દેશમાં ફરી એકવાર બનવા જઈ રહ્યો છે સૌથી મોટો મોલ..' 28 લાખ સ્ક્વેર ફૂટમાં એરપોર્ટ, 8000 ગાડીનું..' જાણો વિગત
Largest Mall In India : દેશમાં હવે મોલ કલ્ચર ડાઉન થઈ રહ્યું છે અને ઘણા મોલ વીરાન પડ્યા છે. પરંતુ ફરી એકવાર દેશનો સૌથી મોટો મોલ બનાવવાની કવાયત હાથ ધરાઈ છે. દેશમાં પહેલાથી જ એકથી ચઢતા એક મોલ બનાવવામાં આવ્યા છે. તેમાં સૌથી મોટો મોલ કોચ્ચિમાં બનેલો લુલુ મોલ (Lulu Mall) છે. તે માત્ર દેશનો જ સૌથી મોટો મોલ નથી પરંતુ એશિયામાં પણ બીજા નંબરે આવે છે. હવે જે નવો મોલ બનશે તે આના કરતા ઘણો મોટો હશે અને સૌથી મહત્વની વાત એ છે કે આ વખતે મોલ એરપોર્ટ પર બનાવવામાં આવી રહ્યો છે.
દેશનો વર્તમાન સૌથી મોટો મોલ લગભગ 21.11 લાખ સ્ક્વેર ફૂટનો છે. કોચ્ચિમાં સ્થિત આ લુલુ મોલમાં લગભગ 300 સ્ટોર છે. સૌથી મોટા મોલની લિસ્ટમાં નોઈડાના ગ્રેટ ઈન્ડિયા પ્લેસ અને ડીએલએફ મોલ ઓફ ઈન્ડિયા પણ સામેલ છે. જો કે, નવો બનનાર મોલ આ બધા કરતા ઘણો આગળ હશે અને ત્યાં સ્ટોર્સ ઉપરાંત અન્ય સુવિધાઓ પણ વિકસાવવામાં આવશે.
હવે વાત કરીએ દેશના સૌથી મોટા મોલની. એક અહેવાલ પ્રમાણે આ મોલ ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ એરોસીટી IGI Airport ની સાથે બનાવવામાં આવી રહ્યો છે. 2.5 અબજ ડોલર (લગભગ 21 હજાર કરોડ રૂપિયા)ના ખર્ચે બનાવામાં આવી રહેલ આ મોલ વર્ષ 2027 સુધીમાં તૈયાર થઈ જશે. આ દેશનો પહેલો એરોટ્રોપોલિસ મોલ પણ હશે.
દિલ્હી એરપોર્ટ પર બનેવા જઈ રહેલા આ મોલની વિશાળતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે દેશનો હાલનો સૌથી મોટો મોલ 21.11 લાખ સ્ક્વેર ફૂટનો છે, જ્યારે નવો મોલ 28 લાખ સ્ક્વેર ફૂટનો હશે. મતલબ કે તેનાથી તે લગભગ 7 લાખ સ્ક્વેર ફૂટ જેટલો મોટો હશે. એટલું જ નહીં એરપોર્ટની આસપાસ ઓફિસ, રિટેલ, ફૂડ કોર્ટ અને મનોરંજન માટે કુલ 1.80 કરોડ સ્ક્વેર ફીટનું બાંધકામ કરવામાં આવશે. નવો મોલ હાલમાં દિલ્હીના વસંત કુંજમાં બનેલા મોલ કરતા લગભગ બમણો હશે.
દેશનો સૌથી મોટો મોલ બનાવવા જઈ રહેલી ભારતી રિયાલિટીના એમડી અને સીઈઓ એસકે સાયલનું કહેવું છે કે, આ મોલ બનાવતા પહેલા અમે વિશ્વભરમાં અમારી ટીમ મોકલીને બેસ્ટ સુવિધાઓ તૈયાર કરવાનો પ્લાન બનાવ્યો છે. આ એરોસિટી વર્ષ 2029 સુધીમાં સંપૂર્ણ રીતે વિકસિત થઈ જશે અને લગભગ 20 લાખ લોકો અહીં કામ કરશે, જ્યારે દિલ્હી એરપોર્ટની વાર્ષિક ક્ષમતા વધીને 14 કરોડ થઈ જશે. આ માટે એરપોર્ટ પર બીજું ટર્મિનલ વિકસાવવામાં આવશે. મોલની નીચે અંડરગ્રાઉન્ડ પાર્કિંગમાં એક સાથે 8,000 કાર પાર્ક કરી શકાશે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp