અજબ ઘટના, હવાથી મહિલા થઈ ગઈ ગર્ભવતી, અડધી કલાકમાં આપ્યો બાળકને જન્મ

અજબ ઘટના, હવાથી મહિલા થઈ ગઈ ગર્ભવતી, અડધી કલાકમાં આપ્યો બાળકને જન્મ

06/20/2022 Shocking Stories

SidhiKhabar

SidhiKhabar

અજબ ઘટના, હવાથી મહિલા થઈ ગઈ ગર્ભવતી, અડધી કલાકમાં આપ્યો બાળકને જન્મ

ઇન્ડોનેશિયા ડેસ્ક : એક ઇન્ડોનેશિયાની મહિલાએ આવો વિચિત્ર દાવો કર્યો છે કે જાણીને તમને પણ આશ્ચર્ય થશે. મહિલાનો દાવો છે કે તે હવા દ્વારા ગર્ભવતી થઈ છે. એક સ્થાનિક ન્યૂઝ ચેનલ સાથે વાત કરતાં મહિલાએ કહ્યું કે તેણે કોઈ પણ પુરુષ સાથે શારીરિક સંબંધો બાંધ્યા નથી, અચાનક તે હવાથી ગર્ભવતી થઈ ગઈ.


અચાનક હવા આવી અને ગર્ભવતી થઈ ગઈ

અચાનક હવા આવી અને ગર્ભવતી થઈ ગઈ

મહિલાના આશ્ચર્યજનક દાવા મુજબ, તે બપોરે પ્રાર્થના કર્યા પછી તે તેના લિવિંગ રૂમમાં આરામ કરી રહી હતી. અચાનક તેને લાગ્યું કે તેના શરીરમાં હવા પ્રવેશી રહી છે. ઘટનાના 15 મિનિટ પછી તેના પેટમાં દુખાવો થવા લાગ્યો અને તેનું પેટ મોટું થવાનું શરૂ થયું. ત્યારબાદ મહિલાને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવી જ્યાં તેણે તંદુરસ્ત બાળકીને જન્મ આપ્યો.


ક્લિનિક પ્રમુખ પૂછપરછ કરતા લગ્ન થઈ ગયા હોવાનું માલૂમ પડ્યું.

ક્લિનિક પ્રમુખ પૂછપરછ કરતા લગ્ન થઈ ગયા હોવાનું માલૂમ પડ્યું.

મહિલાની વિચિત્ર કહાની થોડા જ સમયમાં વાયરલ થઈ ગઈ. ત્યારબાદ સ્થાનિક કોમ્યુનિટી ક્લિનિકના પ્રમુખ આ મામલે પૂછપરછ કરવા પહોંચ્યા. આ સમય દરમિયાન તેને ખબર પડી કે મહિલાના લગ્ન થઈ ગયા છે. હવે તે તેના પતિથી અલગ રહે છે. તેની પાસે પહેલેથી જ એક બાળકી છે.


બાળક અને માતા બંને સ્વસ્થ છે.

બાળક અને માતા બંને સ્વસ્થ છે.

કોમ્યુનિટી ક્લિનિકના પ્રમુખ ઇમાન સુલેમાને કહ્યું, ‘તપાસ દરમિયાન જાણવા મળ્યું છે કે માતા અને બાળક સ્વસ્થ છે. સામાન્ય ડિલિવરી થઈ છે. બાળકનું વજન 2.9 કિલો છે. સુલેમાને કહ્યું કે આ ‘ગુપ્ત ગર્ભાવસ્થા’ નો કેસ લાગે છે, જેમાં સ્ત્રીને ડિલિવરી પહેલાં ગર્ભાવસ્થાનો અનુભવ થતો નથી. સ્થાનિક પોલીસે પણ આ મામલે તપાસ શરૂ કરી છે. મહિલાના પહેલાના લગ્ન સહિતના તમામ પાસાઓની તપાસ કરવામાં આવી રહી છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top