PM-JAY સંલગ્ન હૉસ્પિટલોને લઇને સરકારે લીધો મોટો નિર્ણય, હવે આ કામ નહીં કરી શકે
અમદાવાદની ખ્યાતિ હૉસ્પિટલમાં 19 દર્દીઓની એન્જિયોગ્રાફી કરી અને એમાંથી 7 દર્દીની એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી હતી, તેમાંથી 2 દર્દીઓના મોત થઇ જવાથી વિવાદ વકર્યો હતો અને મૃતકોના પરિવારજનોએ તોડફોડ કરીને હોબાળો મચાવ્યો હતો, ત્યારબાદ તપાસનો ધમધમાટ શરૂ થયો છે. તમામ દર્દીઓને વિવિધ રિપોર્ટના નામે અમદાવાદ લાવી એન્જિયોગ્રાફી અને અને એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી હોવાની જાણકારી સામે આવી રહી છે.
અમદાવાદની ખ્યાતિ હૉસ્પિટલ કૌભાંડ બાદ સરકારે મહત્ત્વનો નિર્ણય લીધો છે. જેમાં PM-JAY સંલગ્ન હૉસ્પિટલો મેડિકલ કેમ્પનું આયોજન નહીં કરી શકે. જો કોઈ હૉસ્પિટલ કેમ્પ કરશે તો કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે. વિવિધ હૉસ્પિટલો દ્વારા દર્દીઓને શોધવા ફ્રી મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવતું હોય છે. ખ્યાતિ હૉસ્પિટલે પણ ફ્રી કેમ્પ કર્યો હતો અને દર્દીઓને હૉસ્પિટલ લાવવામાં આવ્યા હતા. કહેવામાં આવી રહ્યું છે તે જેમને કોઈ પરેશાની નહોતી તેવા લોકોના ઓપરેશન કરવામાં આવ્યા હતા. ત્યારબાદ 2 લોકોના મોત થઇ ગયા હતા.
સરકાર દ્વારા PM-JAY યોજના હેઠળની તમામ હૉસ્પિટલોમાં તપાસ કરવામાં આવશે. જેમાં સારવાર, રજિસ્ટ્રેશન, દર્દીની સંભાળ, પ્રૉટોકોલની તપાસ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. સાથે-સાથે અધિકારીઓ PM-JAY હેઠળની હૉસ્પિટલોમાં ઓચિંતી તપાસ કરશે. એ સિવાય આરોગ્ય વિભાગ મૉનિટરિંગ કમિટીની રચના કરશે. જેમાં સમિતિ ઓપરેશન દરખાસ્તોની સમીક્ષા કરશે, દર્દીઓના પરિણામોને ટ્રેક કરશે અને ફરિયાદોની તપાસ પણ કરવામાં આવશે. તમામ હૉસ્પિટલમાં PM-JAY હેઠળ કરવામાં આવતી સારવારના આંકડા સાચવવામાં આવશે. જો બિનજરૂરી સારવાર કરી હશે તો સ્કીમમાંથી હૉસ્પિટલને તાત્કાલિક સસ્પેન્ડ કરી દેવામાં આવશે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp