રોજિંદા મુસાફરોને ઝટકો, ST નિગમે ભાડામાં 10 ટકાનો કર્યો વધારો, 27 લાખ લોકોને થશે અસર

રોજિંદા મુસાફરોને ઝટકો, ST નિગમે ભાડામાં 10 ટકાનો કર્યો વધારો, 27 લાખ લોકોને થશે અસર

03/29/2025 Gujarat

SidhiKhabar

SidhiKhabar

રોજિંદા મુસાફરોને ઝટકો, ST નિગમે ભાડામાં 10 ટકાનો કર્યો વધારો, 27 લાખ લોકોને થશે અસર

સવારે ઉઠતાની સાથે જ ST બસોમાં રોજિંદી મુસાફરી કરનારા લોકોને માઠા સમાચાર મળ્યા, કારણ કે ST નિગમે આજથી ST બસોના ભાડામાં 10 ટકાનો વધારો કરી દીધો છે. જેની અસર સામાન્ય જનતા, વિદ્યાર્થીઓ અને નોકરી-ધંધાર્થે જતા લોકો અને રોજિંદા મુસાફરો પર જોવા મળશે.


બસ ભાડામાં વધારે થતા 27 લાખ મુસાફરો પર અસર થશે

બસ ભાડામાં વધારે થતા 27 લાખ મુસાફરો પર અસર થશે

ST નિગમ દ્વારા બસ ભામાં જે વધારો કરાયો છે તેમાં ભાડા ઉપરાંત જેતે સર્વિસોમાં લાગૂ પડતા GST, ટોલ ટેક્સ વગેરે અલગથી વસૂલવાના રહેશે. તો બાળ મુસાફરોએ વયસ્કો કરતા અડધા પૈસા ચૂકવવા પડશે. GSRTC સ્વરાં લાગૂ થતા ભાડામાં 48 કિમી સુધીના અંતરમાં 1 રૂપિયાથી લઇને લઈને 6 રૂપિયા સુધીનો વધારો કર્યો છે. નોન AC સ્લિપર સર્વિસ બર્થ સોફાનું ભાડું સીટિંગ ભાડા સિવાય 90 રૂપિયા વધારે ચૂકવવા પડશે. નવા ભાડામાં વધારો તમામ પ્રકારના પાસોમાં પણ કરવામાં આવશે. ભાડું વધ્યું તે પહેલા જો ઓનાલાઇન બુકિંગ કરવામાં આવ્યું હોય, તેમણે તફાવતની રકમ ચૂકવવી પડશે. બસ ભાડામાં વધારાથી ST વિભાગના 27 લાખ મુસાફરો પર અસર થશે.


છેલ્લી વખત 2023માં બસ ભાડામાં કરાયો હતો વધારો

છેલ્લી વખત 2023માં બસ ભાડામાં કરાયો હતો વધારો

વર્ષ 2014 બાદ વિવિધ કારણોસર ST નિગમનું આર્થિક ભારણ વધતા વર્ષ 2023માં બસના ભાડામાં 25 ટકાનો વધારો કરાયો હતો. ત્યારબાદ વર્ષ 2025માં બસ ભાડામાં 10 ટકા વધારો કરાયો છે. હાલમાં GSRTCની કુલ 8320 બસ દરરોજ 42,083 જેટલી ડેઇલી ટ્રીપ પૂરી કરે છે. જેમાં એવરેજ 68,000 જેટલી ટિકિટ ઓનલાઈન બુકિંગ થાય છે. રાજ્યમાં GSRTCના કુલ 16 ડિવિઝન, 125 બસ ડેપો, 151 બસ સ્ટેશન અને 1554 જેટલા પીકઅપ સ્ટેશન આવ્યા છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top