એક અલગારી ગાયક, જેના યોડલિંગે દુનિયા ડોલાવી

એક અલગારી ગાયક, જેના યોડલિંગે દુનિયા ડોલાવી

08/04/2020 Glamour

નરેશ કાપડિયા
આજ કે સિતારે
નરેશ કાપડિયા
નાટ્યકાર, ફિલ્મ ક્રિટીક

એક અલગારી ગાયક, જેના યોડલિંગે દુનિયા ડોલાવી

મહાન પાશ્વગાયક કિશોર કુમારનો ૯૧ મો જન્મ દિન. ૪ ઓગસ્ટ, ૧૯૨૯ના રોજ મધ્ય પ્રદેશના ખંડવા મુકામે તેમનો જન્મ થયો હતો. તેઓ સિને કલાના હરફન મૌલા હતા. સિનેમાના લગભગ તમામ વિભાગોના જાણકાર કિશોર કુમાર મુખ્યત્વે ગાયક કલાકાર રૂપે ઉભર્યા હતા. તેમણે પોતાની ફિલ્મોનું નિર્માણ કર્યું છે, લખી છે, તેમાં અભિનય કર્યો છે, નિર્દેશિત કરી છે,ગીતો લખ્યાં છે, ગાયા છે અને સંગીત પણ આપ્યું છે! ‘દૂર ગગન કી છાંવ મેં’, ‘દૂર કારાહી’, ‘ઝૂમરૂ’, ‘બઢતી કા નામ દાઢી’ એવી ફિલ્મો છે.

કિશોર કુમારે શ્રેષ્ઠ ગાયક તરીકેના આઠ ફિલ્મફેર એવોર્ડ્સ જીત્યાં છે જે કોઈ એક ગાયક માટેના સૌથી વધુ છે. તેમણે મધ્ય પ્રદેશ સરકાર દ્વારા ‘લતા મંગેશકર એવોર્ડ’ ૧૯૮૫-૮૬માં અપાયો હતો. તો૧૯૯૭માં મધ્ય પ્રદેશ સરકારે તેમની યાદમાં હિન્દી સિનેમામાં પ્રદાન માટે ‘કિશોર કુમાર એવોર્ડ’ની પણ શરૂઆત કરી હતી.હાલમાં ઓશિયન સિનેફેન ઓકસન, નવી દિલ્હી માં ૨૦૧૨માં કિશોર કુમારનું રીલીઝ ન થયેલું છેલ્લું ગીત ૧૫.૬ લાખ રૂપિયામાં વેચાયું હતું.

છેક પચાસના દાયકાથી ગીતો ગાતા કિશોર કુમાર માટે સુવર્ણ યુગ ત્યારે આવ્યો જયારે તેઓ પડદા પર રાજેશ ખન્નાનો અવાજ બન્યા. સચિનદેવ બર્મને ‘આરાધના’(૧૯૬૯)માં ‘મેરે સપનોં કી રાની’, ‘રૂપ તેરા મસ્તાના’ અને ‘કોરા કાગઝ થા યે મન મેરા’થી તેની શરૂઆત કરી હતી. કિશોરદાને ‘રૂપ તેરા’ માટે પહેલો ફિલ્મફેર એવોર્ડ મળ્યો તો તે સિવાયના એવોર્ડ્સ અન્ય અભિનેતાઓ માટે મળ્યાં.


‘આરાધના’ની સફળતા બાદ શક્તિ સામંતે ‘કટી પતંગ’ બનાવી અને રાહુલદેવે કિશોરદા પાસે ‘યે શામ મસ્તાની’, ‘યે જો મોહબ્બત હૈ’ કે ‘જવાની ઓ દીવાની તું ઝીંદાબાદ’ ગવડાવ્યા, તેમની સફળતા આગળ વધી ‘અમર પ્રેમ’માં જયારે સચિન દેવે ‘ચિનગારી કોઈ ભડકે’, ‘યે ક્યા હુઆ’ અને ‘કુછ તો લોગ કહેંગે’ રચ્યાં. રાહુલદેવે ખન્ના સાહેબ માટે ‘કુદરત’માં શાસ્ત્રીય ગીત ‘હમે તુમ સે પ્યાર કિતના’ અને ‘પરબત કે પીછે’ ગવડાવ્યા. જે બધાં જ સફળ રહ્યાં.

લક્ષ્મીકાંત પ્યારેલાલે રાજેશ ખન્ના માટે કિશોરદા પાસે ‘દો રાસ્તે’માં ‘મેરે નસીબ મેં એ દોસ્ત’; ‘દાગ’ માટે ‘મેરે દિલ મેં આજ ક્યા હૈ’ અને બે યુગલ ગીતો ‘અબ ચાહે મા રૂઠે યા બાબા’ અને ‘હમ ઔર તુમ’ ગવડાવી સફળતા જારી રાખી. ‘મેહબૂબ કી મેહદી’ ફિલ્મ ભલે નિષ્ફળ ગઈ પણ ‘મેરે દીવાનેપન કી ભી’ ગીત યાદ રહી ગયું. તો ‘રોટી’ના ‘ગોરે રંગ પે ના ઇતના ગુમાન કર’, ‘યે જો પબ્લિક હૈ’, ‘યાર હમારી બાત સુનો’ વડે સફળતા મેળવી. એજ રીતે ‘હાથી મેરે સાથી’માં શીર્ષક ગીત ઉપરાંત બે યુગલ ગીતો ‘દિલબર જાની’ અને ‘સુન જા એ પ્યારી ઘટા’એ સફળતા દોહરાવી.

 

કલ્યાણજી આનંદજીના સંગીતમાં રાજેશ ખન્ના માટે કિશોર કુમારના જે યાદગાર ગીતો મળ્યાં તેમાં ‘સફર’ના ‘ઝીંદગી કા સફર’, ‘જીવન સે ભરી તેરી આંખે’ સામેલ છે.


‘આરાધના’ માટેના ફિલ્મફેર એવોર્ડ ઉપરાંત રાજેશ ખન્ના અભિનીત જે ગીતોને ફિલ્મફેર એવોર્ડનું નામાંકન મળ્યું તેમાં ‘ઝીંદગી એક સફર હૈ સુહાના’ (અંદાઝ), યે જો મોહબ્બત હૈ (કટી પતંગ), ચિનગારી કોઈ ભડકે (અમર પ્રેમ), મેરે દિલ મેં આજ ક્યા હૈ (દાગ), આપ કે અનુરોધ પે (અનુરોધ), હમે તુમ સે પ્યાર કિતના (કુદરત) અને શાયદ મેરી શાદી કા ખયાલ (સૌતન)નો સમાવેશ થાય છે. આમ સુપરસ્ટાર રાજેશ ખન્નાના અવાજ રૂપે ઉભરેલા કિશોર કુમારે જબરજસ્ત સફળતા મેળવી હતી.


રાજેશ ખન્નાના જમાનાની સાથે જ અમિતાભ બચ્ચનનો અત્યંત સફળ જમાનો પણ શરુ થયો હતો. તેમના પણ યાદગાર ગીતો કિશોર કુમારે ગાયા હતાં. તે પહેલાં તેમણે દેવ આનંદની ફિલ્મો માટે યાદગાર ગીતો મુખ્યત્વે સચિન દેવ બર્મન અને રાહુલ દેવ બર્મનના સંગીતમાં આપ્યાં હતાં. કિશોર કુમાર દેશના સૌથી સફળ ગાયકો પૈકીના એક રહ્યા છે. તેમણેયોડલિંગ વાળા તોફાનીથી માંડી રોમાન્ટિક મૂડ સુધીના ગીતો ગાઈને સફળતા મેળવી હતી. તેમના મોટા ભાઈ અશોક કુમારના કહેવા મુજબ કિશોર કુમારની સફળતા એ કહીકતને કારણે હતી કે તેમનો અવાજ માઈક્રોફોનને સીધો અને સંવેદનશીલ બિંદુ પર જ પડતો હતો.


કિશોર કુમારને તેમના જે ગીતો માટે શ્રેષ્ઠ ગાયકના ફિલ્મફેર એવોર્ડ મળ્યાં હતાં તેમાં ‘રૂપ તેરા મસ્તાના – આરાધના’, ‘દિલ ઐસા કીસીને મેરા તોડા – અમાનુષ’, ‘ખઈકે પાન બનારસવાલા – ડોન’, ‘હઝાર રાહેં – થોડી સી બેવફાઈ’, ‘પગ ઘૂંઘરું બાંધ મીરા– નમક હલાલ’, ‘અગર તુમ ન હોતે – શીર્ષક ગીત’, ‘મંઝીલેઅપનીજગા હૈ – શરાબી’ અને‘સાગર કિનારે – સાગર’નો સમાવેશ થાય છે.

 

૧૩ ઓક્ટોબર, ૧૯૮૭ના રોજ તેઓ આ ફાની દુનિયાને છોડી ગયા હતા.


કિશોર કુમારે રાજેશ ખન્ના માટે ગયેલાં યાદગાર સોલો ગીતો: મેરે સપનોં કી રાની, અને રૂપ તેરે મસ્તાના (આરાધના), ઝીંદગી કા સફર અને જીવન સે ભરી (સફર), યે શામ મસ્તાની અને યે જો મોહબ્બત હૈ (કટી પતંગ), ચિનગારી કોઈ ભડકે, યે કયા હુઆ અને કુછ તો લોગ કહેંગે (અમર પ્રેમ), મેરે દિલ મેં આજ ક્યા હૈ (દાગ), હમે તુમસે પ્યાર કિતના (કુદરત), મેરે નૈના સાવન ભાદો  –(મેહબૂબા), આપ કે અનુરોધ પે (અનુરોધ), ખીજા કે ફૂલ પે આતી (દો રાસ્તે), મેરે દીવાનેપન કી ભી (મેહબૂબ કી મેહદી), વાદા તેરા વાદા (દુશ્મન), જિંદગી કે સફર મેં ગુઝર જાતે હૈ (આપ કી કસમ), ઓ મેરે દિલ કે ચૈન – (મેરે જીવન સાથી), ઝીંદગી એક સફર હૈ સુહાના (અંદાઝ).


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top