જયપુરમાં હિટ એન્ડ રનનો મામલો, છાકટા કાર ચાલકે 12 લોકોને કચડ્યા, 3 લોકોના મોત, જુઓ ભયાનક અકસ્માત

જયપુરમાં હિટ એન્ડ રનનો મામલો, છાકટા કાર ચાલકે 12 લોકોને કચડ્યા, 3 લોકોના મોત, જુઓ ભયાનક અકસ્માતનો વીડિયો

04/08/2025 National

SidhiKhabar

SidhiKhabar

જયપુરમાં હિટ એન્ડ રનનો મામલો, છાકટા કાર ચાલકે 12 લોકોને કચડ્યા, 3 લોકોના મોત, જુઓ ભયાનક અકસ્માત

Jaipur Hit And Run Case: વડોદરામાં રક્ષિત ચૌરસિયા બાદ હવે નિતેશ બારિયા નામના શખ્સે તાજેતરમાં જ 5-7 વાહનોને અડફેટે લઈ લીધા હતા, જેના કારણે કેટલાક લોકો ઇજાગ્રસ્ત થઈ ગયા હતા. જ્યારે રક્ષિત ચૌરસિયના મામલે તો એક મહિલાનું મોત થઈ ગયું હતું, જ્યારે અન્ય 7 લોકો ઇજાગ્રસ્ત થઈ ગયા હતા. એવી જ રીતે રાજસ્થાનની રાજધાની જયપુરથી પણ કંઈક એવો જ મામલો સામે આવ્યો છે.


જયપુરમાં હિટ એન્ડ રનનો કેસ:

જયપુરમાં હિટ એન્ડ રનનો કેસ:

રાજસ્થાનની રાજધાની જયપુરમાં હિટ એન્ડ રનનો એક મોટો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આ અકસ્માતમાં અત્યાર સુધીમાં 3 લોકોના મોત થઈ ગયા છે. આરોપી ડ્રાઇવરની ધરપકડ કરવામાં આવી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આરોપી દારૂના નશામાં હતો. મૃતકના પરિવારના સભ્યો અને સ્થાનિક લોકોએ હોબાળો મચાવ્યો અને ડ્રાઇવર તેમને સોંપવાની માગ કરી. આ અકસ્માતને લઈને ખૂબ હોબાળો મચી ગયો છે. હિટ એન્ડ રન કેસને લઈને સ્થાનિક જયપુરમાં વિરોધ પ્રદર્શનો વધી રહ્યા છે. ટાયરો સળગાવીને વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે.

તેઓ આરોપીના ઘર પર બુલડોઝર ચલાવવાની માગ કરી રહ્યા છે. આરોપીની ઓળખ ઉસ્માન તરીકે થઈ છે. આરોપી ઉસ્માન નશામાં હતો અને તેણે દારૂ પીધો હતો. ઉસ્માન ખાન લોખંડના પલંગના કારખાનાનો માલિક છે. જયપુર પોલીસના એડિશનલ DCP બજરંગ સિંહે જણાવ્યું હતું કે, કાર ચાલકે 12 લોકોને કચડી નાખ્યા હતા, જેમાંથી 3ના મોત થઈ ગયા છે. બાકીના ઇજાગ્રસ્તો જોખમની બહાર છે. આરોપી ઉસ્માન પકડાઈ ગયો, તે નશામાં હતો. તબીબી તપાસ કરવામાં આવી છે. લોકોનો વિરોધ અને ગુસ્સો વાજબી છે. પોલીસ કાયદેસરની કાર્યવાહી કરી રહી છે.


આરોપી કોંગ્રેસનો પદાધિકારીએ અને સ્થાનિક ધારાસભ્ય બચાવી લઈ ગયાનો લોકોનો આરોપ

આરોપી કોંગ્રેસનો પદાધિકારીએ અને સ્થાનિક ધારાસભ્ય બચાવી લઈ ગયાનો લોકોનો આરોપ

અકસ્માતમાં ઇજાગ્રસ્ત થયેલા વિજય નારાયણનો એક પગ તૂટી ગયો. ઇજાગ્રસ્ત વિજય નારાયણે જણાવ્યું કે તે મંદિર જઈ રહ્યો હતો ત્યારે સામેથી પૂરપાટ ઝડપે આવતી એક કારે તેને ટક્કર મારી અને જે સામે આવ્યું તેને કચડતો ગયો. હિટ-એન્ડ-રન કેસમાં કાર્યવાહીની માગણી સાથે, સ્થાનિક લોકોએ ગંગૌરી બજારમાં રસ્તો બેરિકેડ કરીને બ્લોક કરી દીધો હતો. લોકો બજારો બંધ કરાવી રહ્યા છે. ભીડનો આરોપ છે કે ઉસ્માન કોંગ્રેસનો પદાધિકારી છે અને સ્થાનિક ધારાસભ્ય તેને બચાવીને લઈ ગયા.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top