‘તારક મહેતા કા ઉલટા ચશ્મા’ની અભિનેત્રીએ પ્રોડ્યુસર આસિત મોદી સામે જાતીય સતામણીનો આક્ષેપ કર્યો!

‘તારક મહેતા કા ઉલટા ચશ્મા’ની અભિનેત્રીએ પ્રોડ્યુસર આસિત મોદી સામે જાતીય સતામણીનો આક્ષેપ કર્યો! ‘મિસિસ સોઢી’નો ગંભીર આરોપ

05/11/2023 Glamour

SidhiKhabar

SidhiKhabar

‘તારક મહેતા કા ઉલટા ચશ્મા’ની અભિનેત્રીએ પ્રોડ્યુસર આસિત મોદી સામે જાતીય સતામણીનો આક્ષેપ કર્યો!

Tarak Mehta ka oolta chashma: અત્યંત લોકપ્રિય શો એવા “તારક મહેતા કા ઉલટા ચશ્મા”ના સેટ પરથી એક આઘાત જનક સમાચાર આવી રહ્યા છે. સંપૂર્ણ પારિવારિક ગણાતા આ શો ના નિર્માતા આસિત મોદી ઉપર શોમાં કામ કરનારી એક્ત્રેસે જાતીય શોષણનો સંગીન આરોપ લગાવ્યો છે! આ પછી 14 વર્ષથી શો સાથે સંકળાયેલી આ અભિનેત્રીએ શોને અલવિદા કહી દીધું છે.


“એ લોકો મને ડરાવી નાખે છે!”

“એ લોકો મને ડરાવી નાખે છે!”

‘તારક મહેતા’માં રોશન સિંહ સોઢી (Roshan Sodhi)ની પત્નીનો રોલ કરનારી જેનિફર મિસ્ત્રીએ એક ચોંકાવનારો ખુલાસો કર્યો છે. ‘મિસિસ સોઢી’નું પાત્ર ભજવી રહેલી જેનિફર મિસ્ત્રી બંસીવાલે શોના નિર્માતા અસિત મોદી પર જાતીય સતામણીનો આરોપ લગાવ્યો છે.

એક મીડિયા ચેનલ સાથેની એક્સક્લુઝિવ વાતચીતમાં જેનિફરે કહ્યું કે ‘મારો 14 વર્ષનો વનવાસ પૂરો થઈ ગયો છે અને હું ખૂબ જ ખુશ છું. આ લોકો ખૂબ જ પાવરફુલ લોકો છે. તેઓ તમને ડરાવી રાખે છે. તેમની સામે મોઢું કેવી રીતે ખોલવું તે વિચારીને હું ડરી જતી.પરંતુ હવે ડર ખતમ થઈ ગયો છે.

આસિત કુમાર મોદી ઉપરાંત અભિનેત્રીએ પ્રોજેક્ટ હેડ સોહેલ રામાણી અને એક્ઝિક્યુટિવ પ્રોડ્યુસર જતિન બજાજ સામે જાતીય સતામણીની ફરિયાદ નોંધાવી છે.વેબસાઈટ E-Times અનુસાર, જેનિફર મિસ્ત્રીએ બે મહિના પહેલા જ શૂટિંગથી દૂરી લીધી હતી. તે છેલ્લે 7 માર્ચે સેટ પર પહોંચી હતી. સૂત્રોએ જણાવ્યું કે સોહેલ અને જતીન બજાજે પણ અભિનેત્રીનું અપમાન કર્યું હતું.


બીજા ક્રૂ મેમ્બર્સે પણ અપમાન કર્યું!

બીજા ક્રૂ મેમ્બર્સે પણ અપમાન કર્યું!

એક વેબસાઇટે જેનિફર મિસ્ત્રી બંસીવાલ તેનો સંપર્ક કર્યો, ત્યારે તેણે આ સમયે ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો. પરંતુ તેણે ચોક્કસ કહ્યું કે, "હા મેં શો છોડી દીધો છે. મારો છેલ્લો એપિસોડ 6 માર્ચે આવ્યો હતો. પ્રોજેક્ટ હેડ સોહેલ રામાણી અને એક્ઝિક્યુટિવ પ્રોડ્યુસર જતીન બજાજ દ્વારા સેટ પર મારું અપમાન કર્યુ હતુ."

જેનિફરે એમ પણ કહ્યું કે કલાકારને અન્ય જગ્યાએ કામ ન કરવું, સોશિયલ મીડિયા પર ફોટા પોસ્ટ ન કરવા જેવી ઘણી બાબતો માટે હેરાન કરવામાં આવે છે. સેટ પર લોકોનું વલણ તારક મહેતાની વાર્તા કરતાં સાવ અલગ છે. જેનિફરે કહ્યું કે જ્યારે તેણે 2019માં શો છોડવાની વાત કરી ત્યારે પ્રોડક્શન દ્વારા તેના દેખાવ અને ઉંમર વિશે ટિપ્પણીઓ કરવામાં આવી હતી.

અભિનેત્રીએ કરેલા આરોપો જો સાચા હોય, તો ઘરેઘરમાં જોવાતા આ લોકપ્રિય શો માટે એ કલંક સમાન ગણાય.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top