સુપ્રીમ કોર્ટનો આદેશ : આ તારીખ સુધીમાં તમામ રાજ્યોના બોર્ડ ધોરણ ૧૨ના પરિણામો જાહેર કરે

સુપ્રીમ કોર્ટનો આદેશ : આ તારીખ સુધીમાં તમામ રાજ્યોના બોર્ડ ધોરણ ૧૨ના પરિણામો જાહેર કરે

06/24/2021 Education

SidhiKhabar

SidhiKhabar

સુપ્રીમ કોર્ટનો આદેશ : આ તારીખ સુધીમાં તમામ રાજ્યોના બોર્ડ ધોરણ ૧૨ના પરિણામો જાહેર કરે

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે (Supreme Court) ધોરણ ૧૨ ના બોર્ડના (STD 12 board exams) પરિણામોને લઈને મહત્વનો નિર્ણય સંભળાવ્યો છે. કોર્ટે તમામ રાજ્યોના બોર્ડને આદેશ કર્યો છે કે તેઓ ૩૧ જુલાઈ સુધીમાં ધોરણ ૧૨ બોર્ડના પરિણામો (Standard 12th results) જાહેર કરે. કોર્ટે કહ્યું કે જે રાજ્યોએ હજુ સુધી આંતરિક મૂલ્યાંકનની સ્કીમ નથી તૈયાર કરી તેમની પાસે ૧૦ દિવસ જેટલો સમય છે.

સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે સીબીએસઇ (CBSE) અને આઇસીએસઈ (ICSE) બોર્ડની જેમ તમામ રાજ્યના બોર્ડ 31 જુલાઇ સુધીમાં નિર્ધારિત સમયગાળાની અંદર પરિણામો જાહેર કરે. આજે જસ્ટિસ એ.એમ.ખાનવીલકર અને દિનેશ મહેશ્વરીની ખંડપીઠે રાજ્ય બોર્ડની 12 મા ધોરણની પરીક્ષા રદ કરવાની માંગણી કરતી અરજી પર સુનાવણી કરી હતી.

આંધ્ર પ્રદેશ સરકારના ૧૨મા ધોરણની પરીક્ષાઓ યોજવાના નિર્ણય ઉપર સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે રાજ્ય સરકાર પાસે તેની સ્પષ્ટ યોજના હોવી જોઈએ. આપણે વિદ્યાર્થીઓની જિંદગી સાથે ખેલ કરી શકતા નથી. નોંધનીય છે કે ગુજરાત, મહારાષ્ટ્ર, હરિયાણા, યુપી વગેરે રાજ્યો ધોરણ ૧૨ની બોર્ડની પરીક્ષાઓ રદ કરી ચુક્યા છે, પરંતુ આંધ્ર પ્રદેશ સરકારે પરીક્ષા રદ કરી નથી.

આંધ્ર પ્રદેશ સરકારે ધોરણ ૧૨ની બોર્ડની પરીક્ષાઓને લઈને કહ્યું કે બોર્ડના વિદ્યાર્થીઓના મૂલ્યાંકન માટે કોઈ ઠોસ વિકલ્પ નથી જેના કારણે તેઓ બોર્ડની પરીક્ષાઓ આયોજિત કરવા જઈ રહ્યા છે. રાજ્ય સરકારે કહ્યું કે તેઓ સંભવિત રીતે જુલાઈમાં બોર્ડની ધોરણ ૧૨ની પરીક્ષાઓનું આયોજન કરશે અને આ માટે પરીક્ષાનો કાર્યક્રમ પણ બહુ જલ્દીથી જાહેર કરી દેવામાં આવશે.

ગુજરાત સહિત દેશના મોટાભાગના રાજ્યોએ કોરોનાની પરિસ્થિતિને ધ્યાનમાં લઈને ધોરણ ૧૨ની બોર્ડની પરીક્ષાઓ રદ કરી દીધી છે અને આંતરિક મૂલ્યાંકનના આધારે પરિણામ જાહેર કરવા માટે કહ્યું છે. આ ઉપરાંત CBSE અને ICSE બોર્ડની ધોરણ ૧૦ અને ૧૨ની બોર્ડ પરીક્ષાઓ પણ કોરોનાના કારણે જ રદ કરી દેવામાં આવી છે.

૧૭ જૂને કોર્ટમાં જણાવવામાં આવ્યું હતું કે દેશના ૨૮ રાજ્યોમાંથી ૬ પહેલા જ પરીક્ષા આયોજિત કરી ચુક્યા છે. જયારે ૧૮ રાજ્યોએ પરીક્ષા રદ કરી છે. જ્યારે બાકીના ચાર રાજ્યોએ હજુ સુધી પરીક્ષા રદ કરી નથી. જેમાં આસામ, પંજાબ, ત્રિપુરા અને આંધ્રપ્રદેશનો સમાવેશ થાય છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top