શ્રીકાંતની અન્ય ડિગ્રીઓ કે અભ્યાસની. તેમણે LLM એટલે કે આંતરરાષ્ટ્રીય કાયદામાં પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યું. પછી ડીબીએમ અને એમબીએ (masters in business administration) કર્યું. મામલો અહીં પૂરો નથી થયો. શ્રીકાંતે પત્રકારત્વનો પણ અભ્યાસ કર્યો, પત્રકારત્વની સ્નાતકની ડિગ્રી મેળવી. પછી તેમણે સંસ્કૃતમાં DLit (doctor of literature) મેળવ્યું. જે કોઈપણ યુનિવર્સિટીની સર્વોચ્ચ ડિગ્રી છે.


તેમણે સમાજશાસ્ત્ર, અર્થશાસ્ત્ર, ઇતિહાસ, અંગ્રેજી સાહિત્ય, ફિલોસોફી, પોલિટિકલ સાયન્સ, પ્રાચીન ભારતીય ઇતિહાસ, પુરાતત્વ અને મનોવિજ્ઞાનમાં MA પણ કર્યું છે. એ પણ ઉલ્લેખનીય છે કે તેમણે આ તમામ ડિગ્રીઓ મેરિટ પર મેળવી હતી. અભ્યાસ દરમિયાન તેમણે ઘણી વખત ગોલ્ડ મેડલ મેળવ્યા હતા. 1973 થી 1990 સુધી, તેમણે યુનિવર્સિટીની 42 પરીક્ષાઓ આપી.


તેમણે સમાજશાસ્ત્ર, અર્થશાસ્ત્ર, ઇતિહાસ, અંગ્રેજી સાહિત્ય, ફિલોસોફી, પોલિટિકલ સાયન્સ, પ્રાચીન ભારતીય ઇતિહાસ, પુરાતત્વ અને મનોવિજ્ઞાનમાં MA પણ કર્યું છે. એ પણ ઉલ્લેખનીય છે કે તેમણે આ તમામ ડિગ્રીઓ મેરિટ પર મેળવી હતી. અભ્યાસ દરમિયાન તેમણે ઘણી વખત ગોલ્ડ મેડલ મેળવ્યા હતા. 1973 થી 1990 સુધી, તેમણે યુનિવર્સિટીની 42 પરીક્ષાઓ આપી.


જ્યારે ડૉ. જીચકર 1999માં રાજ્યસભાની ચૂંટણી હારી ગયા, ત્યારે તેમણે તેમનું ધ્યાન પ્રવાસ તરફ વાળ્યું. તેઓ દેશના ઘણા ભાગોમાં ગયા અને ત્યાં આરોગ્ય, શિક્ષણ અને ધર્મ વિશે ભાષણો આપ્યા. તેમણે યુનેસ્કોમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું. શ્રીકાંત પાસે દેશની સૌથી મોટી અંગત પુસ્તકાલય હતી. જેમાં 52000 થી વધુ પુસ્તકો હતા. ભારતમાં સૌથી વધુ શિક્ષિત વ્યક્તિ તરીકે ડો.જિચકરનું નામ લિમ્કા બુક ઓફ રેકોર્ડ્સમાં સામેલ કરવામાં આવ્યું હતું.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top