અચાનક આવ્યું ફ્લેશ ફ્લડ અને વહી ગયો આખો પરિવાર, 3 લોકોના મોત, 2ની શોધખોળ યથાવત, જુઓ વીડિયો

અચાનક આવ્યું ફ્લેશ ફ્લડ અને વહી ગયો આખો પરિવાર, 3 લોકોના મોત, 2ની શોધખોળ યથાવત, જુઓ વીડિયો

07/01/2024 National

SidhiKhabar

SidhiKhabar

અચાનક આવ્યું ફ્લેશ ફ્લડ અને વહી ગયો આખો પરિવાર, 3 લોકોના મોત, 2ની શોધખોળ યથાવત, જુઓ વીડિયો

હવે ગુજરાત સહિત દેશભરમાં વરસાદનો માહોલ બરાબર જામી ચૂક્યો છે. ઠેર ઠેર પાણી ભરાવાના સમાચાર સામે આવી રહ્યા છે. આ દરમિયાન પુણેથી મહત્ત્વના સમાચાર મળી રહ્યા છે. પૂણેના લોનાવાલામાં ભયાનક અકસ્માતમાં આખો પરિવાર પાણીની તેજ ધારાઓમાં વહી વાયો. આ અકસ્માતમાં 26 વર્ષીય મહિલા સહિત 13 અને 8 વર્ષની 2 છોકરીઓના મોત થઈ ગયા. અહી ડેમ પાસે નદીમાંથી 3 શબ મળ્યા છે. એ સિવાય 2 બાળકોનો શોધખોળ કરવામાં આવી રહી છે, જે પરિવાર સાથે પાણીની તેજ ધારાઓમાં વહી ગયા હતા.


દોરડું ફેકીને બચાવવાનો પ્રયાસ કર્યો

દોરડું ફેકીને બચાવવાનો પ્રયાસ કર્યો

આ ભયાનક અકસ્માતનો વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં જોઈ શકાય છે કે આખો પરિવાર પાણીની તેજ ધારાઓ વચ્ચે ઘેરાયેલો છે. ત્યાં ઉપસ્થિત લોકો તેમની મદદ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. વીડિયોમાં જોઈ શકાય છે કે કોઈ દોરડું ફેકીને તેમને બચાવવાનો પ્રયાસ કરી રહ્યું છે તો કોઈ તેમને એક સાથે બંધાઈ રહેવાની સલાહ આપી રહ્યું છે. જોત જોતમાં બધા તેજ ધારા સાથે વહી ગયા. અકસ્માતને લઈને સ્થાનિક પોલીસ કહ્યું કે, અન્સારી પરિવાર હતો, જે વરસાદના દિવસોનો આનંદ લેવા માટે ભૂશી ડેમ પાસે ઝરણાંનો આનંદ લેવા આવ્યો હતો.  આ દરમિયાન કહેવામાં આવી રહ્યું  ફ્લેશ ફલડ આવી ગયો અને તેઓ પાણીની તેજ ધારા વચ્ચે ફસાઈ ગયો. ત્યાં ઉપસ્થિત લોકોએ તેમને બચાવવાનો પ્રયાસ કર્યો. કોઈએ દોરડું ફેક્યું તો કોઈએ સલાહ આપી કે તેઓ એક બીજાને દુપટ્ટાથી બાંધી લે.


અકસ્માત બાદ 3 શબ્દ મળ્યા:

અકસ્માત બાદ 3 શબ્દ મળ્યા:

થોડા જ સમયમાં પરિવારના એક એક કરીને સભ્ય પાણીમાં વહેતા ગયા. ઘટનાસ્થળ પર બુમરાણ મચી ગઈ. વીડિયોમાં જોઈ શકાય છે કે તેજ ધારાના કારણે તેઓ બધા એક બીજાથી છૂટા પડી જાય છે અને એક એક કરીને તેઓ પાણીમાં વહી જાય છે. સ્થાનિક પ્રશાસન મુજબ, આ અકસ્માત બાદ એક 36 વર્ષીય મહિલા, એક 13 અને 8 વર્ષની છોકરીનું શબ મળ્યું છે. એ સિવાય અકસ્માત બાદ 9 વર્ષ અને એક 4 વર્ષના બાળકોની શોધખોળ ચાલી રહી છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top