"આ યુદ્ધનું કારણ ઈઝરાયેલ છે અમે નથી, હજુ વધારે ખાના-ખરાબી થશે", હમાસે ઈઝરાયેલને આપી ખુલ્લી ચેતવ

"આ યુદ્ધનું કારણ ઈઝરાયેલ છે અમે નથી, હજુ વધારે ખાના-ખરાબી થશે", હમાસે ઈઝરાયેલને આપી ખુલ્લી ચેતવણી! જાણો શું કહ્યું

11/02/2023 WAR UPDATES

SidhiKhabar

SidhiKhabar

ઈઝરાયેલ પર હુમલો કરનારા હમાસે ફરી એક વખત તેમના ઈરાદા જાહેર કરી દીધા છે. હમાસના એક અધિકારીએ સ્પષ્ટ કરી દીધુ છે કે, તેઓ ઈઝરાયેલ પર વારંવાર હુમલા કરતા રહેશે અને હજુ વધારે ખાના-ખરાબી થશે. તાજેતરમાં આપેલા એક ઈન્ટરવ્યુ દરમિયાન તેમણે કહ્યું કે, ઈઝરાયેલને પાઠ ભણાવવો જરૂરી છે. હમાસે 7 ઓક્ટોબરના રોજ અચાનક ઈઝરાયેલ પર હુમલો કર્યો હતો અને રોકેટ છોડ્યા હતા. લગભગ 4 અઠવાડિયાથી બંને પક્ષો વચ્ચે લોહિયાળ જંગ ચાલુ છે.

એક ઈન્ટરવ્યુ દરમિયાન ગાઝી હમાદે કહ્યું કે, અલ અક્સા ફ્લડ માત્ર પહેલી વખત હતું પરંતુ તે બીજી વખત, ત્રીજી વખત અને ચોથી વખત પણ થશે. હમાદે કહ્યું કે, 7 ઓક્ટોબરના રોજ જે કંઈ પણ થયુ તેના માટે હમાસને જવાબદાર ન ઠેરવવું જોઈએ. તેણે કહ્યું અમે જે પણ કર્યું તે યોગ્ય કર્યું.


ઈઝરાયેલ એક દેશ છે જેનું અમારી જમીન પર કોઈ સ્થાન નથી

ઈઝરાયેલ એક દેશ છે જેનું અમારી જમીન પર કોઈ સ્થાન નથી

હમાદે કહ્યું કે, ઈઝરાયેલ એક દેશ છે જેનું અમારી જમીન પર કોઈ સ્થાન નથી. અમારે એ દેશને હટાવવો જ પડશે. તેણે કહ્યું કે, અમારે ઈઝરાયેલને પાઠ ભણાવવો જ પડશે અને આ વારંવાર કરીશું. કારણ કે, અમારી પાસે સમાધાન કરવા માટે દૃઢ સંકલ્પ છે અને લડવાની ક્ષમતા છે.

હમાસ નેતાએ વધુમાં કહ્યું કે, જો અમારે કિંમત ચૂકવવી પડશે તો અમે એ કિંમત ચૂકવવા માટે તૈયાર છીએ. અમને શહીદોનો દેશ કહેવામાં આવે છે અને અમને શહીદોની કુર્બાની પર ગર્વ છે. તેમણે કહ્યું કે, અમે સામાન્ય નાગરિકોને નુકશાન પહોંચાડવા નથી માંગતા પરંતુ જમીન પર કેટલીક જટિલતા હતી. તેમણે કહ્યું કે, કબજો ખતમ થવો જોઈએ અને માત્ર ગાઝા જ નહીં પરંતુ સમગ્ર પેલેસ્ટાઈનની આખી જમીન પર.

તેમણે ઈઝરાયેલ પર આરોપ લગાવ્યો કે, આ યુદ્ધનું કારણ ઈઝરાયેલ છે અમે નથી. અમે કબજાના પીડિત છીએ. તેમણે કહ્યું કે, આવી સ્થિતિમાં કોઈ પણ અમને જે 7 ઓક્ટોબરના રોજ થયુ તેના માટે જવાબદાર ન ઠેરવી શકે.


હમાસના 11 હજાર ઠેકાણા તબાહ કર્યા

ઈઝરાયેલે ગાઝામાં ચલાવી રહેલા પોતાના સૈન્ય અભિયાનમાં બુધવારે હમાસના અનેક ઠેકાણા તબાહ કરી દીધા હતા. ઈઝરાયેલે જણાવ્યું કે, તેણે અત્યાર સુધીમાં હમાસના 11 હજાર ઠેકાણા તબાહ કરી નાખ્યા છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top