Gujarat : સામે આવી શિક્ષકની હેવાનીયત! આઠ વર્ષના બાળકને બાથરૂમમાં લઈ જઈ એવું કૃત્ય આચર્યું કે તમ

Gujarat : સામે આવી શિક્ષકની હેવાનીયત! આઠ વર્ષના બાળકને બાથરૂમમાં લઈ જઈ એવું કૃત્ય આચર્યું કે તમને પણ વિશ્વાસ નહિ થાય

01/07/2023 Gujarat

SidhiKhabar

SidhiKhabar

Gujarat : સામે આવી શિક્ષકની હેવાનીયત! આઠ વર્ષના બાળકને બાથરૂમમાં લઈ જઈ એવું કૃત્ય આચર્યું કે તમ

ગુજરાત ડેસ્ક : સુરતમાં હિંસાના બનાવો તો સતત વધી રહ્યા છે, પરંતુ સાથે સાથે હવે નાના બાળકે સાથે પણ સૃષ્ટી વિરૂદ્ધાના કૃત્યો કરવામાં આવી રહ્યા છે. સુરતના એક ખાનગી ટ્યુશન ક્લાસ ચલાવતા એક સંચાલકની કરતૂતો સામે આવી છે. આ સમગ્ર બનાવને પગલે પરિવારે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસ આરોપીને ઝડપી લઈને આગળની કાર્યવાહી હાથ ધરી છે.


શિક્ષકનું દુષ્કૃત્ય સામે આવ્યું

સુરતના ડીંડોલી વિસ્તારમાં હેવાન શિક્ષકનું દુષ્કૃત્ય સામે આવ્યું છે. ટ્યુશન ક્લાસમાં અભ્યાસ કરતા માસૂમ આઠ વર્ષના બાળકને બાથરૂમમાં લઈ જઈ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરવામાં આવ્યું હતું. ઘરે ગયા બાદ આઠ વર્ષના માસૂમ બાળક દ્વારા માતાને સમગ્ર હકીકત જણાવતા નરાધમ શિક્ષકનો ભાંડો ફૂટી જતા પરિવારની પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જેથી ફરિયાદના આધારે પોલીસે નરાધમ ટ્યુશન સંચાલકની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી હતી.


ખાનગી ટ્યુશન શિક્ષકની હેવાનીયત સામે આવી

ખાનગી ટ્યુશન શિક્ષકની હેવાનીયત સામે આવી

સુરતના ડીંડોલી વિસ્તારમાં આવેલ ખાનગી ટ્યુશન શિક્ષકની હેવાનીયત સામે આવી છે. ખાનગી ટ્યુશન ચલાવતા ગણેશ આહિરે નામના શિક્ષક દ્વારા પોતાના જ ટ્યુશનમાં અભ્યાસ કરતા આઠ વર્ષના માસૂમ બાળક જોડે દુષ્કૃત્ય આચરવામાં આવ્યુ હતું. ડીંડોલી વિસ્તારમાં રહેતા પરિવારના આઠ અને દસ વર્ષના બંને બાળકો નજીકમાં આવેલ ટ્યુશન ક્લાસિસમાં અભ્યાસ કરે કરે છે. માતા-પિતા ખાનગી ફેકટરીમાં કામ કરે છે. જેથી માતા પિતા બંને બાળકોને સાંજના સમય દરમ્યાન ગણેશ આહિરને ત્યા ટ્યુશનમાં મોકલતા હતા. જો કે ગત રોજ સાંજના સાડા ચાર વાગ્યાના સમય દરમિયાન શિક્ષક ગણેશ આહિરેની માનસિક વિકૃતતા સામે આવી હતી.


શિક્ષકે વિદ્યાર્થી સાથે કર્યું સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય

શિક્ષકે વિદ્યાર્થી સાથે કર્યું સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય

ટ્યુશનમાં અભ્યાસ માટે બેઠેલા બે પૈકિના એક બાળકને બાથરૂમમાં લઈ ગયા બાદ હેવાન શિક્ષક દ્વારા સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરવામાં આવ્યું હતું. જે બાદ માસૂમ બાળકે ઘરે જઈને માતાને સમગ્ર હકીકત જણાવતા પરિવારના પગ તળેથી જમીન સરકી પડી હતી. આ સમગ્ર ઘટનાને લઈ પરિવારે ડીંડોલી પોલીસને જાણ કરતા પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપીને દબોચી પાડ્યો હતો. જ્યાં હાલ બાળકને સારવાર અર્થે સુરત સ્મીમેર હોસ્પિટલ ખસેડી આગળની તપાસ ડીંડોલી પોલીસે હાથ ધરી છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top