સુરતમાં કોર્પોરેશનનો કર્મચારી લાંચ લેતા રંગેહાથ ઝડપાયો; એસીબીને ફરિયાદ કરતા બનાવ્યો માસ્ટરપ્લાન

સુરતમાં કોર્પોરેશનનો કર્મચારી લાંચ લેતા રંગેહાથ ઝડપાયો; એસીબીને ફરિયાદ કરતા બનાવ્યો માસ્ટરપ્લાન

01/04/2023 Gujarat

SidhiKhabar

SidhiKhabar

સુરતમાં કોર્પોરેશનનો કર્મચારી લાંચ લેતા રંગેહાથ ઝડપાયો; એસીબીને ફરિયાદ કરતા બનાવ્યો માસ્ટરપ્લાન

ગુજરાત ડેસ્ક : ભ્રષ્ટાચાર મુક્ત ભારત બનાવવાની વાતો ચાલે છે, તેમ છતા તે ઓછો થયો નથી. સરકારી બાબુઓ કેટલાંક કામકાજ માટે નાગરિકો પાસેથી લાંચ માગતા હોય છે. લાંચ લેવાનું પ્રમાણ પણ દિવસે ને દિવસે વધી રહ્યું છે. ત્યારે આવો જ એક કિસ્સો સુરતમાંથી સામે આવ્યો છે. જ્યાં એક કોર્પોરેશનના કર્મચારીએ લાંચ માગી હતી. ત્યારે ફરિયાદીએ એન્ટિ કરપ્શન બ્યૂરોમાં ફરિયાદ કરીને લાંચિયા કર્ચચારીને લાંચ લેતા રંગેહાથ પકડાવી દીધો હતો. સુરત એસીબીએ આ લાંચિયા કર્મચારીને ટ્રેપ ગોઠવીને પકડી પાડ્યો હતો.


મિલકતની આકરણી માટે માગી લાંચ

મિલકતની આકરણી માટે માગી લાંચ

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, સુરતના રાંદેર વિસ્તારમાં આવેલી કોર્પોરેશનનો કર્મચારી લાંચ લેતા ઝડપાયો છે.આકરણી ઝોનમાં ફરજ બજાવતા નિલેષ ગામીતે મિલકતની આકરણીની કાર્યવાહી કરવા માટે ફરિયાદી પાસે રુપિયા આઠ હજારની લાંચ માગી હતી. જો કે, મિલકતદાર આ લાંચની રકમ આપવા માગતા નહોતા અને તેને પાઠ ભણાવવા માગતા હતા. જેથી ફરિયાદીએ એન્ટિ કરપ્શન બ્યૂરોમાં આ મામલે ફરિયાદ કરી હતી. એન્ટિ કરપ્શન બ્યૂરોએ ફરિયાદીની ફરિયાદ લઈને આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને છટકુ ગોઠવ્યું હતું.


એસીબીએ લાંચ લેતા ઝડપ્યો

એસીબીએ લાંચ લેતા ઝડપ્યો

બાદમાં ફરિયાદીએ લાંચની રકમ આપવા માટે કોર્પોરેશનના કર્મચારીને રાંદેરના ગણેશ મંદિરે બોલાવ્યો હતો. એ પછી જ્યારે ફરિયાદીએ લાંચની આઠ હજારની રમક આપી ત્યારે એસીબીએ લાંચિયા કર્મચારીને રંગેહાથ લાંચ લેતા ઝડરી પાડ્યો હતો. બાદમાં એસીબીએ લાંચિયા બાબુની અટકાયત કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. એસીબીએ લાંચિયા બાબુ સામે ગુનો નોંધીને આગળની તજવીજ હાથ ધરી છે.


સરપંચ લાંચ લેતા ઝડપાયા

સરપંચ લાંચ લેતા ઝડપાયા

તાજેતરમાં જ વલસાડ ACBએ વાપી તાલુકાના ચીભડ કચ્છ ગામમાં લાંચના છટકાનું આયોજન કર્યું હતું. જેમાં ચીભડ કચ્છ ગ્રામ પંચાયતના સરપંચ કલ્પેશ પટેલને ફરિયાદી પાસેથી રૂપિયા 10,000ની લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડયો છે. ફરિયાદી બિલ્ડીંગ મટીરીયલ સપ્લાયનું એટલે સિમેન્ટ કોંક્રિટ અને કપચીનો વ્યવસાય કરે છે. જેમાં ટ્રકમાં રેતી કપચી, માટી વિગેરે ઓર્ડર મુજબનુ ભરી કન્સ્ટ્રકશન સ્થળે પહોંચાડવા માટે થઇ વાપી તાલુકાના ચીભડ કચ્છ ગામ માંથી પસાર થતા રોડ ઉપરથી જવાનું હોવાથી તેમના આ બાંધકામ મટીરીયલ ભરેલા વાહનોની ચીભડ કચ્છ ગામના હદમાંથી પસાર થતા રોડ પરથી પસાર થતા હતા. આથી ગામના સરપંચ કલ્પેશ પટેલે ફરિયાદી પાસેથી તેમના વાહનો ગ્રામ પંચાયતની હદના રોડ પરથી પસાર થવાના થવા દેવાની પરવાનગીના બદલે રૂપિયા 15,000ની માંગ કરી હતી. બાદમાં એસીબીએ લાંચ લેતા ઝડપી પાડ્યો હતો.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top