બાલાકોટ એરસ્ટ્રાઈકની ત્રીજી વર્ષગાંઠ : જાણો 26 ફેબ્રુઆરીની તારીખ કેમ નક્કી થઈ હતી? સમગ્ર ઓપરેશન

બાલાકોટ એરસ્ટ્રાઈકની ત્રીજી વર્ષગાંઠ : જાણો 26 ફેબ્રુઆરીની તારીખ કેમ નક્કી થઈ હતી? સમગ્ર ઓપરેશન કઈ રીતે પાર પાડવામાં આવ્યું હતું?

02/26/2022 Specials

SidhiKhabar

SidhiKhabar

બાલાકોટ એરસ્ટ્રાઈકની ત્રીજી વર્ષગાંઠ : જાણો 26 ફેબ્રુઆરીની તારીખ કેમ નક્કી થઈ હતી? સમગ્ર ઓપરેશન

14 ફેબ્રુઆરી, 2019 ના દિને પુલવામામાં થયેલ આતંકવાદી હુમલામાં વીરગતિને પ્રાપ્ત થયેલા ચાળીસ જવાનોની શહાદતનો બદલો લેવા ભારતે આતંકવાદીઓને ઘરમાં ઘૂસીને માર્યાની ઘટનાને આજે ત્રણ વર્ષ પૂરાં થયાં છે. 'બાલાકોટ એરસ્ટ્રાઈક'ના નામે જાણીતા આ ઓપરેશને આખી દુનિયાને ભારતની અને ભારતીય સેનાની શક્તિઓનો પરિચય કરાવ્યો હતો.


14મી ફેબ્રુઆરીએ પાકિસ્તાન સ્થિત આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદના આતંકીએ ફિદાયીન હુમલો કરતા સેનાના ચાળીસ જવાનો શહીદ થઈ ગયા હતા. CRPF જવાનોનો કાફલો પુલવામા ખાતેથી પસાર થઈ રહ્યો હતો ત્યારે IED ભરેલી એક કાર જવાનોની બસ સાથે અથડાવતા બ્લાસ્ટ થયો હતો.


પીએમ મોદીએ કહ્યું હતું : આતંકીઓ બહુ મોટી ભૂલ કરી ચૂક્યા છે, બહુ મોટી કિંમત તેમણે ચૂકવવી પડશે

પીએમ મોદીએ કહ્યું હતું : આતંકીઓ બહુ મોટી ભૂલ કરી ચૂક્યા છે, બહુ મોટી કિંમત તેમણે ચૂકવવી પડશે

આતંકવાદીઓએ પીઠ પાછળ કરેલા આ હુમલા બાદ દેશભરમાં આક્રોશ ફાટી નીકળ્યો હતો અને પાકિસ્તાન વિરુદ્ધ કડકમાં કડક પગલાં લઈને આતંકીઓને સીધાદોર કરી દેવામાં આવે તેવી માંગ દેશભરમાંથી ઉઠવા માંડી હતી. બીજી તરફ તે જ સાંજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સુરક્ષા સમિતિની બેઠક બોલાવી હતી. તેમજ હુમલાના બીજા જ દિને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાનાં ભાષણમાં કહ્યું હતું, 'જે આક્રોશ તમારા મનમાં છે, એવો જ આક્રોશ મારી અંદર પણ છે. આતંકવાદીઓ બહુ મોટી ભૂલ કરી ચૂક્યા છે અને તેની બહુ મોટી કિંમત તેમણે ચૂકવવી પડશે.'

અને આતંકવાદીઓને આ ભૂલની કિંમત સમજાવવા માટેની યોજના ઉપર કામ શરૂ કરી દેવામાં આવ્યું. બહુ ગોપનીય રીતે ભારતીય સેના અને સરકાર દ્વારા પાકિસ્તાનને સબક શીખવવા માટે પ્લાનિંગ ઘડવાનું શરૂ થયું હતું. આખરે એર સ્ટ્રાઈકની તારીખ 26 ફેબ્રુઆરી નક્કી કરવામાં આવી હતી.


