Reel ના ચક્કરમાં યુવતીએ જીવ ગુમાવ્યો..' કારની બ્રેક મારવાનું ભૂલી ગઈ અને કાર સીધી..' જુઓ વિડિઓ
સોશિયલ મીડિયા એક એવુ પ્લેટફોર્મ છે જ્યાં અવારનવાર માનવામા ન આવે તેવા વીડિયો વાયરલ થતા હોય છે. સોશિયલ મીડિયામાં પર યુઝર્સ વધુન્ વધુ લાઇક્સ મેળવવા તેમજ વ્યુઝ મેળવવા માટે વીડિયો બનાવવાનો આદિન થઇ જાય છે. ઘણા લોકો તો ઇન્સ્ટાગ્રામ પર રિલ્સ બનાવવા ખતરનાક જગ્યાઓ પર જતા અચકાતા નથી. આ શોખ ક્યારેક તેમનો ભોગ લઇ લે છે. આવી જ એક ઘટના ચોંકાવનારી ઘટના સામે આવી છે.
આ ઘટના મહારાષ્ટ્રમાં બની છે જ્યાં એક યુવતી કારમાં બેસીને રીલ બનાવી રહી હતી. 23 વર્ષીય યુવતીનું નામ શ્વેતા સુરવસે છે જે કારની અંદર હતી અને બહારથી યુવક તેનો વીડિયો શુટ કરી રહ્યો હતો. યુવતી બ્રેક લગાવવાનું ભૂલી ગઈ અને બ્રેકની જગ્યાએ એક્સિલરેટર દબાવી દીધુ હતુ જેના કારણે તે કાર સાથે 300 ફૂટ ઉંડી ખાઈમાં પડતા તેનું દર્દનાક મોત થયું હતુ.
View this post on Instagram A post shared by SidhiKhabar (@sidhikhabar)
A post shared by SidhiKhabar (@sidhikhabar)
એક પોલીસ અધિકારીએ આ ઘટના અંગે જણાવ્યું કે, આ ઘટના સોમવારે બની હતી અને યુવતીની ઓળખ 23 વર્ષીય શ્વેતા સુરવસે તરીકે થઈ છે. રિપોર્ટ અનુસાર જ્યારે અકસ્માત થયો ત્યારે યુવતી ડ્રાઇવિંગ કરતી વખતે વીડિયો શૂટ કરી રહી હતી. સોમવારે મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજી નગરમાં યુવતી રિવર્સ ગિયરમાં ગાડી ચલાવી રહી હતી અને ભૂલથી અકસ્માતે એક્સિલરેટર દબાવી દીધું હતું. કાર 300 ફૂટ ઉંડા ખાઇમાં પડતાં યુવતીનું મોત થયું હતું. જ્યાં કાર ખાડામાં પડી હતી તે સ્થળે પહોંચવામાં બચાવકર્મીઓને એક કલાકથી વધુ સમય લાગ્યો હતો. ઘટનાસ્થળે પહોંચ્યા બાદ યુવતીને નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવી, જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કરી.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp