Israel-Iran Conflict: યુદ્ધ તો ઇઝરાયલ સાથે છે તો પછી અફઘાની શખ્સને ફાંસી કેમ આપી રહ્યું છે ઈરાન? નાનકડી ભૂલ કરીને આફત લઈ લીધી
Mossad Spy: ઇઝરાયલ અને ઈરાન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે પરંતુ એક અફઘાન નાગરિકની પણ તેમાં એન્ટ્રી થઈ ગઈ છે. ઇઝરાયલ ઈરાન વિરુદ્ધ અફઘાન નાગરિકોની મદદ લઈ રહ્યું છે. ઈરાની સુરક્ષા એજન્સીઓનો દાવો છે કે તેમણે મોસાદ માટે કામ કરતા 2 જૂથોના લોકોની ધરપકડ કરી છે. તેમના કબજામાંથી ડ્રોન, વિસ્ફોટક વગેરે મળી આવ્યા છે. ઈરાનમાં, મોસાદના જાસૂસ તરીકે પકડાવાનો અર્થ સીધી ફાંસી છે. આવા એક જાસૂસને 2 દિવસ અગાઉ ફાંસી આપવામાં આવી હતી.
ઈરાની સુરક્ષા એજન્સીઓના જણાવ્યા અનુસાર, તેમણે ઇઝરાયલ માટે કામ કરતા લોકો સામે તેહરાનની એક ખાસ કોર્ટમાં 15 કાયદાકીય કેસ દાખલ કર્યા છે. આ કેસોમાં ઘણા લોકોની ધરપકડ પણ કરવામાં આવી છે. આ લોકો 2 અલગ અલગ જૂથોના હોવાનું કહેવાય છે. ઈરાની સુરક્ષા એજન્સીનો દાવો છે કે તેમના કબજામાંથી 200 કિલોથી વધુ વિસ્ફોટકો, 23 ડ્રોન, ડ્રોન લોન્ચર અને અન્ય વસ્તુઓ જપ્ત કરવામાં આવી છે.
અફઘાની વિદ્યાર્થી કરી રહ્યો હતો જાસૂસી
ઈરાની સુરક્ષા એજન્સીઓનો દાવો છે કે, ધરપકડ કરાયેલા લોકોમાં અફઘાન નાગરિક પણ સામેલ છે. એવો એક અફઘાન વિદ્યાર્થી પણ સામેલ છે જેના કબજામાંથી એક મોબાઇલ મળી આવ્યો છે. આ મોબાઇલમાં ડ્રોન ઓપરેશનની તાલીમ અને પ્રેક્ટિસ, વિવિધ રિકોનિસન્સ અને સુસાઇડ ડ્રોન, લોન્ચર્સનું મેંટેનેન્સ, ડ્રોન ઉડાડવાની તાલીમ, વર્તમાન યુદ્ધ પરિસ્થિતિઓનો લાભ લેવા માટે રિકોનિસન્સ અથવા સુસાઇડ ઓપરેશન, શ્રેષ્ઠ માર્ગનું નિર્ધારણ અને મૂલ્યાંકન વગેરેની માહિતી આપવામાં આવી હતી. આ સાથે, આ લોકોને લશ્કરી છાવણીઓ, મહત્ત્વપૂર્ણ લોકોના સ્થળો વગેરેની તસવીર લેવાનું કહેવામાં આવ્યું હતું.
ઈરાનમાં, ઇઝરાયલની ગુપ્તચર એજન્સી મોસાદના જાસૂસ તરીકે પકડાવાનો અર્થ સીધું મોત થાય છે. ગયા અઠવાડિયે, ઈરાની એજન્સીઓએ મોસાદના જાસૂસ હોવાના આરોપમાં ઈસ્માઇલ બેકરી નામના વ્યક્તિની ધરપકડ કરી હતી. માત્ર 3 દિવસની ટ્રાયલ બાદ, કોર્ટે તેને ફાંસીની સજા ફટકારી હતી અને સુપ્રીમ કોર્ટની મંજૂરી મળ્યા બાદ, તેને સોમવારે ફાંસી આપવામાં આવી હતી. ઈરાની એજન્સીએ આજે 4 લોકોની ધરપકડ કરી છે. ઈરાની કાયદા હેઠળ આ લોકો સામે ઘણી કડક કલમો લાગૂ કરવામાં આવી છે, જેના હેઠળ તેમને સીધી મોતની સજા થઈ શકે છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp