સંયુક્ત રાષ્ટ્રની ઈન્ટરનેશનલ કોર્ટનાં આ આદેશથી નારાજ થયા ઇઝરાયેલના વડાપ્રધાન, સામે આ દેશએ કરી હ

સંયુક્ત રાષ્ટ્રની ઈન્ટરનેશનલ કોર્ટનાં આ આદેશથી નારાજ થયા ઇઝરાયેલના વડાપ્રધાન, સામે આ દેશએ કરી હતી અરજી !

01/27/2024 WAR UPDATES

SidhiKhabar

SidhiKhabar

સંયુક્ત રાષ્ટ્રની ઈન્ટરનેશનલ કોર્ટનાં આ આદેશથી નારાજ થયા ઇઝરાયેલના વડાપ્રધાન, સામે આ દેશએ કરી હ

ઈઝરાયલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધ દરમિયાન સંયુક્ત રાષ્ટ્રની ઈન્ટરનેશનલ કોર્ટ (ICJ)એ એક મહત્વપૂર્ણ આદેશ આપ્યો છે. વર્લ્ડ કોર્ટે ઈઝરાયલને કહ્યું છે કે, તેઓ ગાઝાપટ્ટીમાં ઈઝરાયલના હુમલામાં થયેલા મોત અને નુકસાનનો હવાલો આપે અને કોઈપણ પ્રકારની ગંભીર ઈજા કે નુકસાનને થતા રોકે. ઈઝરાયલ એ નક્કી કરે કે, તેમની સેના ગાઝામાં નરસંહાર નહીં કરે અને ત્યાંની માનવીય સ્થિતિમાં સુધારવાદી પગલા ભરશે. તેની સાથે  કોર્ટે ઈઝરાયલને આ મામલે એક મહિનામાં રિપોર્ટ આપવા કહ્યું છે.ઇઝરાયલ માટે આ નિર્ણય અપમાનજનક

ઇઝરાયલ માટે આ નિર્ણય અપમાનજનક

ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટીસ(ICJ)ના આ નિર્ણય પર ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ (Benjamin Netanyahu)એ તીખી પ્રતિક્રિયા આપી હતી. ઇઝરાયલ માટે આ નિર્ણયને અપમાનજનક ગણાવ્યો હતો. અને જણાવ્યું હતું કે, ઇઝરાયલે પ્રતિજ્ઞા લીધી છે કે, દેશની સુરક્ષા માટે જે પણ જરૂરી હશે તે કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, દક્ષિણ આફ્રિકાએ ગાઝામાં ઈઝરાયલના હુમલાને નરસંહાર ગણાવીને કોર્ટનો સંપર્ક કર્યો હતો. આફ્રિકાએ કોર્ટને વિનંતી કરી હતી કે, ગાઝામાં ચાલી રહેલા ઈઝરાયલી હુમલાઓને વહેલી તકે બંધ કરવામાં આવે.


ઇઝરાયલને તેની અખંડિતતાનું રક્ષણ કરવાનો મૂળભૂત અધિકાર

ઇઝરાયલ (Israel)ના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ શુક્રવારે કહ્યું હતું કે, 'અમે અમારા લોકોની સુરક્ષા કરવા માટે પ્રતિબદ્ધ છીએ. અમારા લોકો અને દેશની સુરક્ષા માટે જે પણ પગલાં જરૂરી હશે તે અમે ઉઠાવીશું. દરેક દેશની જેમ, ઇઝરાયલને પણ તેની અખંડિતતાનું રક્ષણ કરવાનો મૂળભૂત અધિકાર છે. ઈઝરાયલ પેલેસ્ટાઈનીઓ સામે નરસંહાર કરી રહ્યું હોવાનો દાવો તદ્દન ખોટો છે અને આ અપમાનજનક છે.' મીડિયા રિપોર્ટ્સ અનુસાર, શુક્રવારે હેગ સ્થિત ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસ (ICJ)એ કહ્યું કે, 'ઇઝરાયલે પેલેસ્ટિનિયન વિસ્તારમાં લોકોના મોત અને નુકસાન ઘટાડવા શક્ય તેટલા પ્રયાસ કરવા જોઈએ.' દાખલ કરેલી અરજીમાં દક્ષિણ આફ્રિકાએ કહ્યું હતું કે, 1948માં નરસંહારને રોકવા માટે યુએન નરસંહાર સંમેલનને મંજૂરી આપવામાં આવી હતી, જેનું ઈઝરાયલે ઉલ્લંઘન કર્યું છે.કોર્ટનો ગાઝામાં યુદ્ધ વિરામનો આદેશ આપવાનો ઈનકાર

કોર્ટનો ગાઝામાં યુદ્ધ વિરામનો આદેશ આપવાનો ઈનકાર

આંતરરાષ્ટ્રીય કોર્ટમાં સુનાવણી દરમિયાન દક્ષિણ આફ્રિકાના વકીલ એડેલા હાસિમે કહ્યું કે, છેલ્લા 13 અઠવાડિયાના પુરાવા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત તેમણે કહ્યું કે, ગાઝાના લોકો પરેશાન છે. માત્ર કોર્ટનો આદેશ જ ગાઝાના લોકોની વેદનાને રોકી શકે છે. સુનાવણી દરમિયાન ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ વીડિયો દ્વારા પોતાનો પક્ષ રજૂ કર્યો હતો. જો કે સંયુક્ત રાષ્ટ્રની ઉચ્ચ કોર્ટે ગાઝામાં યુદ્ધ વિરામનો આદેશ આપવાનો ઈનકાર કરી દીધો હતો. પરંતુ ઈઝરાયલને જાનમાલના નુકસાનને રોકવા માટે પ્રયાસ કરવા કહ્યું છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top