અમેરિકાની સુપ્રીમ કોર્ટે 26/11ના હુમલાના આતંકવાદી તહવ્વુર રાણાની અરજી ફગાવી, ભારત પ્રત્યાર્પણનો રસ્તો સાફ
Tahawwur Rana: ભારત માટે અમેરિકાથી સારા સમાચાર આવ્યા છે. અમેરિકાની સુપ્રીમ કોર્ટે મુંબઈ 26/11 આતંકી હુમલાના આરોપી તહવ્વુર રાણાના ભારત પ્રત્યાર્પણ સામેની અપીલને ફગાવી દીધી છે. આ અગાઉ પણ સુપ્રીમ કોર્ટે રાણાની અરજી ફગાવી દીધી હતી, પરંતુ તે વારંવાર નવી અપીલ દાખલ કરીને ભારત આવતા બચવાનો પ્રયાસ કરી રહ્યો છે.
અમેરિકન સુપ્રીમ કોર્ટમાં દાખલ કરાયેલી અરજીમાં તહવ્વુર રાણાએ ભારત પ્રત્યાર્પણની પ્રક્રિયા રોકવાની વિનંતી કરી હતી. આ નવી અરજી અમેરિકાની સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ જોન રોબર્ટ્સ સમક્ષ દાખલ કરવામાં આવી હતી. આતંકી તહવ્વુર રાણો હાલમાં લોસ એન્જલસના મેટ્રોપોલિટન ડિટેન્શન સેન્ટરમાં કેદ છે. તેને ભારત પ્રત્યાર્પિત કરવાની પ્રક્રિયા પર કામ ચાલી રહ્યું છે.
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તાજેતરમાં જાહેરાત કરી હતી કે તેમના વહીવટીતંત્રએ વિશ્વના સૌથી ખરાબ માણસોમાંથી એક, તહવ્વુર રાણાના ભારત પ્રત્યાર્પણને મંજૂરી આપી છે, જેથી તે 26/11ના મુંબઈ હુમલામાં તેની સંડોવણી માટે ભારતમાં ટ્રાયલનો સામનો કરી શકે. તહવ્વુર 26 નવેમ્બર 2008ના રોજ મુંબઈમાં થયેલા હુમલાનો મુખ્ય કાવતરાખોરોમાંથી એક ડેવિડ કોલમેન હેડલીનો નજીકનો સહયોગી રહ્યો છે.
તહવ્વુર હુસૈન રાણા મૂળ પાકિસ્તાની છે, જે હવે કેનેડિયન નાગરિક છે. આ પહેલા તે અમેરિકાના શિકાગોનો નાગરિક પણ રહી ચૂક્યો છે. તે 26 નવેમ્બર 2008ના મુંબઈ હુમલાના મુખ્ય કાવતરાખોરોમાંથી એક ડેવિડ કોલમેન હેડલીનો નજીકનો સહયોગી રહ્યો છે. રાણાએ લગભગ 10 વર્ષ સુધી પાકિસ્તાની આર્મીમાં ડૉક્ટર તરીકે કામ કર્યું છે. બાદમાં તેણે નોકરી છોડી દીધી અને ભારત વિરુદ્ધ આતંકવાદી ગતિવિધિઓમાં સામેલ થઈ ગયો. રાણાએ ન માત્ર પાકિસ્તાની આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબા અને હરકત-ઉલ-જેહાદ-એ-ઈસ્લામીને મુંબઈ પર હુમલો કરવામાં મદદ કરી હતી, પરંતુ સમગ્ર આયોજનનો એક ભાગ પણ હતો. આ આતંકી હુમલામાં લગભગ 179 લોકો માર્યા ગયા હતા.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp