આ નાનકડા અમથા દેશની ધરા ફરી ૬.૧ની તીવ્રતાએ ધ્રુજી, સતત અનુભવાઈ રહ્યા છે ભૂકંપના ઝટકાઓ, જાણો કેમ

આ નાનકડા અમથા દેશની ધરા ફરી ૬.૧ની તીવ્રતાએ ધ્રુજી, સતત અનુભવાઈ રહ્યા છે ભૂકંપના ઝટકાઓ, જાણો કેમ

04/02/2024 World

SidhiKhabar

SidhiKhabar

આ નાનકડા અમથા દેશની ધરા ફરી ૬.૧ની તીવ્રતાએ ધ્રુજી, સતત અનુભવાઈ રહ્યા છે ભૂકંપના ઝટકાઓ, જાણો કેમ

જાપાનમાં મંગળવારે ફરી એકવાર ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા છે. જેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 6.1 નોંધવામાં આવી છે. આ ભૂકંપના આંચકા ઉત્તરી જાપાનના ઇવાતે અને ઓમોરી પ્રાંતમાં અનુભવાયા હતા. ભૂકંપનું કેન્દ્ર ઇવાતે પ્રાંતનો ઉત્તરીય ભાગ હતો. જો કે હાલમાં જાનમાલના નુકસાન અંગે કોઈ માહિતી બહાર આવી નથી.

પશ્ચિમ જાપાનમાં આવેલા ભૂકંપને કારણે 50થી વધારેના મૃત્યુ

પશ્ચિમ જાપાનમાં આવેલા ભૂકંપને કારણે 50થી વધારેના મૃત્યુ

નવા વર્ષની શરૂઆતમાં જ પશ્ચિમ જાપાનમાં આવેલા ભૂકંપને કારણે 50થી વધારે લોકોના મૃત્યુ થયા હતા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર 1 જાન્યુઆરીએ જાપાનના ઇશિકાવા પ્રાંત અને તેની આસપાસના વિસ્તારોમાં લગભગ 100 જેટલા ભૂકંપના આંચકા અનુભવાયા હતા. આમાં 7.6ની તીવ્રતાનો ભૂકંપ પણ સામેલ હતો, ત્યારબાદ અધિકારીઓ દ્વારા સુનામીની ચેતવણી પણ જાહેર કરવામાં આવી હતી. અને લોકોને તેમના ઘરોથી દૂર રહેવા કહેવામાં આવ્યું હતું.

પ્લેટો તેમની જગ્યાએથી 4-5 મીમી ખસી જાય છે

પ્લેટો તેમની જગ્યાએથી 4-5 મીમી ખસી જાય છે

નિષ્ણાંતો કહે છે કે, આપણી પૃથ્વી 12 ટેક્ટોનિક પ્લેટ પર સ્થિત છે. આ પ્લેટો જ્યાં ટકરાય છે તે ઝોનને ફોલ્ટ લાઇન કહેવામાં આવે છે. પૃથ્વીની નીચે હાજર આ પ્લેટો ખૂબ જ ધીમી ગતિએ ફરતી રહે છે. દર વર્ષે આ પ્લેટો તેમની જગ્યાએથી 4-5 મીમી ખસી જાય છે. આ સમય દરમિયાન પ્લેટોના અથડામણને કારણે જ્યારે દબાણ વધે છે, ત્યારે પ્લેટો તૂટવા લાગે છે અને નીચેની ઊર્જા બહાર નીકળવાનો રસ્તો શોધે છે. આ દરમિયાન જે ડિસ્ટર્બન્સ થાય છે તેના લીધે ભૂકંપ આવે છે.

તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top