ગુજરાત સરકારને ઝટકો! દોષીઓને છોડવાના આદેશમાં કરેલી ટિપ્પણીઓને દૂર કરવાનો SCએ કર્યો ઇનકાર, જાણો

ગુજરાત સરકારને ઝટકો! દોષીઓને છોડવાના આદેશમાં કરેલી ટિપ્પણીઓને દૂર કરવાનો SCએ કર્યો ઇનકાર, જાણો શું કોર્ટે શું શું કહ્યું

09/27/2024 Gujarat

SidhiKhabar

SidhiKhabar

ગુજરાત સરકારને ઝટકો! દોષીઓને છોડવાના આદેશમાં કરેલી ટિપ્પણીઓને દૂર કરવાનો SCએ કર્યો ઇનકાર, જાણો

બિલકિસ બાનો કેસમાં ગુજરાત સરકારને મોટો ઝટકો લાગ્યો છે. ગુરુવારે સુપ્રીમ કોર્ટે આ કેસમાં દોષિતોને મુક્ત કરવા સંબંધિત આદેશમાં કરવામાં આવેલા ટિપ્પણીઓ હટાવવાનો ઇનકાર કરી દીધો હતો. ગુજરાત સરકારે પોતાની વિરુદ્ધ કરવામાં આવેલી કેટલીક ટિપ્પણીઓને દૂર કરવા વિનંતી કરી હતી. હકીકતમાં, સુપ્રીમ કોર્ટે 2002ના ગુજરાત રમખાણો દરમિયાન બિલકિસ બાનો પર બળાત્કાર અને તેના પરિવારની હત્યાના દોષિત 11 લોકોની સમય અગાઉ મુક્તિને ફગાવી દીધી હતી. એજ સમયે કોર્ટે કેટલીક મહત્વપૂર્ણ ટિપ્પણીઓ કરી હતી.


ગુજરાત સરકારે અરજીમાં શું કહ્યું?

ગુજરાત સરકારની અરજીમાં કોર્ટની આ ટિપ્પણી પર પણ સવાલ ઉઠાવવામાં આવ્યો હતો કે તેણે "ગુનેગારો સાથે મળીને કામ કર્યું હતું." રાજ્ય સરકારે દલીલ કરી હતી કે આ ટિપ્પણી અયોગ્ય છે અને કેસના રેકોર્ડની વિરુદ્ધ છે અને અરજદાર સામે પક્ષપાતપૂર્ણ પણ છે. જોકે, સુપ્રીમ કોર્ટ આ વાત સાથે સહમત નથી.


સુપ્રીમ કોર્ટે શું કહ્યું?

સુપ્રીમ કોર્ટે શું કહ્યું?

સુપ્રીમ કોર્ટે કહ્યું કે, "રિવ્યૂ પિટિશનો, પડકારવામાં આવેલ આદેશ અને તેની સાથે જોડાયેલા દસ્તાવેજોનો કાળજીપૂર્વક અભ્યાસ કર્યા બાદ, અમે આ નિષ્કર્ષ પર પહોંચ્યા છીએ કે રેકોર્ડ પર કોઇ ભૂલ દેખાતી નથી અથવા રિવ્યૂ પિટિશનમાં કોઇ એવો ગુણ નથી, જેના કારણે પડકારવામાં આવેલ આદેશ પર પુનર્વિચાર કરવામાં આવે. જાન્યુઆરીમાં સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે ગુજરાત સરકાર દ્વારા "સારા વર્તન" માટે મુક્ત કરાયેલા 11 લોકોને જેલમાં પાછા ફરવું પડશે. કોર્ટે એક એવા નિર્ણય પર ઐતિહાસિક આદેશ આપતા કહ્યું કે, રાજ્ય સરકાર આ લોકોને મુક્ત કરવામાં સક્ષમ નથી, જેના કારણે લોકોમાં રોષ ફેલાયો હતો.

કોર્ટે કહ્યું કે, મુક્તિના આદેશમાં યોગ્યતાનો અભાવ છે. આવો આદેશ સમજ્યા વિચાર્યા વગર પસાર કરવા બદલ કોર્ટે ગુજરાત સરકારને ફટકાર લગાવી. સર્વોચ્ચ અદાલતે એમ પણ કહ્યું હતું કે દોષિતોને ફક્ત તે રાજ્યમાંથી જ મુક્ત કરી શકાય છે જેણે તેમની સામે પહેલા કેસ ચલાવ્યો હતો, આ કિસ્સામાં તે રાજ્ય મહારાષ્ટ્ર હતું.

આ આદેશ પસાર કરતી વખતે, કોર્ટે મે 2022માં ન્યાયમૂર્તિ અજય રસ્તોગી (નિવૃત્ત) દ્વારા આપવામાં આવેલા તેમના ચૂકાદાની પણ આકરી ટીકા કરી હતી, જેમાં દોષિતોને તેમની વહેલી મુક્તિ માટે ગુજરાત સરકારને અપીલ કરવાની મંજૂરી આપવામાં આવી હતી. ન્યાયાધીશોએ જણાવ્યું હતું કે ગુનેગારોએ છેતરપિંડી દ્વારા આદેશ મેળવ્યો હતો. તેમણે એમ પણ કહ્યું કે ગુજરાત સરકારે 2022ના આદેશની સમીક્ષા કરવી જોઇતી હતી.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top