આ રાજ્ય સરકારે સ્કૂલ-કોલેજ સહિત આસપાસના વિસ્તારોમાં એનર્જી ડ્રિંક્સ પર લગાવ્યો પ્રતિબંધ, જાણો ક

આ રાજ્ય સરકારે સ્કૂલ-કોલેજ સહિત આસપાસના વિસ્તારોમાં એનર્જી ડ્રિંક્સ પર લગાવ્યો પ્રતિબંધ, જાણો કારણ

04/22/2025 National

SidhiKhabar

SidhiKhabar

આ રાજ્ય સરકારે સ્કૂલ-કોલેજ સહિત આસપાસના વિસ્તારોમાં એનર્જી ડ્રિંક્સ પર લગાવ્યો પ્રતિબંધ, જાણો ક

Energy Drink: પંજાબ સરકારે શાળા અને કોલેજના વિદ્યાર્થીઓના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. અહીંની સરકારે શાળા અને કૉલેજ કેમ્પસ તેમજ 500 મીટરની ત્રિજ્યામાં એનર્જી ડ્રિંક્સના વેચાણ પર પ્રતિબંધિત લગાવવાની યોજના બનાવી છે. ભગવંત માન સરકાર આ અઠવાડિયે પોતાના આ નિર્ણય પર આદેશ જાહેર કરવામાં આવે તેવી શક્યતા છે. સરકારનું માનવું છે કે આ પીણાંમાં રહેલા કેફીન અને અન્ય ઉત્તેજક તત્વો બાળકોના સ્વાસ્થ્ય પર ખરાબ અસર કરે છે.


જાણો કેમ એનર્જી ડ્રિંક્સ પર કેમ પ્રતિબંધ લગાવવામાં આવી રહ્યો છે?

જાણો કેમ એનર્જી ડ્રિંક્સ પર કેમ પ્રતિબંધ લગાવવામાં આવી રહ્યો છે?

એનર્જી ડ્રિંક્સને લઇને ઘણા સંશોધનો અને અહેવાલોમાં એવી વાત સામે આવી છે કે તેનું સેવન બાળકો માટે હાનિકારક છે. તે બાળકોમાં ઊંઘ ન આવવી, હૃદયના ધબકારામાં ફેરફાર, ચીડિયાપણું જેવી સમસ્યાઓ પેદા કરી રહ્યા છે. પંજાબ સરકારે આ બાબતને ગંભીરતાથી લીધી. આરોગ્ય મંત્રી ડૉ. બલબીર સિંહે 18 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને આ પીણાંના વેચાણ પર પ્રતિબંધ મૂકવાના પ્રસ્તાવને પહેલાથી જ મંજૂરી આપી દીધી છે. આ જ કારણ છે કે હવે શાળાઓની નજીક તેના વેચાણ પર પ્રતિબંધ મુકવામાં આવી રહ્યો છે, જેથી બાળકોને તેમનાથી દૂર રાખી શકાય.


સર્વે અને સ્ટડી બાદ લાગૂ થશે યોજના

સર્વે અને સ્ટડી બાદ લાગૂ થશે યોજના

સરકાર આ નિર્ણય લાગૂ કરે તે પહેલાં, તેના પર એક મજબૂત પાયો તૈયાર કરવામાં આવી રહ્યો છે. આરોગ્ય વિભાગે આ યોજનાના નોડલ અધિકારી તરીકે ડૉ. સંદીપ ભોલાની નિમણૂક કરી છે. તેમની દેખરેખ હેઠળ એક સર્વે ચાલી રહ્યો છે, જેમાં રાજ્યભરના બજારોમાં ઉપલબ્ધ એનર્જી ડ્રિંક્સનું પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. ખાસ કરીને તેમાં કેફીનની માત્રા અને બાળકો પર તેની અસરનો અભ્યાસ કરવામાં આવી રહ્યો છે. આ સર્વેક્ષણ આ યોજનાને વૈજ્ઞાનિક આધાર આપવામાં મદદ કરશે, જેથી નિર્ણયને પડકારી ન શકાય અને તેને મજબૂતાઈથી અમલ કરી શકાય.


પંજાબ દેશનું પ્રથમ એનર્જી ડ્રિંક મુક્ત રાજ્ય બનશે

પંજાબ દેશનું પ્રથમ એનર્જી ડ્રિંક મુક્ત રાજ્ય બનશે

જો બધું યોજના મુજબ પાર પડશે, તો પંજાબ દેશનું પહેલું રાજ્ય બનશે જ્યાં શાળાઓ અને કોલેજોની નજીક એનર્જી ડ્રિંક્સના વેચાણ પર સંપૂર્ણ પ્રતિબંધ હશે. આ પહેલ ન માત્ર બાળકોના સ્વાસ્થ્યનું રક્ષણ કરશે, પરંતુ ભવિષ્યમાં અન્ય રાજ્યોને પણ આવા પગલાં લેવા માટે પ્રેરિત કરી શકે છે. FSSAI પણ આ દિશામાં પગલાં લઈ રહ્યું છે અને શાળાની કેન્ટીન અને નજીકની દુકાનોમાં આ પીણાંના વેચાણ પર પ્રતિબંધ મૂકવાની ભલામણ કરી ચૂક્યું છે. પંજાબ સરકારના આ પ્રયાસને બાળકોને સુરક્ષિત અને સ્વસ્થ વાતાવરણ પૂરું પાડવાની દિશામાં એક મોટી શરૂઆત માનવામાં આવી રહી છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top