ગમખ્વાર અકસ્માત, બસ હાઈવેથી 20 ફૂટ નીચે ખાબકી; 4 યાત્રાળુઓના મોત અને 23 ઇજાગ્રસ્ત

ગમખ્વાર અકસ્માત, બસ હાઈવેથી 20 ફૂટ નીચે ખાબકી; 4 યાત્રાળુઓના મોત અને 23 ઇજાગ્રસ્ત

09/28/2024 National

SidhiKhabar

SidhiKhabar

ગમખ્વાર અકસ્માત, બસ હાઈવેથી 20 ફૂટ નીચે ખાબકી; 4 યાત્રાળુઓના મોત અને 23 ઇજાગ્રસ્ત

ઓરિસ્સાના બલેશ્વર જિલ્લાના જલેશ્વરમાં ગઈકાલે મોડી રાત્રે એક ભયાનક અકસ્માત સર્જાયો હતો. નેશનલ હાઈવેથી એક પેસેન્જર બસ 20 ફૂટ નીચે ખાબકી હતી. આ અકસ્માતમાં 4 લોકોના ઘટનાસ્થળે જ મોત થઇ ગયા હતા અને 23 લોકો ઇજાગ્રસ્ત થયા હતા. મૃતકોમાં એક મહિલાનો પણ સમાવેશ થાય છે. ઇજાગ્રસ્તોમાંથી 16ની હાલત ગંભીર હોવાનું કહેવામાં આવી રહ્યું છે.

ઉત્તર પ્રદેશના 57 શ્રદ્ધાળુઓ જગન્નાથ મહાપ્રભુના દર્શન કરવા માટે 'કૃષ્ણ' નામની બસમાં પુરી જવા નીકળ્યા હતા. તેઓ 18 માર્ચે ઉત્તર પ્રદેશથી નીકળ્યા હતા. બસ ગઈકાલે રાત્રે કોલકાતાથી પુરી જવા રવાના થઈ હતી. રાત્રે લગભગ 1 વાગે નેશનલ હાઈવે 60 પર બસ સંતુલન ગુમાવી દીધુ અને નેશનલ હાઈવેથી 20 ફૂટ નીચે પલટી ગઈ.

માહિતી મળતા જ નેશનલ હાઈવે પેટ્રોલિંગ વેન, જલેશ્વર પોલીસ અને ફાયર બ્રિગેડ ઘટનાસ્થળે પહોંચીને બચાવ કામગીરી શરૂ કરી હતી. 23 ઇજાગ્રસ્ત લોકોને તાત્કાલિક બસમાંથી બહાર કાઢીને પહેલા જલેશ્વર હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમાંથી 16ને બાલાસોર ડિસ્ટ્રિક્ટ હેડક્વાર્ટર હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા કારણ કે તેમની હાલત વધુ ખરાબ થઈ હતી.


આ અકસ્માતમાં 4 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા

આ અકસ્માતમાં 4 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા

આ અકસ્માતમાં 4 લોકોના ઘટનાસ્થળે જ મોત થઇ ગયા હતા. જેમાં 3 પુરુષ અને એક મહિલાનો સમાવેશ થાય છે. મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે બાલાસોર મોકલવામાં આવ્યા છે. મૃતકોની ઓળખ રાજેશ કુમાર મિશ્રા, કમલા દેવી યાદવ, રાજ પ્રસાદ યાદવ અને શાંતારામ યાદવ તરીકે થઈ છે. આ ઉપરાંત જે મુસાફરો સ્વસ્થ છે તેમને તેમના ઘરે મોકલવાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top