સુરતની સિટીલિંક બસ સર્વિસ ફરી વિવાદમાં, AAPએ કર્યું સ્ટિંગ ઓપરેશન
Surats Citylink bus service: સુરતની સિટીલિંક બસ સર્વિસ ફરી એક વખત વિવાદમાં આવી છે. સિટીલિંકની સિટી બસમાં કૌભાંડનો આરોપ છે. સિટી બસનો સ્ટાફ મુસાફરોને ટિકિટ ન આપાતા હોવાનો દાવો છે. વિપક્ષના નેતાઓએ આક્ષેપ લગાવ્યો છે. વિપક્ષના નેતા અને કોર્પોરેટરે સિટી બસમાં વીડિયો ઉતારી વાયરલ કરવામાં આવ્યો હતો.
આમ આદમી પાર્ટી (AAP)ના કાર્યકરોએ પુણાગામ-અમેઝિયા સુધી H351 નંબરની બસમાં મુસાફરી કરી હતી, જેમાં ગેરરીતી સામે આવી હતી. કંડક્ટર મુસાફરો પાસે પૈસા લેતો પર તેમને ટિકિટ આપતો નહોતો. પૈસા પોતાના ગજવામાં મુકતો હતો. આ અંગે પૂછપરછ કરવામાં આવતા મુસાફરોએ જણાવ્યું હતું કે આ તો રોજનું છે. ટિકિટના 10ને બદલે અડધા એટલે કે 5 રૂપિયા લઈને વગર ટિકિટે મુસાફરી કરવા દેવામાં આવતી હતી. એટલું જ નહીં શાળાએ જતા નાના બાળકો પાસેથી પણ રોજના 10 રૂપિયા લઈને ટિકિટ આપવામાં આવતી નહોતી. આ બાબતે કારણ પૂછવા પર જવાબ મળતો કે મશીન બગડેલું છે અથવા અન્ય કોઈ સમસ્યા છે.
આકાર નામની એજન્સીની મનમાની સામે આવી છે. SMC ટ્રાન્સપોર્ટ કમિશરેને પોતે એન્જસીથી ત્રાહિમામ હોવાનું સ્વીકાર્યું. એજન્સી SMC પર હાવી થઇ ગઇ છે તેવું તેમનું કહેવું છે. તેમણે કહ્યું કે ગયા મહિને 92 લાખનો દંડ ફટકારવામાં આવ્યો હતો. હું પાલિકા કમિશનરને રજૂઆત કરીશ. વિરોધ પક્ષ સસ્તી પ્રસિદ્વિ માટે આવા સ્ટિંગ કરે છે. તેમણે વિજિલેન્સની ટીમ સાથે લઇને જવું જોઇએ, કોઇપણ કાયદો હાથમાં ન લેવો જોઇએ. ટ્રાન્સપોર્ટ કમિશનરને મતે અત્યાર સુધી આવી બાબતે 1000 કંડક્ટર અને ડ્રાઇવરને બ્લેક લિસ્ટ કરાયા છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp