આ છે દુનિયાની સૌથી મોટી ઘડિયાળ, વિશેષતા જાણીને રહી જશો દંગ

આ છે દુનિયાની સૌથી મોટી ઘડિયાળ, વિશેષતા જાણીને રહી જશો દંગ

05/25/2024 Specials

SidhiKhabar

SidhiKhabar

આ છે દુનિયાની સૌથી મોટી ઘડિયાળ, વિશેષતા જાણીને રહી જશો દંગ

કોઈએ સમય જોવો હોય તો કોઈ પણ તરત જ કાંડા પર બાંધેલી ઘડિયાળ પર નજર કરી લે છે, પરંતુ હંમેશાં એવું હોતું નહોતું. પહેલા સમય જોવા માટે સૂર્યની કિરણોથી અનુમાન લગાવવામાં આવતો હતો, ધીમે ધીમે તેની રીતમાં વિસ્તાર થયો. પછી ઘડિયાળનો આવિષ્કાર થયો અને સમય જોવાનો પૂરો સિદ્ધાંત જ બદલાઈ ગયો. વર્ષ 1505માં દુનિયાની પહેલી ઘડિયાળ બનાવવામાં આવી. આ ઘડિયાળનું નામ પોમેન્ડર વોચ ઓફ 1505 જેને 1505 પણ કહેવામાં આવે છે. આ ઘડિયાળની ડિઝાઇન તેનો ડાયલ સબ એકદમ અલગ પ્રકારનો હતો. ત્યારથી લઈને અત્યાર સુધી ઘણી અલગ અલગ પ્રકારની ઘડિયાળ બનાવવા લાગી. તેની અલગ રીતેના સામાન ઉપયોગ થવા લાગ્યા. તેની સાઇઝ પણ અલગ પ્રકારની આવવા લાગી. આજે અમે તમને બતાવવા જઇ રહ્યા છીએ દુનિયાની સૌથી મોટી ઘડિયાળ વિશે, ચાલો જાણીએ શું છે તેની વિશેષતા.


શું છે આ ઘડિયાળની વિશેષતા:

શું છે આ ઘડિયાળની વિશેષતા:

દુનિયાની સૌથી મોટી ઘડિયાળની વાત કરવામાં આવે તો સાઉદી અરબમાં ઉપસ્થિત છે. સાઉદી અરબના શહેર મક્કામ બનેલી આ ઘડિયાળને ગિનીઝ બુક ઓફ રેકોર્ડ્સમાં પણ જગ્યા મળી છે. આ ઘડિયાળનું નામ ‘અબરાજ અલ વૈત ક્લોક’ રાખવાં આવ્યું છે. આ ઘડિયાળની સાઇઝ એટલી મોટી છે કે તેને બનવવ માટે 10 વર્ષનો સમય લાગ્યો. આ દુનિયાનો સૌથી ઊંચો ક્લોક ટાવર છે. તેની ઊંચાઈ એટલી છે કે, જો કોઈ 25 કિમી દૂર રહે છે તો પણ એ ઘડિયાળને જોઈ શકે છે.


બનાવવામાં લાગ્યા 123 કરોડ:

બનાવવામાં લાગ્યા 123 કરોડ:

અરબાજ અલ વૈત ક્લોક માત્ર દુનિયાની જ સૌથી મોટી ઘડિયાળ નથી, પરંતુ એ બુર્જ ખલીફા અને શંઘાઇ ટાવર બાદ સૌથી ઊંચી ઇમારત છે. આ ઇમરતની ઊંચાઈની વાત કરીએ તો 601 મીટર એટલ કે 1972 ફૂટ છે. આ ઘડિયાળની કિંમતની વાત કરવામાં આવે તો તેને બનાવવામાં કુલ 123 કરોડ રૂપિયા ખર્ચ થયા. તેની સજાવટ વધારવા માટે 24 કેરેટગોલ્ડનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તેની સાથે જ તેમાં 20 લાખ LED બલ્બ પણ લગાવવામાં આવ્યા છે. આ ઘડિયાળને મક્કા રોયલ ક્લોક ટાવર પણ કહેવામાં આવે છે.


ઘડિયાળનું કુલ વજન 21 ટનની આસપાસ

ઘડિયાળનું કુલ વજન 21 ટનની આસપાસ

મક્કા રોયલ ટાવરમાં લાગેલી ઘડિયાળના એક કાંટાનું વજન જાણીને ચોંકી જશો. આ ઘડિયાળમાં લાગેલી મિનિટ કાંટાનું વજન 7 ટન છે. તો ઘડિયાળના કલાક કાંટાનું વજન 6.5 ટન છે. આ ઘડિયાળના કુલ વજનની વાત કરવામાં આવે તો તે 21 ટનની આસપાસ છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top