Video: અકસ્માત તો થતા રહે છે પણ IPL ન છૂંટવી જોઈએ! મેચ જોવા માટે સ્ટેડિયમમાં પટ્ટાપિન્ડી કરાવીન

Video: અકસ્માત તો થતા રહે છે પણ IPL ન છૂંટવી જોઈએ! મેચ જોવા માટે સ્ટેડિયમમાં પટ્ટાપિન્ડી કરાવીને પહોંચ્યો શખ્સ

04/08/2025 Sports

SidhiKhabar

SidhiKhabar

Video: અકસ્માત તો થતા રહે છે પણ IPL ન છૂંટવી જોઈએ! મેચ જોવા માટે સ્ટેડિયમમાં પટ્ટાપિન્ડી કરાવીન

ભારતમાં IPLનો ક્રેઝ કોઈ તહેવારથી ઓછો નથી. દર વર્ષે માર્ચ-એપ્રિલની આસપાસ IPL શરૂ થાય છે અને સમગ્ર ઉનાળાની સીઝન IPLના ગ્લેમરમાં પસાર થઇ જાય છે. ગ્લેમર, પૈસા અને ફેન ફોલોઇંગની દૃષ્ટિએ, વિશ્વની કોઈ પણ પ્રીમિયર લીગ IPL સાથે સ્પર્ધા કરી શકે તેમ નથી. ભારતમાં ક્રિકેટને પહેલાથી જ એક ધર્મની જેમ પૂજવામાં આવે છે, પરંતુ IPLના આગમન પછી, ક્રિકેટ અહીંના લોકો માટે સંપૂર્ણ મનોરંજન બની ગયું. ક્રિકેટ પ્રેમીઓ માટે IPL કોઈ મેગા ઇવેન્ટથી ઓછી નથી. IPLની દરેક મેચમાં સ્ટેડિયમ ખીચોખીચ ભરેલું હોય છે. ઘણા લોકો તેમના મનપસંદ ખેલાડીને રમતા જોવા પહોંચે છે અને ઘણા લોકો તેમની મનપસંદ ટીમને સપોર્ટ કરવા આવે છે.


અકસ્માત થયો હોવા છતા, મેચ જોવા પહોંચ્યો શખ્સ

અકસ્માત થયો હોવા છતા, મેચ જોવા પહોંચ્યો શખ્સ

આવા જ એક ક્રિકેટ પ્રેમીનો વીડિયો આજકાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જે અકસ્માત બાદ પણ મેચ જોવા માટે સ્ટેડિયમ પહોંચ્યો હતો. તેના હાથમાં લખનૌ સુપર જાયન્ટ્સ (LSG) ટીમનો ધ્વજ છે. જેને લહેરાવતા લખનૌની ટીમને સમર્થન આપી રહ્યો છે. લખનૌ ટીમને સમર્થન આપવા માટે ક્રિકેટ પ્રેમી સ્ટેડિયમ પહોંચ્યા તો, કદાચ આ મેચ ઉત્તર પ્રદેશના જ કોઈ સ્ટેડિયમમાં રમાઇ હશે.


શરીર પર પાટાપિન્ડી કરાવીને પહોંચ્યો શખ્સ

શરીર પર પાટાપિન્ડી કરાવીને પહોંચ્યો શખ્સ

વીડિયોમાં જોઈ શકાય છે કે આખા શરીર પર પાટાપિન્ડી કરાવવામાં આવી હોય તેવો શખ્સ પોતાની ટીમને સમર્થન આપવા માટે સ્ટેડિયમ પહોંચ્યો છે. તે પોતાની પ્રિય ટીમનો ઉત્સાહ વધારવા માટે હાથમાં ધ્વજ લઈને સ્ટેડિયમમાં નાચી રહ્યો છે. આ સમય દરમિયાન, અકસ્માતને કારણે, તેને નાચતી વખતે થોડો દુઃખાવો પણ થાય છે. પરંતુ અપાર ઉત્સાહને કારણે, તે પોતાનું બધું દુઃખ ભૂલી જાય છે અને પોતાની ટીમને સમર્થન આપવા માટે ડાન્સ કરવાનું ચાલુ રાખે છે.

લોકોએ કરી રમુજી ટિપ્પણીઓ

View this post on Instagram

A post shared by NAUGHTYWORLD (@naughtyworld)

આ મજેદાર વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર @naughtyworld નામના એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે. આ સમાચાર લખાય છે ત્યાં સુધી, તેને લાખો લોકોએ જોયો છે અને લગભગ 50 હજાર લોકોએ તેને લાઈક કર્યો છે. ઘણા લોકોએ આ વીડિયો પર રમુજી ટિપ્પણીઓ પણ કરી છે. જ્યાં એક યુઝરે વીડિયો પર કોમેન્ટ કરતા લખ્યું કે, લાગે છે કે આ ભાઈ રિષભ પંતનો મોટો ચાહક છે. બીજાએ લખ્યું કે, ભાઈની સારવાર જુગારના પૈસાથી થઈ રહી છે. ત્રીજાએ લખ્યું- અકસ્માત તો થતા રહે છે પણ IPL ક્યારેય ન છૂટવી જોઈએ. ચોથાએ લખ્યું કે, ભાઈએ અકસ્માત પહેલા ટિકિટ બુક કરાવી હતી. અન્ય એક યુઝરે લખ્યું કે, એવું લાગે છે કે ભાઈને ટિકિટના પૈસા મળ્યા નથી, એટલે બિચારાને પૈસા વસૂલવા આવવું પડ્યું.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top