Google પર ભૂલથી પણ ન કરો આ સર્ચ, જિંદગીભર રહેશે પછતાવો, આવી શકે છે જેલ જવાની નોબત
આજના સમયમાં લગભગ ઇન્ટરનેટનું એક્સેસ બધા સુધી પહોંચી ગયું છે. પરીક્ષાથી લઈને ઇન્ટરટેનમેન્ટ સુધી માટે યુઝર્સ Google પર સર્ચિંગ કરે છે. જો કે, શું તમે ક્યારેય વિચાર્યું છે કે તમારે શું સર્ચ કરવું જોઈએ અને શું નહીં. જો તમને ખબર નથી તો ચાલો આ આર્ટિકલમાં તેની બાબતે જાણીએ. આજે અમે તમને કેટલીક એવી વાતો બાબતે બતાવવા જઈ રહ્યા છીએ જેમને એક કોમન યુઝર્સે સર્ચ કરતાં બચવું જોઈએ. એ ભૂલ તમને જેલ સુધી પહોંચાડી શકે છે. એટલું જ નહીં, સર્ચિંગ દરમિયાન થતી ભૂલનો પછતાવો તમને જિંદગીભર થઈ શકે છે.
ઈન્ટરનેટ પર ઘણું બધુ કન્ટેન્ટ ઉપલબ્ધ છે, પરંતુ જો તમે કેટલાક એવા ગુનાહિત કન્ટેન્ટ સર્ચ કરો છો તો તમારા માટે ખૂબ જ ખતરનાક સાબિત થઈ શકે છે. ઉદાહરણ તરીકે Google પર બોમ્બ બનાવવા કે પછી ઘર પર બંદૂક તૈયાર કરવાની રીત શોધવાનું તમને ભારે પડી શકે છે.
ભારતમાં ચાઇલ્ડ પોર્નોગ્રાફીને લઈને સખત કાયદો છે. જો તમે સર્ચિંગ દરમિયાન ભૂલથી પણ કોઈ એવું કામ કરતાં જાણવા મળો છો તે ગેરકાયદેસ છે તો તેના કારણે તમને જેલ જવા સુધીની નોબત આવી શકે છે. અહી સુધી કે પોર્નોગ્રાફની વેબસાઇટ પર ઘણા ખતરનાક મેલવેર ઉપલબ્ધ હોય છે. જે તમારું હેન્ડસેટ કે પછી મોબાઈલ અકાઉન્ટ હેક કરી શકે છે.
ભારતમાં બાળકના જન્મ અગાઉ જેન્ડર ચેક કરવું કે કોઈ પાસે કરાવવું, બંને જ ગેરકાયદેસર કામ છે. એવામાં જો તમે તેને લઈને સર્ચ કરો છો, તો એવામાં કામમાં સંડોવાયેલા માનવામાં આવે છે. તો એ તમારી છબીને ધૂમિલ કરી શકે છે કે પછી તમને જેલ પણ જવું પડી શકે છે.
આજકાલ મોટા ભાગની કંપનીઓ કસ્ટમર કેરની સુવિધા આપે છે. કેટલીક વખત યુઝર્સ કોઈ પણ કંપનીનો કસ્ટમર કેર નંબર ઈન્ટરનેટ પર સર્ચ કરે છે. આ અવસરનો ફાયદો સ્કેમર્સ પણ ઉઠાવે છે અને ઈન્ટરનેટ પર મજબૂત SEOની મદદથી એક ફેક સાઇટ તૈયાર કરી લે છે. ત્યારબાદ કેટલાક યુઝર્સને તે નકલી નંબર પર સર્ચિંગમાં નજરે પડે છે. જ્યારે એ નંબર પર કોલ કરો છો તો સ્કેમર્સ બેંક અકાઉન્ટ સુધીમાં સેંધ લગાવી દે છે.
ઘણી વખત યુઝર્સને લાગે છે કે તેઓ ઇન્ટરનેટની મદદથી યોગ્ય મેડિકલ એડવાઇઝ પ્રાપ્ત કરી શકે છે. કેટલાક લોકો તો બીમારી દરમિયાન લેવામાં આવતી દવાઓનું નામ પણ સર્ચ કરી લે છે. તમારી એ આદત તમને જેલ તો નહીં મોકલે, પરંતુ હૉસ્પિટલ સુધી મોકલી શકે છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp