જેના અવાજથી ખુદ લતાજી પ્રભાવિત હતા એ ગાયક એટલે સુરેશ વાડેકર

જેના અવાજથી ખુદ લતાજી પ્રભાવિત હતા એ ગાયક એટલે સુરેશ વાડેકર

08/07/2020 Glamour

નરેશ કાપડિયા
આજ કે સિતારે
નરેશ કાપડિયા
નાટ્યકાર, ફિલ્મ ક્રિટીક

જેના અવાજથી ખુદ લતાજી પ્રભાવિત હતા એ ગાયક એટલે સુરેશ વાડેકર

હિન્દી અને મરાઠી ફિલ્મોના સુપ્રસિદ્ધ ગાયક સુરેશ ઈશ્વર વાડકરનો ૬૫મો જન્મ દિન. ૭ ઓગસ્ટ, ૧૯૫૫ના રોજ કોલ્હાપુરમાં તેમનો જન્મ. તેમણે ભોજપુરી અને કોંકણી ફિલ્મોમાં પણ ગાયું છે. તેમના ભજનોના આલબમ પણ છે.

 

સુરેશજી સંગીતનું પદ્ધતિસરનું શિક્ષણ લઈને ‘પ્રભાકર’ પરીક્ષા પસાર કરીને મુંબઈના આર્ય વિદ્યા મંદિરના શિક્ષક બન્યા હતા. આજે તેમની મ્યુઝિક સ્કૂલ મુંબઈ, ન્યુ જર્સી અને ન્યુ યોર્કમાં ચાલે છે. ઓપન યુનિવર્સીટીની આસ્વામાં ઓનલાઈન મ્યુઝિક સ્કૂલમાં કોઈ પણ ભણી શકે.

ભારતીય શાસ્ત્રીય સંગીત ભણીને સુરેશ વાડકર ૧૯૭૬માં સૂર સિંગાર સ્પર્ધામાં ‘મદન મોહન એવોર્ડ’ જીત્યા ત્યારે જયદેવ નિર્ણાયક હતા. તેમણે સુરેશ પાસે ‘સિને મેં જલન – ગમન’ ગવડાવ્યું, પછી ‘પહેલી’માં પણ ગવડાવ્યું. ત્યારે તેમના અવાજથી પ્રભાવિત થયેલાં લતાજીએ લક્ષ્મીકાંત પ્યારેલાલ, કલ્યાણજી આનંદજી અને ખય્યામને જણાવ્યું અને આપણને ક્રોધી, પાંચ, પ્યાસા સાવન, પ્રેમ રોગ, હીના, પ્રેમ ગ્રંથ, રામ તેરી ગંગા મૈલી, બોલ રાધા બોલ, વિજય જેવી ફિલ્મોના ગીત મળ્યાં.


પછી તો સુરેશ ટીવી શો સારેગામાપા, લીટલ ચેમ્પસ કે સંજીત એવોર્ડ્સના જજ બન્યા. હિન્દી ફિલ્મો જેટલું જ મોટું પ્રદાન સુરેશ વાડકરે મરાઠી ફિલ્મો માટે પણ કર્યું છે. તો અનેક ભારતીય ભાષાઓમાં તેમણે અનેક ભક્તિ ગીતો પણ ગાયા છે. જેમાંના ‘શિવ ચાલીસા’, ‘સાઈ નામ એક રંગ અનેક’, ‘સાઈ તુમ યાદ આયે’ કે ‘જય શ્રી સ્વામીનારાયણ’ જાણીતા છે. મહાન મરાઠી સંગીતકારો હૃદયનાથ મંગેશકર, સુધીર ફડકે, શ્રીનિવાસ ખલે, વસંત દેસાઈ, અશોક પત્કી, અનીલ-અરુણના સંગીતમાં સુરેશજીએ ભરપુર ગાયું છે.


શાસ્ત્રીય ગાયિકા પદ્મા સાથે સુરેશ વાડેકરે સંસાર માંડ્યો અને તેમને ત્યાં અનન્યા તથા ગિયા નામે બે દીકરીઓ છે. તેમને મધ્ય પ્રદેશ સરકાર દ્વારા ૨૦૦૪નો લતા મંગેશકર એવોર્ડ, ૨૦૦૭માં મહારાષ્ટ્ર પ્રાઈડ અને ૨૦૧૧માં મરાઠી ફિલ્મ ‘મી સિંધુતાઈ સપકાલ’ માટે ‘હે ભાસ્કર ક્ષિતિજવારી યા’ ગીત માટે તેમને શ્રેષ્ઠ ગાયકનો નેશનલ એવોર્ડ મળ્યો.

સુરેશ વાડકરના યાદગાર ગીતો આપણને જે હિન્દી ફિલ્મોમાં મળ્યાં તેમાં પહેલી, ગમન, પ્રેમ રોગ, ડિસ્કો ડાન્સર, માસૂમ, સદમા, ઉત્સવ, રામ તેરી ગંગા મૈલી, હિફાઝત, લિબાસ, ચાંદની, પરિંદા, દિલ, હીના, લેકિન, લમ્હેં, રંગીલા, પ્રેમ ગ્રંથ, માચીસ, સત્યા, હુ તુ તુ, વિવાહ, ઓમકારા, કમીને કે હૈદર ને યાદ કરી શકાય.


સુરેશ વાડકરના ટોપ ટેન ગીતો: મેઘા રે મેઘા રે(પ્યાસા સાવન), સિને મેં જલન આંખો મેં તૂફાન સા કયું હૈ (ગમન), હુજુર ઇસ તરહા સે ના ઇતરાકે ચલીએ (માસૂમ),એ જિંદગી ગલે લગાલે (સદમા), મોહબ્બત હૈ ક્યા ચીજ હમ કો બતાઓ (પ્રેમ રોગ), લગી આજ સાવન કી ફિર વો લડી હૈ (ચાંદની), તેરે નૈના મેરે નૈનો સે (ભ્રષ્ટાચાર), તુમ સે મીલ કર ઐસા લગા (પરિંદા), સપનોં મેં મિલતી હૈ (સત્યા), સાંજ ઢલે ગગન તલે (ઉત્સવ).


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top