26 ફેબ્રુઆરીની તારીખ કેમ પસંદ થઈ હતી?

આ તારીખ પસંદ કરવા પાછળનું કારણ એ હતું કે આ જ દિવસે સેનાના એરો ઇન્ડિયા શોનું સમાપન હતું અને તેમાં વિદેશી મહેમાનો પણ ભાગ લેવાના હતા. આખા ઓપરેશનનું પ્લાનિંગ બહુ ગોપનીય રીતે કરવામાં આવ્યું હતું અને તમામ પાસાઓ વિચારીને ભારતીય વાયુસેનાના બાહોશ કેપ્ટનોને જવાબદારી સોંપવામાં આવી હતી.


ઓપરેશનને બંદર કોડવર્ડ અપાયો હતો

ઓપરેશનને બંદર કોડવર્ડ અપાયો હતો

આ આખા ઓપરેશન માટે બંદર કોડવર્ડ વાપરવામાં આવ્યો હતો. વાયુસેનાનાં તત્કાલીન કમાન્ડર હરીકુમારે વાયુસેના પ્રમુખને ઓપરેશનની સફળતાની જાણકારી આપવા માટે 'બંદર' કોડવર્ડનો ઉપયોગ કર્યો હતો. પબ્લિક ડોમેનમાં ઉપલબ્ધ જાણકારી અનુસાર, હરી કુમારે 26 ફેબ્રુઆરી સવારે ચાર વાગ્યે વાયુસેના પ્રમુખને ફોન કરીને અભિયાનની પુષ્ટિ માટે 'બંદર' શબ્દ વાપર્યો હતો.

આખરે પુલવામા હુમલાના બે અઠવાડિયા બાદ 26 મી ફેબ્રુઆરી 2019 ની મળસ્કે પાકિસ્તાનના બાલાકોટમાં આવેલ જૈશ-એ-મોહમ્મદના ટ્રેનિંગ કેમ્પ અને લોન્ચપેડ ખાતે આતંકવાદીઓ નિંદ્રા માણી રહ્યા હતા ત્યારે ભારતીય વાયુસેનાના વિમાનોએ એલઓસી પાર કરી ટ્રેનિંગ કેમ્પો પર બોમ્બ વરસાવી સેંકડો આતંકવાદીઓનો ખાત્મો બોલાવ્યો હતો.


પાંચસોથી વધુ આતંકવાદીઓ માર્યા ગયા હતા

કહેવાય છે કે ભારતીય સેનાની આ એરસ્ટ્રાઈકમાં પાંચસો આતંકવાદીઓ માર્યા ગયા હતા. તેમજ આતંકી સંગઠનોના અનેક ટ્રેનિંગ કેમ્પ અને લોન્ચપેડ ધ્વસ્ત થઈ ગયા હતા. જોકે, પાકિસ્તાને આંતરરાષ્ટ્રીય સ્તરે ફજેતી થાય તેના ડરે ક્યારેય સ્વીકાર્યું નહીં પરંતુ અનેક વખત એ બાબતની પુષ્ટિ થઈ ચૂકી છે કે તે રાત્રે બાલાકોટ વિસ્તારમાં બ્લાસ્ટ સંભળાયા હતા અને અનેક લોકો માર્યા ગયા હતા.

ભારતે કરેલી આ બીજી એર સ્ટ્રાઈક બાદ ઘણાં સમીકરણો બદલાયા હતાં અને આખી દુનિયાએ ભારતની તાકાત જોઈ હતી. ભારતની વીર સેનાએ દુશ્મન દેશની ધરતી પર પનાહ લઈ રહેલા આતંકવાદીઓની છાતી પર કરેલો આ જબરદસ્ત પ્રહાર આવનારા વર્ષો સુધી ભારતવાસીઓ ગર્વભેર યાદ કરતા રહેશે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top