ચોથા તબક્કાના મતદાન બાદ રાજકીય વાતાવરણ ગરમાયું! NDA માટે શાખ બચાવવી, ગઠબંધન માટે જીત જરૂરી

ચોથા તબક્કાના મતદાન બાદ રાજકીય વાતાવરણ ગરમાયું! NDA માટે શાખ બચાવવી, ગઠબંધન માટે જીત જરૂરી

05/14/2024 Politics

SidhiKhabar

SidhiKhabar

ચોથા તબક્કાના મતદાન બાદ રાજકીય વાતાવરણ ગરમાયું! NDA માટે શાખ બચાવવી, ગઠબંધન માટે જીત જરૂરી

Lok Sabha Elections 2024: આંધ્ર પ્રદેશ અને પશ્ચિમ બંગાળમાં હિંસાની કેટલીક ઘટનાઓ વચ્ચે લોકસભાની ચૂંટણીના ચોથા તબક્કાની 96 બેઠકો પર મતદાન પૂર્ણ થઈ ગયું હતું. ચૂંટણી પંચના સાંજ સુધીના આંકડા મુજબ 10 રાજ્યો અને કેન્દ્ર શાસીત પ્રદેશોની 96 બેઠકો પર આશરે 67 ટકા જેટલુ મતદાન થયું હતું. 


શ્રીનગરમાં આ વખતે દસકાનું સૌથી વધુ મતદાન

શ્રીનગરમાં આ વખતે દસકાનું સૌથી વધુ મતદાન

પશ્ચિમ બંગાળમાં સૌથી વધુ 75.94 ટકા મતદાન થયું હતું. જમ્મુ કાશ્મીરમાંથી આર્ટિકલ 370 હટાવ્યા બાદ પ્રથમ વખત લોકસભાની ચૂંટણી યોજાઈ હતી, શ્રીનગરમાં મામુલી 36.58 ટકા જ મતદાન થયું હતું. જોકે તેમ છતા ચૂંટણી પંચે કહ્યું હતું કે શ્રીનગરમાં આ વખતે દસકાનું સૌથી વધુ મતદાન થયું છે.


ચોથા તબક્કાનું મતદાન

ચોથા તબક્કાનું મતદાન

અન્ય રાજ્યો પર નજર કરીએ તો આંધ્ર પ્રદેશમાં 68.12 ટકા, બિહારમાં 55.90 ટકા, ઝારખંડમાં 63.37 ટકા, મધ્ય પ્રદેશમાં 68.63 ટકા, મહારાષ્ટ્રમાં 52.75 ટકા, ઓડિશામાં 63.85 ટકા, તેલંગાણામાં 61.39 ટકા, ઉત્તર પ્રદેશમાં 57.88 ટકા મતદાન થયું હતું. પ્રથમ તબક્કામાં 66.14, બીજા તબક્કામાં 66.71 ત્રીજા તબક્કામાં 65.68 ટકા મતદાન થયું હતું.

દેશમાં યોજાયેલા ચોથા તબક્કાના મતદાન બાદ રાજકીય વાતાવરણ વધારે ગરમાઈ ગયું છે. દેશની 96 બેઠકો ઉપર મતદાન થયું છે. આ તબક્કો તમામ રાજકીય પક્ષો માટે મહત્ત્વનો છે. ગત લોકસભાની ચૂંટણીમાં સત્તામાં આવનાર ભાજપ માટે પણ આ ચૂંટણી મહત્ત્વની છે તો ગત લોકસભામાં વિપક્ષના અધિકારિક પદથી વંચિત રહેલી કોંગ્રેસ માટે પણ મહત્ત્વની છે. ગત લોકસભાની સરખામણી કરીએ તો આ 96 બેઠકોમાંથી ભાજપના ફાળે 42 બેઠકો આવી હતી. 


પક્ષને વધારે બેઠકો જીતવા માટે આ તબક્કો જીતવો જરૂરી

બીજી તરફ આંધ્રની કુલ 25 માંથી 22 બેઠકો તો વાયએસઆર જ જીતી ગયું હતું. ટીઆરએસના ફાળે નવ બેઠકો આવી હતી. કોંગ્રેસને માત્ર છ જયારે ટીએમસીને ચાર બેઠકો મળી હતી. શિવસેના અને બીજેડીને બે બેઠકોથી સંતોષ માનવો પડ્યો હતો. ઔવેશીના પક્ષને પણ બે જ બેઠકો મળી હતી. 

96માંથી એનડીએને 47, યુપીએને 11 જ્યારે કોંગ્રેસને માત્ર છ સીટ મળી હતી આ સંજોગોમાં કોંગ્રેસને જીવનદાન મેળવવા જ્યારે ભાજપને શાખ બચાવવા અને વધારે બેઠકો જીતવા માટે આ તબક્કો પણ જીતવો એટલો જ જરૂરી છે.

 


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top