ઈઝરાયેલી સેના દ્વારા ફરી એકવાર ગાઝાની મોટી હોસ્પિટલ પર હુમલો, આ હુમલાનો મૃત્યુ આંક પહોંચ્યો આટલ

ઈઝરાયેલી સેના દ્વારા ફરી એકવાર ગાઝાની મોટી હોસ્પિટલ પર હુમલો, આ હુમલાનો મૃત્યુ આંક પહોંચ્યો આટલે! જાણો વિગતે

02/19/2024 WAR UPDATES

SidhiKhabar

SidhiKhabar

ઈઝરાયેલી સેના દ્વારા ફરી એકવાર ગાઝાની મોટી હોસ્પિટલ પર હુમલો, આ હુમલાનો મૃત્યુ આંક પહોંચ્યો આટલ

ઇઝરાયેલી સેનાના જમીની અને હવાઈ હુમલાઓએ હવે ગાઝાની બીજી સૌથી મોટી હોસ્પિટલને બંધ કરવાની ફરજ પાડી છે. ઇઝરાયલી સૈનિકોએ આ હોસ્પિટલ પર દરોડો પાડયો હતો, જ્યાં વિસ્થાપિત પેલેસ્ટિનિયનોની સારવાર થઈ રહી હતી. ઈઝરાયેલના જણાવ્યા અનુસાર, ઘણા આતંકીઓ હોસ્પિટલમાં છૂપાયેલા હતાં. જ્યારે, પેલેસ્ટાઈનના આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે, ઇઝરાયેલી દળોએ હોસ્પિટલના ડોક્ટરો અને કર્મચારીઓની ધરપકડ કરી હતી, જ્યારે તેઓ ઘાયલોની સારવાર કરી રહ્યા હતા.


આ હુમલામાં  35 આતંકીઓના મોત થયા

આ હુમલામાં  35 આતંકીઓના મોત થયા

ઈઝરાયેલની સેનાના જણાવ્યા અનુસાર, હોસ્પિટલમાં સર્ચ ઓપરેશન દરમિયાન મોટી માત્રામાં હથિયારો અને દારૂગોળો મળી આવ્યા હતાં. ઈઝરાયેલની સેનાના આ હુમલામાં  35 આતંકીઓના મોત થયા હોવાનું સામે આવ્યું હતું. ઈઝરાયેલની સૈન્ય કાર્યવાહીને કારણે અલ નાસેર હોસ્પિટલમાં ભાગદોડ મચી ગઈ હતી. જેના કારણે ઓક્સિજન ન મળતા ચાર દર્દીઓના મોત થયા હતાં. 


ડબ્લ્યુએચઓના વડાએ સોશિયલ મીડિયા સાઈટ એક્સ પર જણાવ્યું હતું કે, ગંભીર દર્દીઓની સ્થિતિ અને તબીબી જરૂરિયાતોનું મૂલ્યાંકન કરવા માટે તેમને હોસ્પિટલ પહોંચવાની મંજૂરી આપવામાં આવી નહતી. તે છતાં તેમની ટીમ જીવના જોખમે હોસ્પિટલમાં ગઈ હતી. અને આ ટીમે જણાવ્યું હતું કે, હોસ્પિટલમાં 200 દર્દીઓ હાજર છે. જેમાંથી, 20ને તાત્કાલિક બીજી હોસ્પિટલમાં ખસેડવાની જરૂરિયાત છે. 


બીજી તરફ, નેતન્યાહૂ સરકારના નિર્ણયના વિરોધમાં ઈઝરાયેલમાં જ પ્રદર્શનો થઈ રહ્યાં છે. હજારો નાગરિકોએ તેલ અવીવના રસ્તાઓ પર યુદ્ધવિરામની માંગ કરી હતી. તેમણે નેતન્યાહૂ સરકારના રાજીનામાની પણ માંગ કરી છે. તેમનું કહેવું છે કે, પાંચ મહિનાથી ચાલી રહેલા યુદ્ધમાં અનેક સૈનિકોના મોતની સાથે દેશને અરબો ડોલરનો ફટકો પડયો છે. 


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top